SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ધર્મ જ પર નિરાકરણમાં દક્ષ ચતુરંગ બળ છે. જેમ કોઈ રાજાનું સૈન્ય શત્રુને પરાસ્ત કરવા સમર્થ હોય તેવો ચતુરંગ બળ જેવો જ ધર્મ છે; કેમ કે જીવના મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ધર્મનો પરિણામ આત્માના શત્રુરૂપ મોહનાશ કરવામાં સક્ષમ છે. ધર્મ જ રતિસાગરના અવગાહતના હેતુભૂત વિલાસસ્થાનો છે. જેમ સંસારી જીવો રતિને ઉત્પન્ન કરે તેવી ઉચિત ક્રિયાઓ કરે છે તે વખતે તે વિલાસની પ્રવૃત્તિ તેને આનંદનો અતિશય આપે છે. તેમ મોહથી અનાકુળભાવમાં સ્વભૂમિકાનુસાર દૃઢ યત્નથી પ્રવર્તતો ધર્મ જીવને સ્વસ્થતા આપાદાન કરાવીને અનંત રતિના સાગરમાં અવગાહનનો હેતુ બને છે. વધારે કહેવાથી શું ? ધર્મ જ એક નિર્વિધ્ધ અનંત સુખની પરંપરાનું કારણ છે. બીજું કંઈ પણ નથી. આ પ્રકારે મધુરભાષિત ભગવાન ધર્મગુરુ કથન કરે છતે આ જીવતો થોડોક ચિત્તનો આક્ષેપ થાય છે. તેના વશથી=ધર્મગુરુના વચન પ્રત્યે આક્ષેપ થયેલા ચિત્તના વશથી, આ જીવ ચક્ષયુગલને વિસ્ફારિત કરે છે જાણવાને અત્યંત અભિમુખ બને છે. વદનની પ્રસન્નતાને બતાવે છે, ક્વચિત્ ભાવિત હદયવાળો વિક્ષેપાસ્તરરૂપ વિકથાદિનો ત્યાગ કરે છે. અર્થાત્ ધર્મશ્રવણ કરવા આવે ત્યારે પણ જયાં સુધી જીવ ધર્મને અભિમુખ થાય નહીં ત્યારે અસ્થાને વિચારણાઓ કરીને વિકથાદિમાં પ્રવર્તે છે પરંતુ ધર્મના જ પરમાર્થને જાણવા માટે અભિમુખ થયેલું ચિત્ત હોવાને કારણે, ભાવિત હૃદયવાળો હોવાથી ધર્મના જાણવાના પ્રયત્નને છોડીને અન્ય પ્રયત્નરૂપ વિક્ષેપાંતરોને કરનાર વિકથાદિતો ત્યાગ કરે છે. સસ્મિત વકત્રકુહરતે કરે છે કંઈક તત્વની પ્રાપ્તિથી હર્ષિતમુખવાળો બને છે, તખસ્ફોટિકાવે આપે છે, ત્યારપછી ભગવાનસૂરિ મનાવ્યું પ્રવિષ્ટરસવાળા તેને જાણીને આ પ્રમાણે કહે છે. શું કહે છે? તે “વહુ'થી બતાવે છે – હે સૌમ્ય ! તે ધર્મ ચાર પ્રકારનો છે, (૧) દાનમય, (૨) શીલમય, (૩) તપમય અને (૪) ભાવમય. તે શ્રોતાની ભૂમિકા અનુસાર સદ્ગુરુ દાનધર્મ કઈ રીતે જીવને ઉત્તમભાવોની નિષ્પત્તિ દ્વારા સંયમનું કારણ છે તેનું રહસ્ય બતાવે છે. જેમ ભગવાનની પૂજા દાનધર્મ છે અને ચારિત્રની પરિણતિરૂપ ભાવધર્મ પ્રત્યે સાક્ષાત્ કારણ છે તેથી ઘણા યોગ્ય જીવો ભગવાનની ભક્તિ કરીને ચારિત્રની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મનો નાશ કરીને ભાવચારિત્રને પામ્યા તે પ્રકારે શ્રોતાની બુદ્ધિને અનુસાર યુક્તિથી મહાત્મા દાનધર્મનું સ્વરૂપ બતાવે છે. વળી, શીલધર્મ શ્રોતાની ભૂમિકાનુસાર જીવને ત્રણગુપ્તિમાં ઉદ્યમ કરાવીને જીવને અત્યંત સ્વસ્થતા પ્રાપ્ત કરાવનાર શ્રેષ્ઠ કોટિનો ધર્મ જ છે. વળી, તપધર્મ બાહ્ય-અભ્યતર ભેદવાળો છે જે શીલને જ અતિશય કરીને વીતરાગતાને આસન્ન કરાવવામાં પ્રબળ કારણ છે. અને ભાવનામયધર્મ દાન આદિમાં ત્રણેયમાં ગૌણરૂપે હોવા છતાં ભાવનાઓથી જ્યારે આત્માને ભાવિત કરવામાં આવે ત્યારે મુખ્યરૂપે પ્રગટ થાય છે. એ પ્રકારે શ્રોતાની બુદ્ધિ અનુસાર સદ્ગુરુ કહે છે. આથી જો તને સુખની આકાંક્ષા છે તો આ ચાર પ્રકારનો ધર્મ સેવવો તને યોગ્ય છે. કઈ રીતે સેવવો યોગ્ય છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુપાત્રને યથાશક્તિ દાન આપવું જોઈએ. અર્થાત્
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy