SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ ૫૯ તેવામાં મોટા મોટા હાથીઓ, ઘોડાઓ, રથે અને અસંખ્ય સૈનિકેથી યુક્ત, વિવિધ જાતના વાજિંત્રોના ગગનભેદી અવાજથી ભરપુર એવી ચકવર્તીના સૈન્યની જેમ વિશાલ ચતુરંગી સેનાને પૃથ્વી ઉપર રહેલી જોઈને, કૌતુકી એવા પ્રદ્યુમ્ન પૂછ્યું : “સ્વામિન, ધરતી ઉપર રહેલું આવડું મેટું વિશાળ સૈન્ય કેવું છે?” હસીને નારદે કહ્યું : “વત્સ, જેને માટે તેને લઈ જવામાં આવ્યો છે, તેનું આ સૈન્ય છે ! એનું બહુ મોટું કારણ છે, કે જે બળવાન મનુષ્યથી પણ દુર્વાર્ય છે. વત્સ, તું સાંભળઃ બીજાઓથી યુદ્ધમાં દુઃખેથી પણ જીતી શકાય નહીં, તે કુરૂવંશમાં ઉત્પન્ન થયેલ “દુર્યોધન” નામને પરાક્રમી રાજા છે. શ્રી ઋષભદેવ ભગવંતના તીર્થમાં પ્રથમ દાતા શ્રેયાંસકુમાર નામના કલ્યાણકારી રાજા થયા. તેમનો યશ દિગંત વ્યાપી હતે. તેના પ્રશસ્ય વંશમાં “કુરૂ” નામને યશસ્વી રાજા થયો. તેજના ધામરૂપ કુરૂ રાજાના નામથી “કુરુક્ષેત્ર અને “કુરુવંશ' પ્રસિદ્ધ થયા. એ કુરુવંશમાં હજારો પરીકમી અને શૂરવીર રાજાઓ થયા. તેમાં ન” નામના રાજાનો ‘વિચિત્રવીર્ય' નામનો બળવાન પુત્ર થયો. એ વિચિત્રવીર્ય રાજાની અંબા, અંબિકા અને અંબાલિકા નામની રૂપલાવણ્યમતી ત્રાગુ રાણુઓ હતી. પરસ્પર સત્ય અને સ્નેહને ધારણ કરનારી તે ત્રણે બેનને (રાણીઓને) ત્રણે જગતમાં વિખ્યાત ત્રણ પુત્રો થયા. પોતાના પરાક્રમથી રાજ્યને પ્રાપ્ત કરનાર ધ તરાષ્ટ્ર, શરીરની ઉજવલ કાંતિવાળે પાંડુ અને વિદ્વાન્ એવો વિદુર. અત્યંત કામાસક્ત એવા વિચિત્રવીર્ય રાજાને ક્ષયરોગ લાગુ પડશે. દિનપ્રતિદિન શરીર ક્ષીણ થતું હોવાથી તેના સ્થાને પ્રધાનોએ પાંડુને રાજયસિંહાસને બેસાડ્યો. પાંડુ રાજાએ પોતાની સંતતિની જેમ પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરતા, રાજ્યનો વિસ્તાર વધાર્યો. તે લોકપ્રિય રાજા બન્યા. “યથા રાજા તથા પ્રજા–એ ન્યાયે રાજા ન્યાયી અને સદાચારી હેવાથી પ્રજા પણ એવા પ્રકારની બની. એક દિવસે પાંડુ રાજા વિકસ્વર પત્ર-પુષ્પ-ફૂલથી નવપલ્લવિત બનેલા ઉદ્યાનમાં ફરવા માટે ગયા. ત્યાં માલતી, જાઈ, ગુલાબ, મેગરા, આમ્રમંજરી આદિ પુષ્પોની ભ્રમરની જેમ સુવાસ લેતા અને આમ્રફળ આદિ ફળાનું આસ્વાદન કરતા, છાપૂર્વક વનશ્રીને જોતા ફરી રહ્યા હતા, ત્યાં આમ્રવૃક્ષની નીચે બેઠેલા એક પુરૂષને તેમણે જોયો. તે પુરૂષ જાણે રાજાને બતાવવા માટે ના હોય તેમ રેશમી વસ્ત્રમાં વીંટાળેલા ફલકને વારંવાર ઉઘાડ-વાસ કરી રહેલ હતું. રાજાએ તેને જોઈને પૂછયું : “અરે, તારી પાસે શું છે? તું વારવાર શું જોઈ રહ્યો છે ?” તેણે કહ્યું : “મહારાજા, મારી પાસે બીજું કઈ નથી, પરંતુ એક ચિત્ર છે. તેને જોતાં આંખો ધરાતી નથી, એટલે વારંવાર જોઈ રહ્યો છું.” રાજાએ કહ્યું : “તે ચિત્ર મને બતાવ ને !” રાજાના અતિ આગ્રહથી તેણે બતાવ્યું. તે એક કન્યાનું ચિત્ર હતું. તેને જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયા. પિતે ચિત્રમય બની ગયો. “અહે, શું આ કન્યાનું અદભુત રૂપ છે ! એનું લાવણ્ય કેવું મજાનું છે ! ખરેખર, ચિત્રમાં રહેલું આ રૂપ જે મનુષ્યના મનને હરે છે, તો એનું સાક્ષાત્ રૂપ કેટલું સુંદર હશે ? એને વેણુદંડ (ચોટલો) કે શ્યામ અને સુંદર છે ! જાણે કાળો નાગ ના હોય ! તેમ છતાં તેને આલિંગન કરવાની ઈચ્છા થાય છે. નહીંતર તે કાળા ભયંકર નાગને સ્પર્શમાત્ર ભયથી શરીરને ધ્રુજાવી દે! એના મુખની શોભાને કવિઓએ ચન્દ્રની (ચન્દ્રમુખી) ઉપમા આપી છે, પરંતુ તેમાં કવિઓની પંડિતાઈ ના કહેવાય ! કેમકે ચન્દ્ર કલંકી છે. જ્યારે આ કન્યાનું મુખ નિષ્કલંક શેભી રહ્યું છે. મર્યલાકમાં શું સ્ત્રીઓનું આવા પ્રકારનું રૂપ હેતું હશે ? આ પ્રમાણે ચિત્રમાં મુગ્ધ બનેલા રાજાએ એ પુરૂષને પૂછયું : આ કેઈ માનવીય સ્ત્રીનું રૂપ છે કે કેઈ અપ્સરાનું? માનવીય સ્ત્રી હોય તે તે વિવાહિતા છે કે અવિવાહિતા ? હે પુરૂષ, જગતમાં પર્યટન કરતાં તે બીજે ક્યાંય આવું
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy