SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હોવા છતાં અત્યંત સંહત પણ નથી. અર્થાત્ જો પરસ્પર બધાં એકચિત્તવાળાં થાય તો મને પણ ઉખેડીને રાજ્ય લેવાવાળાં થાય, તેથી તેઓ પરસ્પર સંહત નથી. વળી, યુદ્ધકાળમાં બધાં સ્વામીને વફાદાર થઈને લડે તેવા અભિન્ન ચિત્તવાળાં પણ થાય. વળી, નમસ્કારની લાલસાવાળા રાજાનાં વંદો અને મુગટના મણિમાં વર્તતાં કિરણોનાં જાળાં વડે મારા ચરણકમલને પ્રતિદિન રંજિત કરશે. હું ઘણા ભૂમિમંડલનો અધિપતિ થઈશ, પ્રજ્ઞાથી અવજ્ઞા કરી છે દેવતાઓના મંત્રીઓની જેણે એવા અમાત્ય મહત્તમો મારાં સમસ્ત કાર્યોની તંત્રણા કરશે. તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ સુસંસ્કૃત, ભિક્ષાના લાભની ઈચ્છાતુલ્ય જાણવું. સુસંસ્કૃત ભિક્ષાને પ્રાપ્ત કરવાની ઇચ્છા થયેલી તેના જેવી સર્વજ્ઞ શાસનની પ્રાપ્તિ પૂર્વે રાજ કુળમાં જન્માદિના કારણે ગ્રંથકારશ્રીના જીવને ઇચ્છાઓ થતી હતી. જેમાં તે ભિખારીને સારાં ઘરોમાં “સુંદર ભિક્ષા લેવાની ઇચ્છા” હતી તેના જેવી જ સંસારી જીવને સુંદર બાહ્યભોગોની ઇચ્છા ધર્મપ્રાપ્તિ પૂર્વે થાય છે. વસ્તુતઃ વિવેકસંપન્ન જીવને ધર્મપ્રધાન ચિત્ત જ સ્વસ્થતાનું કારણ જણાય છે, ભોગની ઇચ્છા વિકારરૂપ જણાય છે એવા મહાત્માઓ ઉત્તમ પણ ભોગો ભોગની ઇચ્છાને શમન માટે કરતા હોય તોપણ હંમેશાં આત્માની સ્વસ્થતાના સુખના અર્થી હોય છે. તે જીવો ચિત્તની સમાધિરૂપ સ્વસ્થતામાં પ્રબળ કારણરૂપ ધર્મની જ વિશેષ વિશેષ પ્રાપ્તિની ઇચ્છા કરે છે. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેના જીવોને ભોગજન્ય સુખ સિવાય અંતરંગ સ્વસ્થતાના સુખને જાણી શકતા નથી તેથી પૂર્વમાં વર્ણન કરાયેલી તેવી ઇચ્છાઓથી આકુળ થઈને સદા તે ભિખારીની જેમ દુઃખી જ રહે છે. ઉપનય : पुनश्च चिन्तयति-ततोऽहमतिसमृद्धतया निश्चिन्ततया च परिपूर्णसमग्रसामग्रीकः करिष्यामि विधिना कुटीप्रावेशिकं रसायनं, ततस्तदुपयोगात् संपत्स्यते मे वलीपलितखालित्यव्यङ्गादिविकलं जरामरणविकाररहितं देवकुमाराधिकतरद्युतिवितानं निःशेषविषयोपभोगभाजनं महाप्राणं शरीरम्। तदिदं लब्धभिक्षस्यैकान्तगमनमनोरथसममवगन्तव्यम्। ___ भूयश्च मन्यते-ततोऽहमतिप्रमुदितचेता गम्भीररतिसागरावगाढस्तेन ललनाकलापेन सार्द्ध ललमानः खल्वेवं करिष्ये यदुत-क्वचिदनवरतप्रवृत्तमदनरसपरवशोऽनारतसुरतविनोदेन स्पर्शनेन्द्रियं प्रीणयिष्ये। क्वचिद्रसनेन्द्रियोत्सवद्वारेण स्वस्थीकृताशेषहषीकवर्गान्मनोज्ञरसानास्वादयिष्ये। क्वचिदतिसुरभिकर्पूरानुविद्धमलयजकश्मीरजकुरङ्गमदादिविलेपनद्वारेण च पञ्चसुगन्धिकताम्बूलास्वादनव्याजेन चाहं घ्राणेन्द्रियं तर्पयिष्ये। क्वचिदनारतताडितमुरुजध्वनिसनाथममरसुन्दरीविभ्रमललनालोकसम्पादितमनेकाकारकरणाङ्गहारमनोहरं प्रेक्षणकमीक्षमाणश्चक्षुरिन्द्रियानन्दं विधास्ये। क्वचित्कलकण्ठतत्प्रयोगविशारदजनप्रयुक्तं वेणुवीणामृदङ्गकाकलीगीतादिस्वनमाकर्णयन् श्रोत्रेन्द्रियमालादयिष्ये। क्वचित्पुनरखिलकलाकलापकौशलोपेतैः समानवयोभिः समर्पितहदयसर्वस्वैः शौर्योदार्यवीर्यवरपहसितमकरध्वज
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy