SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ पुनः पुनः शङ्कते, ततो नष्टुमभिलषति तदिहापि सम्भवतीत्यवगन्तव्यं, तथाहि - यावदेषोऽद्यापि जीवः प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं नाधिगमजसम्यग्दर्शनमाप्नोति तावद् व्यवहारतः श्रुतमात्रप्राप्तावपि स्वल्पविवेकतयाऽस्यात्र धनविषयकलत्रादिके कदन्नकल्पे परमार्थबुद्धिर्न व्यावर्तते, तदभिभूतचेतनश्च स्वचित्तानुमानेनातिनिःस्पृहहृदयानपि मुनिपुङ्गवान्मामेते प्रत्यासन्नवर्तिनं किञ्चिन्मृगयिष्यन्त इत्येवं मुहुर्मुहुराशङ्कते, ततस्तैः सह गाढतरं परिचयं परिजिहीर्षन् न तत्समीपे चिरं तिष्ठतीति । ઉપનયાર્થ -- સમ્યગ્દર્શપ્રાપ્તિ પૂર્વે જીવની દશા અને જે પ્રમાણે તેટલો વ્યતિકર સંપન્ન થયે છતે પણ=ગુરુએ વિમલાલોક અંજન આંજ્યું તેથી ચેતના પ્રગટ થઈ તેટલો વ્યતિકર સંપન્ન થયે છતે પણ, તે દ્રમકને બહુકાલના અભ્યસ્ત અભિનિવેશને કારણે જે તે ભિક્ષાના રક્ષણમાં પ્રવર્તતો અભિપ્રાય નિઃશેષપણાથી=સંપૂર્ણપણાથી, હજુ પણ નિવર્તન પામતો નથી. અર્થાત્ કંઈક તત્ત્વ વિષયકબોધ થયો, ગુરુના નિઃસ્પૃહતાદિ ગુણો દેખાયા તોપણ તે જીવને પોતાના તુચ્છ ભોગોના રક્ષણનો પરિણામ ઘણા કાલથી અભ્યસ્ત અભિનિવેશને કારણે પ્રવર્તતો કાંઈક અલ્પ થવા છતાં સંપૂર્ણ ગયો નથી અને તેના વશીભૂત થયેલા ચિત્તવાળો=પોતાના ભોગોના રક્ષણના વશીભૂત થયેલા ચિત્તવાળો, તે પુરુષને તેના ગ્રાહીપણા વડે ફરી ફરી શંકા કરે છે. તેથી નાસી જ્વાની અભિલાષા કરે છે. તે=એ પ્રમાણે જે કથાનકમાં કહ્યું તે, અહીં પણ=તત્ત્વને અભિમુખ થયેલા જીવમાં પણ સંભવે છે એ પ્રમાણે જાણવું. તે આ પ્રમાણે – જ્યાં સુધી આ જીવ હજી પણ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની અભિવ્યક્તિ રૂપ અધિગમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી વ્યવહારથી શ્રુતમાત્રની પ્રાપ્તિમાં પણ સ્વલ્પ વિવેકપણું હોવાને કારણે, આવે=આ જીવને, અહીં=સંસારમાં, કદન્ન જેવા ધન, વિષય, સ્ત્રીઆદિના વિષયમાં પરમાર્થબુદ્ધિ વ્યાવર્તન પામતી નથી. જ્યાં સુધી ઉપદેશકના વચનથી સંપૂર્ણ નિરાકુલ ચેતના આત્માની સુંદર અવસ્થા છે તેવો સૂક્ષ્મબોધ થતો નથી, ત્યાં સુધી શાસ્ત્રવચનના શ્રવણથી થનાર અધિગમ સમ્યગ્દર્શન તેને પ્રાપ્ત થતું નથી, તેથી અનંતાનુબંધી કષાયના પ્રશમજન્ય નિરાકુલ ચેતનાના સુખનું સ્પષ્ટ વેદન થતું નથી. ફક્ત કંઈક કષાયની મંદતાને કારણે ધર્મને અભિમુખ ભાવ થયો છે અને પ્રશમનો પરિણામ પ્રગટ થયેલો નહીં હોવાથી સર્વ ઉદ્યમથી સંસારનો અંત કરીને મુક્ત અવસ્થાની પ્રાપ્તિની ઉત્કટ ઇચ્છા થાય તેવો સંવેગનો પરિણામ થતો નથી. પરંતુ કંઈક તત્ત્વને અભિમુખ થયેલો હોવાથી પરલોક અર્થે કંઈક હિતચિંતાનો પરિણામ થાય છે. વળી, સંસાર ચારગતિના પરિભ્રમણરૂપ છે. ઇત્યાદિ સાંભળીને કંઈક સંસારથી નિર્વેદ થયેલો હોવા છતાં સર્વ ઉદ્યમથી સંસારનો ઉચ્છેદ કરવો જોઈએ; કેમ કે સંસારનું સ્વરૂપ અત્યંત રૌદ્ર છે. એ પ્રકારનો નિર્વેદનો પરિણામ આ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy