SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ जीवस्तैर्निराक्रियते, यद्यपि क्वचिदवसरे तत्र तेऽपि प्रवेशयन्त्येनं तथापि तैः प्रवेशितो न परमार्थतः प्रवेशितो भवति, रागद्वेषमोहाद्याकुलितचित्ता यद्यपि यतिश्रावकादिचिह्नाः क्वचिद् भवन्ति, तथापि ते सर्वज्ञशासनभवनाद् बहिर्भूता द्रष्टव्या इत्युक्तं भवति ततश्चायं जीवस्तेन स्वकर्मविवरद्वारपालेन तावती भुवं प्राप्तो ग्रन्थिभेदद्वारेण तत्र सर्वज्ञशासनमन्दिरे प्रवेशित इति युक्तमभिधीयते। ઉપનયાર્થ - સ્વકર્મવિવર નામનો દ્વારપાળ જે પ્રમાણે તે રાંકડો ભટકતો-સંસારરૂપી નગરમાં ભટકતો, તે મંદિરના દ્વારમાં કોઈક રીતે પ્રાપ્ત થયોસુસ્થિત મહારાજાના રાજમહેલના દ્વારને કોઈક રીતે પ્રાપ્ત થયો. અને ત્યાં-સુસ્થિત રાજાના મંદિરના દ્વારમાં, સ્વકર્મવિવર નામનો દ્વારપાળ રહેલો છે. અને તેના વડે સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે, કૃપાળુપણું હોવાથી તે રાજમહેલમાં પ્રવેશ કરાયો તે રાંકડો પ્રવેશ કરાયો. એ પ્રમાણે કથામાં કહેવાયું તે કથાનું તે કથન, આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, અહીં=સંસારી જીવમાં, યોજન કરવું. ત્યાં=સંસારપરિભ્રમણકાળમાં, જ્યારે આ જીવની અનાદિમાન એવા યથાપ્રવૃત્તિકરણ સંજ્ઞાવાળા કરણથી કોઈક રીતે ઘર્ષણપૂર્ણતન્યાયથી=નદીમાં પડેલો પથ્થર ઘસાઈ ઘસાઈને ગોળ થાય એ ન્યાયથી, આયુષ્યકર્મ વર્જિત સાત કર્મોની સ્થિતિની પર્યતવતિની એક કોટાકોટી સાગરોપમને છોડીને સમસ્ત પણ કોટાકોટી સાગરોપમ ક્ષયપણાને પામે છે. તેનું પણ એક સાગરોપમનું પણ, કેટલુંક માત્ર ક્ષીણ થાય છે ત્યારે આ જીવ તે રાજાના સંબંધી જે આચારાદિ દષ્ટિવાદપર્યત પરમ આગમરૂપ દ્વાદશાંગ અથવા તેના આધારભૂત ચાર વર્ણવાળા શ્રમણસંઘરૂપ મંદિર છે. તેના=મંદિરના, દ્વારમાં પ્રાપ્ત થયેલો કહેવાય છે અને ત્યાં પ્રવેશવામાં સમર્થ પોતાના કર્મ નામનો વિવર એ રૂપ સ્વકર્મવિવર, તે જ યથાર્થ રામવાળો દ્વારપાળ થવા માટે યોગ્ય છે. વળી, અન્ય રાગ-દ્વેષ-મોહાદિ ત્યાં દ્વારપાળો વિદ્યમાન છે. કેવલ તે દ્વારપાળો આ જીવને પ્રતિબંધક છે=ભગવાનના શાસનમાં પ્રવેશવામાં પ્રતિબંધક છે, પરંતુ ત્યાં=ભગવાનના શાસનરૂપી મંદિરમાં, પ્રવેશ કરાવનારા નથી. તે આ પ્રમાણે અનંતીવાર પ્રાપ્ત એવો આ જીવ ચારગતિમાં ભ્રમણ કરતાં કરતાં કોઈક વખતે ગ્રંથિદેશમાં અનેક વખત પ્રાપ્ત થયેલો આ જીવ, તેઓ વડે=રાગ-દ્વેષાદિ દ્વારપાળો વડે, ભગવાનના શાસનમાં પ્રવેશ કરતાં નિરાકરણ કરાય છે – જો કે ત્યાં=ભગવાનના શાસનમાં, કોઈક અવસરે તેઓ પણ રાગ-દ્વેષ-મોહતા પરિણામો પણ, આ જીવને પ્રવેશ કરાવે છે=ધર્મ સાંભળવાની કે ધર્મની ક્રિયા કરવાની કોઈક પ્રવૃત્તિઓ કરાવે છે, તોપણ તેઓ વડે પ્રવેશ કરાવાયેલો=રાગ-દ્વેષ-મોહથી ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવાયેલો, આ જીવ પરમાર્થથી પ્રવેશ કરાયેલો નથી. જોકે રાગ-દ્વેષ-મોહાદિ આકુળ ચિત્તવાળા જીવો યતિ, શ્રાવકાદિ ચિહ્નોવાળા ક્યારેક થાય છે તો પણ તે સર્વશતા શાસનના ભવનથી બહિર્ભત જ જાણવા. એ પ્રમાણે કહેવાયું. અને તેથી આ જીવ તે સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે તેટલી ભૂમિને પામેલો ગ્રંથિભેદનું કારણ બને તેટલી ભૂમિને પામેલો, ગ્રંથિભેદ દ્વારા સર્વજ્ઞના શાસનમાં પ્રવેશિત કરાયો તે પ્રમાણે યુક્ત કહેવાયું છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy