SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શાંબ--પ્રદ્યુમ્ન ચરિત્ર दानिनोऽपि प्रियालापा, ज्ञानिनश्च न मानिनः । बलिनोऽपि क्षमाभाजो, धनिनोऽपि च दानिनः॥ अस्यां निवासिनो लोका. दूरे संतु विवेकिनः। तिर्यचोऽपि द्विपाः संति, प्रभूतदानदायकाः ७८॥ दानस्यावसरे केचि-द्भवंति विघ्नकारिणः । हया अपि स्ववेगेन, प्रेरका अत्र संति च ७९। यादवा बलगर्वेण, गणयंति न कानपि। स्वदोः पराक्रमाक्रांत-पारवारवसुंधराः ।८०। यथा सुवर्णमुद्रायां भांति रत्नं तथाऽत्र तु । कपिशीर्षाणि रत्नानां प्राकारे हेमनिर्मिते ।८१॥ एतस्याः सुखमास्तोतुं, शेषेणापि न शक्यते । एकया जिह्वया वक्तुं, तत्कथं क्षम्यते मया ।८२। રસ્તામાં અનેક પ્રકારનાં કૌતુકે જોતાં જાય છે. વિમાન દ્વારિકા ઉપર આવ્યું. દ્વારિકાની શોભા જોઈને આશ્ચર્ય ચક્તિ બનેલ પ્રદ્યુમ્ન વિચારે છેઃ “અરે, આ શું હશે ? સ્વર્ગપુરીને શરમાવે એવી આ કઈ વિભૂતિ હશે ? આજ સુધી આવી અદ્દભુત નગરી મારા જેવામાં આવી નથી. આ કઈ મનુષ્યલકની નગરી લાગતી નથી.” વિચારીને નારદને પૂછયું : “સ્વામિન, પૃથ્વી ઉપર આવું અદ્દભુત કયું સ્થાન છે ? શું ઈન્દ્ર પોતાની શક્તિથી સ્વંગલકનો કઈ ખંડ પિતાના વિશ્રામ માટે પૃથ્વી ઉપર ઉતાર્યો છે? અથવા સ્વર્ગલોકમાં કરોડોની સંખ્યામા દેવ હોવાથી ત્યાં ભીડ થવાને કારણે ઈન્દ્ર દેવોને રહેવા માટે આ સ્થાન બનાવ્યું છે કે શું ? અથવા પિતાની આઠ અગ્રમહિલી (ઈન્દ્રાણી) એમાં પરસ્પર ફલેશ થવાથી, તેમાંની એકાદ-બે ઈન્દ્રાણીના નિવાસ માટે આ સ્થાન આપ્યું હશે ?' નારદજીએ હસીને કહ્યું : “હે મહાબાહ, તે જે જે કલ્પના કરી તેમાંની તારી એક પણ ક૯૫ના સાચી નથી. સાંભળ, આ દ્વારિકા નગરી છે. તારા પિતા વિષ્ણુના નિવાસ માટે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે આ નગરી વસાવી છે. સંપત્તિ અને સુખ વડે સ્વર્ગલેકથી ચઢીયાતી આ નગરીમાં કઈપણ જાતની ન્યૂનતા નથી. આ નગરીમાં કલ્પવૃક્ષ સમાન અનેક જાતના વૃક્ષોથી સુશોભિત નંદનવન જેવાં અનેક ઉદ્યાને છે. વિચિત્ર પ્રકારના પગથિયાથી સુશોભિત દેવેની કીડા માટેની વાવડીઓ જેવી કમલેથી યુક્ત અનેક જાતની વાવડીઓ છે. રન અને મોતીઓની જાળીઓથી શોભિત અનેક ગવાક્ષવાળી આકાશને અડીને રહેલી અસંખ્ય હવેલીઓ અને પ્રાસાદા છે. દેવલોકમાં તો એક દેવે ભોગવેલી દેવીને બીજે દેવ ભોગવી શકે છે, દેવોમાં પણ આ રીતે વિરૂદ્ધ પ્રવૃત્તિ ચાલે છે, જ્યારે આ દ્વારિકાનગરીમાં તે રૂપવતી રમણીઓ પતિપરાયણ મહાસતીઓ છે. પુરૂષે પણ સ્વદારીસંતેવી છે. તેમાં કેટલાંક સહઅયોધી (એક પુરૂષ હજાર માણસની સાથે ટક્કર ઝીલી શકે), લક્ષધી વિરપુરૂષ છે. તેમજ વિદ્યાસિદ્ધ, માંત્રિક, તાંત્રિક આદિ અનેક સિદ્ધપુરૂ છે. વળી આ નગરીમાં પ્રિયભાષી દાનવીરે, નિરભિમાની પંડિતે, ક્ષમાશીલ શૂરવીરે તેમજ ધનિકે ક્રોડેની સંખ્યામાં વસે છે. આ નગરીના રહેવાસી વિવેકી મનુષ્યો તે દાની છે જ પરંતુ, અહીંના તિર્યંચ પશુ-હાથી આદિ પણ દાન આપનારા છે! દાનના અવસરે કઈ વિનકર્તા બને તે અશ્વો પિતાના વેગથી તેના પ્રેરક બને છે. પિતાના પરાક્રમથી સમુદ્રપર્વતની પૃથ્વીને ભેગવનારા યાદવે પોતાના બલગર્વ વડે બીજાને તુચ્છ ગણે છે. સુવર્ણની મુદ્રિકામાં જેમ રત્ન શોભે તેમ આ નગરીના સુવર્ણના કિલ્લામાં રત્નના કાંગરા શોભે છે. પ્રદ્યુમ્ન, દ્વારિકા નગરીની સુખ-સંપત્તિનું વર્ણન મારી એક જીવાથી કરવા માટે હું સમર્થ નથી. અર્થાત્ આ નગરીની શોભા અપરંપાર છે.” द्वारवत्या इति श्रुत्वा, वर्णनं नारदाननात् । उत्सुकश्चेक्षितुं जातो. मदनो द्रुतमेव तां ।८३। ततः स नारदप्रोचे, नाथाज्ञा तव चेद्भवेत् । द्वारिकां दृष्टुमेकाकी, गच्छाम्यहं कुतूहलात् ॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy