SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વર્તે છે ત્યારે તીર્થકર આદિનો યોગ પણ તત્ત્વને અભિમુખ જીવને થવા દેતો નથી. તો વળી ક્યારેક કંઈક કર્મના મલની અલ્પતા થાય છે. ત્યારે તીર્થકર આદિનો યોગ થવાને બદલે કુતીર્થિકોનો યોગ થાય છે. ભગવાનના શાસનમાં રહેલા કસાધુઓનો યોગ થાય છે. જેથી તત્ત્વાભિમુખ શરીર નાશ પામે છે. અને જેના કારણે દુર્ગતિઓની પરંપરાને પામે છે. જેમ, નેમિનાથ ભગવાનના કાળમાં સુમતિ નામના શ્રાવક કુસાધુઓની પાસે સંયમગ્રહણ કરીને પરમાધામી થયા આ રીતે, વિવેક વગર વિપર્યાસથી કર્મો બાંધીને ચારગતિઓમાં ભમતા જીવોને જોઈને વિવેકી એવા મહાત્માઓને તે જીવ કૃપાનું સ્થાન થાય છે, અને પોતાનો આત્મા તેવો અત્યંત અવિવેકવાળો ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે હોવાથી સર્વ જીવોથી અતિજઘન્યતમ છે. તેથી જ કદન્નને ખાઈને અરઘટ્ટઘટ્ટીન્યાયથી અનંતપુદ્ગલપરાવર્તનો સર્વ યોનિસ્થાનોની પ્રાપ્તિ દ્વારા પસાર કરે છે. આ રીતે તે દ્રમકનું સ્વરૂપ બતાવ્યા પછી કથાનકમાં કહ્યું કે તે નગરમાં સુસ્થિત નામના મહારાજા વર્તે છે. તે ભગવાન સર્વજ્ઞ છે; કેમ કે ભગવાને સર્વ ક્લેશનો નાશ કરીને સ્થિર એવું કેવલજ્ઞાન, સ્થિર એવું ક્ષાયિકવીર્ય અને સ્થિર એવું સર્વ ક્લેશરહિત સુખ પ્રાપ્ત કર્યું છે. તેથી, જેમ કોઈ રાજવી જીવનમાં સ્વસ્થ રીતે જીવતા હોય તેમ તીર્થકરો સર્વ ઉપદ્રવો રહિત સુખમય અવસ્થામાં રહેલા છે. વળી, દયાળુ રાજા પ્રજાની હિતચિંતા કરે છે. તેમ, ભગવાન પણ સમસ્ત જીવોની હિતચિંતા કરનારા અતિવત્સલ હૃદયવાળા છે. તેથી, જગતના સર્વજીવોનું રક્ષણ થાય તેવો ઉપદેશ આપે છે. અને મોક્ષ પ્રાપ્તિનું કારણ બને એવા પ્રવચનને બતાવે છે. જેનાથી સર્વ જીવોનું હિત થાય છે. વળી, તે રાજા અત્યંત પ્રખ્યાત કીર્તિવાળા હતા એમ કથાનકમાં કહ્યું તેનું કારણ તીર્થકરો દેવતાઓ, મનુષ્યો આદિ બધા વડે અત્યંત પૂજાય છે. તેથી, તેઓની કીર્તિ એક ઉત્તમપુરુષ તરીકે જગતમાં વિખ્યાત છે. માટે મહારાજા શબ્દોથી તીર્થકરોને જ કહી શકાય, અન્યોને નહીં. ઉપનય : स्वकर्मविवरो द्वारपालः यथा च स रोरः ‘पर्यटस्तस्य मन्दिरद्वारं कथञ्चित्प्राप्तः, तत्र च स्वकर्मविवरो नाम द्वारपालस्तिष्ठति, तेन च कृपालुतया तत्र राजभवने प्रवेशितः इत्युक्तं तदेवमिह योजनीयम्-तत्र यदाऽस्य जीवस्याऽनादिमता यथाप्रवृत्तसंज्ञेन करणेन कथञ्चिद् घर्षणघूर्णनन्यायेनायुष्कवर्जितानां सप्तानां कर्मप्रकृतीनां स्थितेः समस्ता अपि सागरोपमकोटीकोटयः पर्यन्तवर्तिनीमेकां सागरोपमकोटीकोटिं विहाय क्षयमुपगता भवन्ति, तस्या अपि कियन्मानं क्षीणं, तदाऽयं जीवस्तस्याऽऽत्मनृपतेः सम्बन्धि यदेतदाचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं परमागमरूपं तदाधारभूतचतुर्वर्णश्रीश्रमणसङ्घलक्षणं वा मन्दिरं तस्य द्वारि प्राप्तोऽभिधीयते, तत्र च प्रवेशनप्रवणः-स्वस्य आत्मीयस्य, कर्मणो विवरो=विच्छेदः स्वकर्मविवरः स एव यथार्थाभिधानो द्वारपालो भवितुमर्हति, अन्येऽपि रागद्वेषमोहादयस्तत्र द्वारपाला विद्यन्ते, केवलं तेऽस्य जीवस्य प्रतिबन्धका, न पुनस्तत्र प्रवेशकाः, तथाहि-अनन्तवाराः प्राप्तः प्राप्तोऽयं
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy