SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૨૩ શ્રોતાની બુદ્ધિ અનુસાર સુપાત્ર અને કુપાત્રનો ભેદ સમજાવીને અને સુપાત્ર એવા તીર્થકરો સાધુઓ આદિતી કઈ રીતે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ તેનો યથાર્થ બોધ થાય તે રીતે દાનધર્મનો ઉપદેશ આપે. સમસ્ત-પાપોથીeત્રણગુપ્તિના સામ્રાજ્યના પાલન દ્વારા સુસાધુઓની જેમ સમસ્ત પાપોથી, અથવા શૂલપાપોથી અથવા પ્રાણાતિપાતથી, અથવા મૃષાવાદથી, અથવા ચોરીકરણથી અથવા પરદારાગમનથી અથવા અપરિમિત ગ્રહણથી=અપરિમિત ધનાદિના ગ્રહણથી, રાત્રિભોજનથી અથવા મદ્યપાનથી અથવા માંસભક્ષણથી, અથવા સચિત્તલના આસ્વાદનથી અથવા મિત્રદ્રોહથી અથવા ગુરુભૂત એવા પુરુષોની સ્ત્રીના ગમનથી અથવા અન્ય એવા શક્યપરિહારથી નિવૃત્તિ કરવી જોઈએ. સર્વવિરતિ ધર્મરૂપ શીલ અથવા દેશવિરતિના અવાંતર અનેક ભેદોરૂપ શીલમાંથી જે ધર્મ શ્રોતા સેવી શકે તેમ હોય એવા ધર્મનું વિસ્તારથી સ્વરૂપ ધર્મબોધકર યોગ્ય જીવને સમજાવે છે જેથી ધર્મનો અર્થ એવો તે જીવ શક્તિ અનુસાર દાનધર્મની ઉચિત આચરણાઓ કરીને આત્મામાં પુણ્યાનુબંધી પુણ્યના સંચય દ્વારા અને ઘાતકર્મના ક્ષય દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે તે પ્રકારનું નિરૂપણ કરે છે. અને યથાશક્તિ કોઈ તપવિશેષ કરાવો ધર્મના અર્થી જીવે પોતાની શક્તિને અનુરૂપ બાહ્ય અને અત્યંતર તપ તે રીતે કરવો જોઈએ જેથી ચિત્ત આત્માના અવાકુળ ભાવ તરફ પ્રસર્પણવાળું થાય. તે પ્રકારે યોગ્ય શ્રોતાને ઉપદેશ આપે છે. વળી, તારે સતત શુભભાવના ભાવન કરવી જોઈએ અનિત્યાદિ બાર ભાવનાઓ કે અન્ય પણ તત્વને સ્પર્શનારાં શાસ્ત્રવચનોથી ભાવત કરવું જોઈએ. જેથી નિઃસંશય આલોક અને પરલોકમાં કલ્યાણ પ્રાપ્ત થાય. ઉપનય - भिक्षादानाह्वानोपनयः तदनेन यत्तदुक्तमासीत् कथानके यथा-महानसनियुक्तकस्तं रोरं समाहूय भिक्षाचरोचिते भूभागे स्थापितवान्, 'ततस्तद्भिक्षादानार्थं परिजनमादिष्टवान्, तदनन्तरं तद्दया नाम तहिता सा परमानमादायातिसुन्दरं त्वरया तद्दानार्थमुपस्थितेति तत्सर्वं योजितं विज्ञेयम्। तथाहि-इह धर्मगुणवर्णनं जीवस्याऽऽकारणकल्पं विज्ञेयं, तच्चित्ताक्षेपो भिक्षाचरोचितभूभागस्थापनतुल्यो द्रष्टव्यः, धर्मभेदवर्णनं परिजनादेशसमं मन्तव्यं, तस्यैव गुरोर्या जीवस्योपरि कृपा सैव तद्दया नाम्नी दुहिता विज्ञेया, चतुर्विधधर्मानुष्ठानकारणं सुन्दरपरमानग्राहणसमानं विज्ञेयं, तच्च सद्धर्माचार्यानुकम्पयैव जीवं प्रत्युपढौकयति नापरो हेतुरिति विज्ञेयम्। ઉપનયાર્થ: ભિક્ષાના દાન માટે બોલાવવાનો ઉપનય તે કારણથી=જેમ જેમ શક્તિ અનુસાર વિવેકપૂર્વક ધર્મ સેવવામાં આવશે તેમ તેમ આલોકમાં
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy