SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ થઈને લૂંટફાટ આદિ કરતો અને મહાત્માને ચાતુર્માસ પછી વળાવવા જાય છે ત્યારે તે મહાત્માને તેની યોગ્યતા જણાઈ તેથી તે તત્વને સન્મુખ બને છે તેમ પ્રસ્તુતમાં સદ્ગુરુના વચનને સ્વીકારીને પ્રતિદિન ઉપાશ્રયના આગમનનો સ્વીકાર કર્યો જેનાથી તત્ત્વને અભિમુખ એવું ચિત્ત કંઈક થયું. તેથી વિમલાલોક અંજનના પાતન તુલ્ય આ સદ્ગુરુના વચનનો સ્વીકાર થયો, ત્યારપછી ત્યારથી માડી=અભિગ્રહ ગ્રહણ કર્યો ત્યારથી માંડીને, તેમના ઉપાશ્રય જતાં મહાત્માના સ્થાને જતાં, પ્રતિદિવસ સુસાધુના સંપર્કથી તેઓના નિવૃત્રિમ અનુષ્ઠાનના દર્શનથી શાંતચિત્તપૂર્વક સાધ્વાચારના દર્શનથી, નિઃસ્પૃહતાદિ ગુણના આલોકનથી તે જીવ મહાત્મા પાસે દર્શન અર્થે આવે છે ત્યારે કોઈ જાતની સ્પૃહા વગર તેના હિતની ઉચિત સંભાષણ આદિ કરે છે તેને જોવાથી, અને પોતાના પાપપરમાણુના દલનથી સુસાધુના દર્શનકાળમાં જે તેઓના ગુણો પ્રત્યેનો રાગ થાય છે તેનાથી તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા પાપપરમાણુના દલનથી, તેને જે વિવેકકલા પ્રાપ્ત થાય છે ગુણોના પક્ષપાત રૂપ નિર્મળ ચક્ષ પ્રાપ્ત થાય છે. તે નષ્ટ થયેલી ચેતના કરી આવેલી કહેવાય છે=જેમ તે મકને ચક્ષરોગને કારણે નષ્ટ થયેલી ચેતના વિમલાલોકના અંજનથી ફરી પ્રાપ્ત થઈ તેમ પ્રસ્તુત જીવને પણ તત્વને અભિમુખ થાય તેવી નષ્ટ થયેલી ચેતના ફરી પ્રાપ્ત થાય છે. અને વળી, જે ફરી ફરી ધર્મપદાર્થની જિજ્ઞાસા તે નયન ઉભીલન કલ્પ જાણવું=જેમ તે ભિખારી વિમલાલોક અંજનને કારણે કંઈક રોગ અલ્પ થવાથી ચક્ષને ઉઘાડે છે તેમ તે જીવ પણ ફરી ફરી માતાપિતાદિ રૂપ ધર્મ છે એ પ્રકારના ગુણોથી બતાવાયેલ ધર્મના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળો થાય છે તે નયનતા ઉભીલન જેવું જાણવું. વળી, જે પ્રતિક્ષણ અજ્ઞાનનું વિલય તે નેત્રરોગબાપાના ઉપશમતુલ્ય જાણવું=જેમ તે ભિખારીને અંજનથી નયનના ઉમૂલનને કારણે, તે અંજનના પ્રભાવથી પ્રતિક્ષણ તે નેત્રરૂપી રોગની બાધા શાંત થાય છે તેમ પ્રસ્તુત જીવ ધર્મજિજ્ઞાસાથી મહાત્માને પૃચ્છા કરે છે જેના કારણે મહાત્મા ધર્મના સ્વરૂપને તેની ભૂમિકાનુસાર જે કંઈ કહે છે અને મહાત્માની નિઃસ્પૃહતાદિ પ્રવૃત્તિને જોઈને જે કંઈ નિઃસ્પૃહતાદિભાવોનો સૂક્ષ્મબોધ થાય છે તે પ્રતિક્ષણ અજ્ઞાનના વિલયરૂપ નેત્રરોગના બાપાના ઉપશમતુલ્ય તે જીવમાં પ્રગટ થતું સૂક્ષ્મ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. અને જે વળી, બોધતા સદ્ભાવમાં=નેત્રરોગના શમનને કારણે નિસ્પૃહતાદિ ભાવ વિષયક બોધતા સદ્ભાવમાં, થોડો ચિત્તમાં તોષ છે તે વિસ્મયકાર જાણવો જેમ તે દ્રમક અંજનના બળથી કંઈક ચેતના પામે છે ત્યારે આ અંજન શું છે ? તે પ્રકારે વિસ્મયથી જુએ છે તેમ પ્રસ્તુત જીવને ગુરુના નિઃસ્પૃહતાદિ ગુણો પ્રત્યે ચિત્તનો તોષ થાય છે તે વિસ્મય આકાર સ્વરૂપ જાણવો. ઉપનય : अर्वाक्सम्यक्त्वाद् दशा यथा च तावति व्यतिकरे सम्पन्नेऽपि यत्तस्य द्रमकस्य तद्भिक्षारक्षणलक्षणमाकूतं बहुकालाभ्यस्ताभिनिवेशेन प्रवर्त्तमानं न निःशेषतयाऽद्यापि निवर्त्तते, तद्वशीभूतचित्तश्च तं पुरुषं तद्ग्राहितया
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy