SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૦ જ મારા પતિ છે.’ કૃપા કરીને મારા સ્વામીને તમે મેળવી આપેા. નહીંતર હું મરણને શરણુ થઈશ.' આ પ્રમાણે ખોલતી અને પાંડુરાજાના સંગમનું ધ્યાન કરતી અને માતા-પિતાના માહના ત્યાગ કરતી કુંતીએ ગળામાં પાશ નાંખ્યા. આ બાજુ કુંતીના સ્નેહપાશથી બંધાયેલા પાંડુરાજાએ આ મુદ્રિકાના પ્રભાવ સત્ય છે કે અસત્ય, તેની પરીક્ષા કરવા માટે કુંતીનું ધ્યાન કર્યુ” કે તરત જ કુંતી જ્યાં હતી તે ઉદ્યાનમાં આવી ગયા ! તે જાણે ‘મારા વિયેાગથી આનું મરણ ના થાઓ.’ તે માટે જ આવ્યા ના હોય ! અથવા બન્નેના સ્નેહ એક સરખા છે,” તે જણાવવા માટે આવ્યા ના હોય ! કુંતીના વચનને અનુસરીને તેને એળખી રાજાએ તરત જ તેના ગળામાં પડેલા ફ્રાંસલાને કાપી નાખ્યા, અને સ્નેહપાશથી બે હાથે ઉચકીને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી. સ્નેહાળ હાથના સ્પર્શથી રામાંચિત બનેલી કુંતીએ રાગદૃષ્ટિથી પાંડુ રાજા પ્રત્યે પ્રેમભાવ દેખાડો. દન અને સ્પેનથી બંનેની ગાઢ પ્રીતિ થઇ. ત્યાં ને ત્યાં પાંડુરાજાએ કુંતી સાથે ગાંધવ વિવાહ કરી લીધા. ‘કયાં હું અને કયાં આ ? દૈવયેાગે બંનેનું મિલન થયું છે, તેા આ અવસરે વિલબ કરવા ના જોઇએ. પહેલાં મનનું સામ્યપણું હતું, હવે તનનું સામ્યપણું કરીને પ્રીતનું સવેદન અનુભવવુ,' એમ વિચારી કુતી સાથે પાંડુ રાજાએ રતિક્રીડા કરી. સમુદ્રમાં રહેલી છીપમાં સ્વાતિનક્ષત્રનું એક બિંદુ મૌક્તિક (મેાતી)ને ઉત્પન્ન કરનારૂ' બને છે તેમ, તે સાગથી કુંતીએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યાં. પેાતાની ઈચ્છાની પૂતિ કરીને પાંડુ રાજા જવાની ઈચ્છા કરે છે, ત્યારે કુતીએ લજ્જાથી તેને કહ્યું : ‘સ્વામિન્, હું આજે ઋતુસ્નાતા છું. આપના બીજથી મને ગર્ભાધાન થશે તે લેાકેામાં હું શુંઉત્તર આપીશ? આપતા જાવ છે !” ત્યારે પાંડુ રાજાએ પોતાના નામવાળી મુદ્રિકા અને કડકણુ ચિહ્ન તરીકે આપીને તેને આશ્વસ્ત કરી. મુદ્રિકાના પ્રભાવથી રાજા પેાતાના નગરમાં પાછા આવ્યા. દિનપ્રતિદિન કુંતીનો ગર્ભ વૃદ્ધિ પામ્યા. ચતુર એવી કુંતીએ તેને ગુપ્ત રાખવા માટે ઘણી કેાશિશ કરી, પર`તુ ગર્ભની વાત કાઈ ને કાઈ રીતે દાસીઓના જાણવામાં આવી. અજ્ઞાત અને કાઈપણ નવી વાત સ્ત્રીએના હૃદયમાં સમાતી નથી.’ તેમાંની મુખ્ય દાસીએ કુંતીની માતાને વાત કરી. રાણીએ રાજાને કહ્યું. રાજાએ કહ્યું : દેવી, એને પૂછે. એ પાપિણી પુત્રીએ આપણા કુળને કેવી રીતે કલકિત કર્યુ· ?” ઉદાસીન બનેલી માતાએ આવીને પૂછ્યું : ‘બેટી, આ તારૂ' પેટ કેમ વધ્યું ? જે હાય તે સાચેસાચુ કહી દે.’ ત્યારે કુંતીએ કહ્યું: ‘માતાજી, જરાયે વિષાદ ના કરો. બીજા કાઈ પુરૂષ સાથે નહીં પરંતુ પાંડુ રાજા સાથે જ મારો સચૈાગ થયા છે. આપ તા જાણેા છે કે હું પાંડુ રાજાને મનથી વરી ચૂકી છું.’ એ પ્રમાણે આદિથી અંત સુધીના બધા વૃત્તાંત કહીને નિશાની તરીકે પાંડુ રાજાના નામની મુદ્રિકા અને સ્વણુના કંકણુ ખતાવ્યાં. કુંતી પાસેથી વાત જાણીને હર્ષ અને ખેઢને ધારણ કરતી રાણીએ રાજા પાસે આવીને બધી વાત કરી. દીર્ઘ દૃષ્ટિવાળા રાજાએ લેાકમાં આ વાતની પ્રસિદ્ધિ ના થાય,' એ રીતે ગુપ્તપણે કુંતીને રાખી. પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે છે, તેમ પૂ માસે કુંતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. રાત્રિના સમયે કુતીએ પુત્રને કાંસાની પેટીમાં સુવાડયો. પોતાની અને પતિના નામની મુદ્રિકા પેટીમાં મૂકીને ગંગા નદીમાં પેટીને વહેતી મૂકી દીધી. પવનથી પ્રેરાઈને પેટી હસ્તિનાપુરના કાંઠે આવી. ત્યાં પ્રભાતમાં ‘સૂત” નામના સારથીએ પેટી જોઈ. નદીમાંથી પેઢીને બહાર કાઢી, પેાતાના ઘેર લાવ્યા. પેટીમાં લક્ષણવંત ખાળકને જોયા. પેાતાની પત્ની રાધાને તે આપ્યા. રાધા પણ બાળકનુ પુત્રરૂપે પાલન કરે છે. પાલક માતા-પિતાએ પુત્રનું નામ ‘કણું” રાખ્યું. વય અને ગુણેાથી વધતા કણ, લેાકમાં અને રાજાને પ્રિય થયેા. અ ધકવૃષ્ણુિ રાજાએ કુંતી અને પાંડુરાજાના સ`બંધ જાણીને નગરવાસીઓની સમક્ષ ઉલ્લાસપૂર્વક ૬૩
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy