SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૪૩ કહેવાથી પ્રદ્યુમ્ન પિતાનું બીજુ રૂપ કરીને વાવમાં મે કહ્યું, અને પોતે સૂમરૂપે વાવની બહાર રહ્યો. રૂપના ભેદને નહીં જાણતા મંદબુદ્ધિવાળા તે સહુએ પ્રદ્યુમ્નને પડેલે જોઈને એકી સાથે વાવમાં ઝંપાપાત કર્યો. “મારે, મારે” એમ બેલતા પ્રદ્યુમ્નના રૂપને કચરી નાખવા લાગ્યા, ત્યારે પ્રદ્યુમ્નના રૂપે કહ્યું : “તમે કેમ મને મારો છે ? ત્યારે તેઓએ કહ્યું : “પિતાના આદેશથી તને મારીએ છીએ. પિતાજીએ તારે વધ કરવાને અમને આદેશ આપ્યો છે. બાકી પિતાની આજ્ઞા વિના તને કેણ મારી શકે ? પ્રદ્યુમ્ન જાણ્યું કે નક્કી આ માતાનું જ દુષ્ટિત છે, માતાએ પિતાની આગળ મારા ઉપર બેટે આરોપ મૂક્યો લાગે છે. ખરેખર, સ્ત્રીઓ માયાકપટ કરી, બીજા ઉપર જૂઠા આરોપ મૂકી સરલ માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. મેં માતાનું કહ્યું માન્યું નહિ, તેની પાપવાસના સંતોષી નહિ, તેથી તેણે પિતા પાસે મારા વિરૂદ્ધમાં રજુઆત કરી હશે. રાગવશાત્ પિતાએ ગુસ્સામાં આવીને પોતાના પુત્રોને બોલાવી મારે વધ કરવાનો આદેશ આપ્યો હશે. નહીંતર આ રાંકડાઓની શું તાકાત છે કે મને મારી શકે ? કપટી એવા આ લોકોને જે મારી નાંખુ તો મારા ઉપર કલંક લાગશે. એના કરતા દંભીઓને બરાબર શિક્ષા કરૂં જેથી ફરીથી આવું કામ કરે નહિ.” એમ વિચારીને બહાર રહેલા પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી પત્થરની એક મોટી શિલા બનાવી. તે બરાબર વાવના ઢાંકણ જેવી. તેનાથી વાવને ઢાંકી દીધી. તે પાંચમાંથી એકને મૂકીને બધાને માથું નીચે અને પગ ઉપર આ રીતે વડવાગુલીયા (ચામાચીડીયા) ની જેમ વાવમાં લટકતા રાખ્યા. તેમાંના એક ભાઈને કહ્યું: ‘જા, અહીંથી જલદી જા અને પિતાને જઈને વાત કર.” ભયથી વિહળ બનેલા શ્વાસભેર દેવતા એવા એ કુમારે પિતા પાસે જઈને બધી વાત કરી. તેની વાત સાંભળીને કેજથી લાલચોળ બનેલા કાલસંવર રાજા પુત્રોની સહાય કરવા માટે અને પ્રદ્યુમ્નને મારવા માટે ખુલ્લી તલવાર લઈને દોડી આવ્યા. ત્યારે અમાત્ય (મંત્રીઓ) એ કહ્યું : “નાથ, ઉત્સુક બની અતિ સાહસ ના કરે. વિચાર કર્યા વિનાનું સાહસ-કાર્ય મનુષ્યોના સુખને માટે થતું નથી. જેણે આપના પાંચસો પરાક્રમી પુત્રોને વાવમાં બાંધી રાખ્યા છે, જેણે અમૂલ્ય સેળ લાભ મેળવ્યા છે, એવા વિદ્યાથી અચિંત્ય શક્તિશાળી પ્રદ્યુમ્નને સામાન્ય માણસની જેમ સહેલાઈથી જીતી શકાશે નહિ. એને છત હશે તો વિશાળ સૈન્યની જરૂર પડશે. ક્રોધમાં હોવા છતાં અમાત્યના વચનથી પ્રદ્યુમ્નને દુય જાણીને, રાજાએ રણભેરી વગડાવી. મહાન સૈન્ય લઈને પ્રદ્યુમ્નને જીતવા માટે કાલસંવર રાજાએ પ્રયાણ કર્યું. સૈન્યને નીકળતું જેને કૌતુકથી પેલે ભાઈ પણ પિતાના ચારસે નવ્વાણુ ભાઈઓની જેમ મેંઢામાંથી લાળ પાડતે વાવની પાસે જઈને ઊભો રહ્યો. પિતાની સામે આવતી વિપુલ સેનાને જોઈને પ્રદ્યુમ્ન હૃદયમાં વિચારે છેઃ “અહ, વિચક્ષણ એવા પિતાની પણ કેવી મૂઢતા છે ? પંડિત પુરૂષોએ સ્ત્રીઓના વચન ઉપર વિશ્વાસ ના રાખવો જોઈએ – આ પ્રમાણે સમજવા છતાં માતાના અસત્ય વચનને સત્ય માની મારો વધ કરવા આવી રહ્યા છે ! ખરે, સંસારના સંબંધોની કેવી વિચિત્રતા? ભાવો કેવા પરિવર્તનશીલ હોય છે ?” તે આ પ્રમાણે વિચારે છે. ત્યાં એવડું મોટું સૈન્ય આવી રહ્યું છે કે માર્ગમાં રહેલા કાંકરા પણ પલાઈને ધૂળ સમાન બની ગયા. ઘડાની ખરીઓના ઉખાતથી એટલી બધી રજ ઉછળે છે કે આકાશમાં સૂર્ય પણ આચ્છાદિત થઈ ગયો. દિવસે રાત્રિના જેવો અંધકાર છવાઈ ગયો. મદોન્મત્ત હાથીઓના ગંડસ્થલમાંથી નીકળતા મદ વડે ધૂળ શાંત થઈ ગઈ. જેથી માર્ગ જોઈ શકાતું ન હતો. પાયદળના કોલાહલથી, વાજિંત્રોના અવાજથી, અશ્વોના હેષારવથી, મદોન્મત્ત હાથીઓની ગર્જનાથી, રથના ચીત્કારોથી અને ધનુષ્યના ટંકારવથી પૃથ્વી રણભૂમિ બની ગઈ. જયલક્ષમી વરવા માટે સૈન્ય રણસંગ્રામમાં આવીને ઊભું રહ્યું.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy