SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ सौन्दर्यैर्मित्रवर्गः सार्द्ध नानाविधक्रीडाविलासै रममाणः समग्रेन्द्रियग्राममालादातिरेकमास्कन्दयिष्यामीति। तदिदमेकान्ते भिक्षाभक्षणाकाङ्क्षासदृशमवसेयम्। ઉપનયાર્થ : વળી, ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે સંસારી જીવ ચિંતવન કરે છે કે ત્યારપછી=અત્યાર સુધી જે મનોરથો કર્યા તે મનોરથોને અનુરૂપ હું વૈભવ સંપન્ન થઈ જઈશ ત્યારપછી, અતિસમૃદ્ધ હોવાને કારણે અને નિશ્ચિતપણું હોવાને કારણે પરિપૂર્ણ સમગ્ર સામગ્રીવાળો હું વિધિપૂર્વક કુટિમાવેશિક રસાયન કરીશ, અર્થાત્ જીવનમાં કોઈ સામગ્રીની ન્યૂનતા ન હોવાથી સંપન્ન થયેલો હું વિધિપૂર્વક કુટીપ્રાવેશિક રસાયન કરીશ. ત્યારપછી તેના ઉપભોગથી વલી પલિત ખાલિત્યથી બંગાદિવિકલ= શરીરની કરચલીઓ, માથાના વાળ ધોળા થવા રૂપ પલિત અને ખાલી ચઢવી આદિ શરીરની ખામીઓથી વિકલ, જરા-મરણ વિકારથી રહિત દેવકુમારથી અધિકતર પ્રકાશને કરનારું, નિઃશેષ વિષય ઉપભોગનું ભાજત એવું મહાપ્રાણ શરીર મને પ્રાપ્ત થશે, તે આ=સંસારી જીવ, વિચારે છે તે આ, પ્રાપ્ત થયેલી ભિક્ષાવાળા દ્રમકતો એકાંતગમતનો મનોરથ જાણવો. જેમ તે ભિખારી વિચારતો હતો કે શ્રેષ્ઠ ઘરમાંથી સુંદર ભોજન પ્રાપ્ત કરીને હું એકાંતમાં જઈને તેનો ઉપભોગ કરીશ, કોઈને મારી ભિક્ષા આપીશ નહીં. તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ભોગવિલાસ માત્રમાં સારબુદ્ધિવાળા જીવોને મનોરથો થાય છે કે આ ઉત્તમ વૈભવને પામ્યા પછી હું મારું શરીર તેવું સુંદર બનાવું કે જેથી કોઈ વિકારો દેહમાં થાય નહીં અને હું બધા વિષયો ભોગવીને અત્યંત આનંદ માણું. વસ્તુતઃ તેવા ઉત્તમભોગને પામેલા પણ ભગવાનના શાસનવર્તી જીવો હંમેશાં આત્માના નિરાકુલ અવસ્થાના અર્થી હોય છે. તેથી ભૂતકાળના પુણ્યથી વિપુલ પ્રમાણમાં ભોગસામગ્રી મળેલી હોય તોપણ હંમેશાં આત્માને તત્ત્વથી ભાવિત કરીને ઇચ્છાઓના ઉચ્છેદ માટે જ યત્ન કરે છે. અને સંયમ ગ્રહણ કરીને અધિક સુખી થવાના મનોરથો કરે છે. પરંતુ બાહ્ય મનોરથો કરીને આત્માને કાલુષ્યવાળો કરતા નથી. જ્યારે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારીજીવો આવા જ દેહ આદિના અસાર ભાવોને પ્રાપ્ત કરવાના મનોરથો કરે છે. વળી, ફરી માને છે=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે જીવો મનોરથ કરે છે. શું મનોરથો કરે છે ? તે બતાવે છે – ત્યારપછી કુટીપ્રાવેશિક રસાયણ ઉપભોગ કરીને સુંદર દેહ કર્યા પછી, હું અતિ પ્રમુદિત ચિત્તવાળો ઊંડા રતિસાગરમાં અવગાઢ થયેલો તે સ્ત્રીઓના સમૂહ સાથે રમતો આ પ્રમાણે કરીશ. શું કરીશ ? તે “યહુતીથી બતાવે છે – ક્યારેક સતત પ્રવર્તતા કામરસને પરવશ એવો હું સુંદર સ્ત્રીઓની સાથે વિનોદથી સ્પર્શેન્દ્રિયને પ્રીતિને અનુભવીશ. (આ પ્રકારે વિચારીને કામવૃત્તિના મનોરથો દ્વારા જ આનંદ લેવા વિકલ્પો કરે છે અને ઈચ્છા શાંત નહીં થયેલી હોવાથી ઈચ્છાની આકુળતાની વ્યથાને જ સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે આ જીવ કરે છે.) વળી, ક્યારેક રસેન્દ્રિયના ઉત્સવ દ્વારા સ્વસ્થ કરાયેલ બધી ઈન્દ્રિયોવાળા એવા મનોજ્ઞ રસોના આસ્વાદને હું કરીશ અર્થાત્ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે માત્ર બાહ્ય ભોગોમાં જ તત્વને જોનારા જીવો સુંદર ભોજન
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy