SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર રૂપ જોયું છે ? તે પુરૂષે કહ્યું: “રાજન, માનવીય સ્ત્રીનું આ સાચું રૂપ છે. ચિત્રમાં તો એક અંશ પણ નથી. તેણીનું સાક્ષાત્ રૂપ તે કેઈ અનેરું છે. એ કન્યા કેણ છે, તે હું આપને કહું છું : શોર્યપુર નગરના “અંધકવૃષ્ણિ” રાજાના દશ પુત્રો “દશાહ' તરીકે લોકમાં પ્રસિદ્ધ છે. તેમની ભગિની “કુંતી' નામની છે. તે ખરેખર, કામદેવની તીણ કુંતી (ભાલી) જાણે ના હોય ! તેવી રૂપવતી કુંતી, બાલપણથી જ જગતની સ્ત્રીઓના રૂપને અવગણે છે. અર્થાત્ અત્યંત સુંદર રૂપવાળી કુંતીને જોઈને મેં મારા જ્ઞાન-વિજ્ઞાનની અજમાયશ કરવા માટે ફલક ઉપર આ ચિત્રનું આલેખન કર્યું છે. એક દિવસે કુંતીના પિતા પુત્રીનું અદ્દભુત રૂપ જોઈને ચિંતારૂપી સમુદ્રમાં ડૂબી ગયાઃ “અરે, મારી આવી સુંદર પુત્રીને પતિ કે શું થશે? ચિંતાતુર રાજાએ મારી પાસે કુંતીના ચિત્રનું આલેખન કરાવ્યું. તે જ આ ચિત્ર છે. આ પ્રમાણે કહીને રાજાને ચિત્ર પ્યું. રાજાએ તેને સત્કાર કરીને વિદાય કર્યો. ફલક ઉપર રહેલા ચિત્રને જોઈ જોઈને પાંડ રાજા કામાતુર બની ગયે. આશ્ચર્યચકિત થયેલો રાજા વિચારે છેઃ “નીલકમલ સમાન તેણીનાં નેત્ર, કલશ સમાન તેણના સ્તન, મૃણાલ (કમલની નાલ) સમાન તેણના ભુજાદંડ, શ્રેષ્ઠ પલ્લવી સમાન તેણીની કેમલ અંગુલીઆ, વીર પ્રાણીઓમાં ભયંકર એવા સિંહની કટી સમાન તેણીને કટપ્રદેશ, ખરેખર ! તેના શરીરના અંગોપાંગનું શું વર્ણન કરવું? તેણીનું બધું જ અદ્ભુત છે. મનુષ્ય સ્ત્રી હોવાથી તેણીના વિવાહને ચગ્ય દેવે તે થઈ શકે નહીં. મનુષ્યલેકમાં કઈ સદભાગી મનુષ્ય જ તેનો ભાવિ પતિ થશે !” આ પ્રમાણે વિચારતો રાજા ક્ષણવાર નવપલવિત વૃક્ષોની પંક્તિઓને જુવે છે, તે ક્ષણવાર ચિત્રપટને જુવે છે. આ રીતે રાજાનું મન દ્વિધામાં પડી ગયું. સર્વત્ર તેને ચિત્ર જ દેખાય છે ! નારંગીના વૃક્ષ તેને નાગના રંગ જેવા લાગે છે, બકુલવૃક્ષ કજિયા કરનારાં, અશોકવૃક્ષ શેક આપનારાં અને ક્રકચવૃક્ષ કાચકા જેવાં લાગે છે. કદલીવૃક્ષ થાંભલા જેવાં, નાગરવેલ લતા જેવી, માલતી પુષ્પ સંતાપ આપનાર, જુઈ પુષ્પ જાતિને નાશ કરનાર, વાવના શીતલ જલ તેને ઉષ્ણુ લાગે છે. વાવડીઓ વાવડ જેવી, કાસાર (સરોવર) તેને અસાર લાગે છે. આ પ્રમાણે મહિના કારણે રાજાને જરાય ચેન પડતું નથી. दहशे भ्रमता तेन, चंपकद्रुमपंक्तिषु । यंत्रितो लोहनाराचै-नर एको विमूछितः ।४९। कामेनात्याकुलत्वेऽपि, तं दृष्ट्वा पांडुपार्थिवः । कोऽयमति संकल्प्य, गतः स तस्य सन्निधौ ॥ यावत्तत्र गतस्तावत्, खड्गं भूपतितं पुरः। दृष्ट्वा चादाय पाणिभ्यां, प्रत्याकारमथैक्षत ।५१॥ औषध्यौ लिखिते खड्गे, तत्र द्वै तेन वीक्षिते । वपुर्विशल्यका ह्यका, व्रणरोहिणीतरा ५२॥ ते द्वै अपि समादाय, मुक्त्वा खड्गं जगौ नृपः । हे मर्त्य ! वर्तसे त्वं क-स्तवावस्थेशी कथं? ॥ दीनस्वरेण सोऽप्याह, परोपकारमानसः । नाम्नाऽनिलगतिर्वर्ते, विद्याभृतामधीश्वरः ।५४। कांताशनिवता विद्या-धरेण मम कामिनी । विद्ययापहृता तस्य, पृष्टेऽहमपि निर्गतः।५५। उभयोर्मिलने युद्ध, जाते तेन नियंत्रितः। अथ त्वं मां कृपां कृत्वा, कष्टादस्माद्विमोचय ।५६। इति श्रुते महीजानि-स्तं च बंधनसंकटात् । मोचयित्वा स्वहस्ताभ्यां, तदीयं देहमामृशत् ।५७। अद्यापदि जोवितस्य, दाता त्वं वर्तसे मम । स्वस्थीभूतेन तेनेत्यु-दित्वौषध्यौ समर्पिते ।५८॥ पुनः प्रत्युपकाराय, वांछितस्थानगामिनी । तस्यैका मुद्रिका दत्ता, सख्यं च स्वीकृतं मिथः ॥ भूयःसंतोषयोगेन, विद्याधरो विसर्जितः । कुंतीमेव हृदि ध्यायन्, भूपोऽपि प्रस्थितः पुरे ।६०।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy