SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ ૫૫ લાગ્યું. દાંત કચકચવા લાગ્યા અને હાથ પગ જાણે જૂઠા પડી ગયા હોય તેમ લાગવા માંડ્યા. તેથી વ્યાકુળ બનેલા અને ક્રોધિત થયેલા નારદે કહ્યું : “વત્સ, તારી ઈચ્છા મુજબ તું ચાલી રહ્યો છે. તું તારા માતા-પિતા-બંધુ અને સ્વજન-કુટુંબને મળવા જાય છે, ત્યારે મને શા માટે પીડી રહ્યો છે ! તારી માતા રુકિમણી, મને પિતાની જેમ પૂજ્ય માને છે અને તારા પિતા કૃષ્ણ પણ મારી ભક્તિ કરે છે. બધાયે યાદવો સેવકોની જેમ મારી સેવા કરે છે. એટલું જ નહીં, સમસ્ત જગત માં હું દેવની જેમ પૂજ્ય છું. ત્યારે યુવાનીના મદમાં ઉન્મત્ત બનીને મારા સ્વરૂપને નહીં જાણત તું, નિર્દય માણસની જેમ મારી આવી વિડંબના કરી રહ્યો છે, તેનો તને કંઈ વિચાર આવે છે ખરો ? શારિરીક પીડાથી અત્યંત પીડાઈ રહેલા નારદના ક્રોધપૂર્ણ વચન સાંભળીને પ્રદ્યુમ્ન વ્યંગમાં બોલ્યો : “પિતાજી! જાણ્યું જાણ્યું....તમારૂં દાંભિકપણ મેં જાણું લીધું. હું શીવ્રતાથી ચાલું છું એ તમને ગમતું નથી લાગતું. કંઈ વાંધો નહીં. તમે તમારે જાવ, હું મારે પાછા જઈશ.” એમ કહીને વિમાનને આકાશમાં ઊભું રાખી દીધું. ત્યારે તેનાથી ભય પામીને ક્રોધને દબાવીને નારદે મદ વચનથી કહ્યું : “વત્સ, હ આવ્યો છતાં તું મારી સાથે નહી આવે તો લોકોમાં મારી વિદ્યાની કેટલી હાંસી થશે ? કે મને શું જાણશે ? તે તે ઠીક, પરંતુ વિલંબ કરવાથી તારી માતાનો કેટલે પરાભવ થશે ? અવસર પત્યા પછીનું તારૂં આગમન ફેગટ થશે. વત્સ, ભલે તારી માતા તને પ્રિય ન હોય, પરંતુ તારા હિતની વાત કહું તે તું સાંભળ. તારા માતા-પિતાએ તારા વિવાહને માટે મોટા મોટા રાજાઓની રૂપલાવણ્યમતી ઘણી કન્યાઓની માગણી કરી છે. તું જે મારૂં કહ્યું નહીં માને અને વિલંબ કરીશ તો એ બધી રાજકન્યાઓને તારા નાના ભાઈઓ પરણી જશે. માટે તને કહું છું કે તું જલદી ચાલ.” નારદજીની વાણીને સાંભળતાની સાથે જ કુમારે ઉત્સુકતાથી વિમાનને પવનવેગે ચલાવ્યું. કન્યાઓને પરણવું કોને પ્રિય ના લાગે ? श्रोतव्यानि चरित्राणि, बभूवुस्तस्य वर्त्मनि । तानि कानि विविच्यंते, विस्मयोत्पादकानि च ॥ चलनानंतरं तस्मा-स्थानादध्वनि भूरिशः। कुत्रचित्पर्वताः प्रौढा, नानाकारा निरीक्षिताः ॥ कुत्रचिन्नालिकेराश्च, कुत्रचित्सहकारकाः। कुत्रचिद्गुरुपुन्नागाः, कुत्रचिन्नागवल्लयः ७८॥ कौतुकानीति पश्यंती, विमानस्थावुभावपि । तद्भुतरमणोद्यानं, विचरंतौ समागतौ ७९। यावत्तत्र समेतौ द्वौ, तावता नारदर्षिणा । यतो बाल्येऽयमादत्तो-भूत्सा शिला प्रदर्शिता ।८०। तां चक्षुर्त्यां समालोक्य, प्रद्युम्नः प्रमदं ययौ। आपद्यपि सुखं यस्मा-त्तां दृष्ट्वा को न मोदते॥ ततः पुरो विमाने द्राग, चलिते मुनिराह तं । पश्य पश्य कुमार त्वं, मृगयूथानि भूतले ।८२॥ घंटानां मधुरध्वान-श्रवणे रसिका मृगाः। कर्णानुध्धृत्य शृण्वंति, स्वकीयहरिणीयुताः ।८३। वल्गंति शिशवस्तेषां, मिथः केऽपि विनोदतः। केऽपि स्वजनकान् केऽपि मातृणां च पयोधरान् ॥ दर्शितं मुनिना तेन, कौतुकं वीक्ष्य मन्मथः । बोहित्थवद्विमानं त-नभोमार्गे ह्यचालयत् ।८५। ततोऽपि चलितं याव-द्विमानं त्वरितं कियत् । तावज्जगाद तं हर्षा-च्चित्रं दर्शयितुं मुनिः ।८६। ऊवोकृत्य स्वपिच्छानि, नृत्यंति शिखिनो मुदा। गुरुसान्निध्यमभ्यस्त-मपि तन्नृत्यमीक्ष्यतां ॥ लांगूलचामरा गावः, खेलंत्यत्र यहच्छया। एतासां दर्शनादेव, प्रमोदो जायते महान् ।८८।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy