SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણે મૃદૂભૂતભાવવાળા જીવના ચિત્તમાં સર્વજ્ઞ દર્શનગોચર આ વર્તે છે, એમ અત્રય છે. તે આ પ્રમાણે શુભધ્યાનથી વિશુદ્ધમાન અધ્યવસાયવાળા જીવને સર્વજ્ઞશાસનવિષયક આ સર્વ દેખાય છે એમ કહ્યું તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે તે આ પ્રમાણે – ત્યારે તેના વિચારથી=સમોસરણ આદિ દર્શનને કારણે થયેલા વિચારથી આ= આ જીવને, પ્રીતિ ઉત્પન્ન થાય છે. પૂર્વમાં અવિચારક એવા પોતાના આત્માનો શોક થાય છે. માર્ગ ઉપદેશકને બંધુબુદ્ધિથી ગ્રહણ કરે છે. સદ્ધર્મમાં વિરતચિત્તવાળા અચલોકોને સદ્ભાવનાથી બહુ માને છે. તે કારણથી આટલા પ્રપંચથી લઘુકર્મવાળા જીવોને, સન્માર્ગ અભ્યર્ણવર્તી જીવોને, અભિન્નકર્મ-ગ્રંથિવાળાને અથવા ભિન્નકર્મગ્રંથિવાળાને, પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનવાળા જીવને કેટલો કાળ ભદ્રકભાવમાં વર્તમાન આ જીવનો જે વ્યતિકર થાય છે તે બતાવાયો. અત્યાર સુધી જે જીવો ગ્રંથિભેદને પામવાની નજીકમાં યોગની ભૂમિકાને પામેલા છે છતાં ગ્રંથિભેદ કર્યો નથી તેવા જીવો ભગવાનના શાસનને કઈ રીતે જોનારા છે ? અને જેઓએ ગ્રંથિનો ભેદ ર્યો છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના શાસનને પામીને કઈ રીતે જોનારા છે તેનું અત્યાર સુધી વર્ણન કર્યું. તેમાં સમ્યગ્દષ્ટિથી જીવ સૂક્ષ્મ પ્રજ્ઞાને કારણે ભગવાનના શાસનનું પારમાર્થિક સ્વરૂપ સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈ શકે છે. વળી, ગ્રંથિભેદની નજીક ભૂમિકાવાળા જીવો સ્કૂલબોધવાળા હોવાથી તે ભગવાનના શાસનને તેવા જ સ્વરૂપવાળું પણ સ્કૂલબુદ્ધિથી યથાર્થ જોઈ શકે છે. તે અત્યાર સુધી બતાવ્યું. नृपभूतजिनस्य दर्शनम् तदनन्तरमिदानीं सकलकल्याणाक्षेपकारणभूतां परमेश्वरावलोकनां प्राप्नुवतोऽस्य यः संपद्यते, तत्र योऽसौ कथानकोक्तो रोरो लब्धचेतनो यावदित्थं विप्रकीर्णं चिन्तयति तावद् वृत्तान्तान्तरमपरं महाराजावलोकनलक्षणमापतितं तथेहापि यदाऽयं जीवः सञ्जातस्वकर्मलाघवतया सन्मार्गाभिमुखो भद्रकभावे वर्त्तते तदाऽस्य योग्यतया परमात्मावलोकनलक्षणोऽयमपरो वृत्तान्तः संपद्यते। तत्र योऽसौ सुन्दरे प्रासादशिखरे सप्तमे भूमिकातले निविष्टमूर्तिरधस्ताद्वर्त्तमानं तददृष्टमूलपर्यन्तं नगरं समस्तं समस्तव्यापारकलापोपेतं सकलकालं समन्तानिरीक्षमाणस्तस्माद्बहिरपि सर्वत्राप्रतिहतदर्शनशक्तिः सततानन्दो लीलया ललमानो महानरेन्द्रो दर्शितः स इह निष्कलावस्थायां वर्तमानः परमात्मा भगवान् सर्वज्ञो विज्ञेयः, स एव यतो मर्त्यलोकापेक्षया उपर्युपरिस्थायिन्यो भूमिकाकल्पाः सप्तरज्जवः तदात्मको यो लोकप्रासादस्तच्छिखरे वर्त्तते, स एव हि परमेश्वरो युगपदमुं समस्तसंसारविस्तारं विचित्रनगरव्यापाराकारमलोकाकाशं च तद्बहिर्भागकल्पं केवलालोकेन करतलगतामलकन्यायेनावलोकयति, स एव चानन्तवीर्यसुखपरिपूर्णतया सततानन्दो लीलया ललते, नापरो, भवगतमध्यपतितजन्तुलीलाललनस्य परमार्थतो विडम्बनारूपत्वात्।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy