SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર तेन भेरीनिनादेन, मेलयित्वा महद बलं । जेतुमेनं च प्रद्युम्नं, चचाल पृथिवीपतिः ।६५। निर्गच्छत्कटकं दृष्ट्वा कौतुकाद्वापिकावृतौ बांधवा इव भून्वा स तस्थौ लालां मुखे वमन् ।६५। वीक्षमाणो महत्सैन्यं प्रद्युम्नो हृद्यचितयत् । अहो विचक्षणस्यापि, जनकस्य विमूढता ।६६। पंडितोषितां प्रायो, वचनं मन्यते न हि। तस्या असत्यवाक्येन, मद्वधाय समेत्ययं ।६७। तस्मिन् विचितयत्येवं, कटकं निर्गतं बहु । मार्गस्थाः कर्करास्तेन, पांसूपमाः प्रचक्रिरे ।६८। तुरंगमखुरोत्खातै, रजोभिश्च घनाश्रयः । छादितेष्वर्कतेजस्सु, दिवसेऽप्यभवनिशा ।६९। प्रोत्तुंगानां गजेंद्राणां, कपोलाभ्यां गलन्मदः। उच्छलध्धूलिशांतौ च, दृग्भ्यां मार्गो विलोक्यते ॥ कोलाहलेन पत्तीनां, वादित्राणां महारवैः । हयानां हेषितैर्मत्त-वारणानां च बहितैः ७१। स्यंदनानां च चीत्कारै-विस्फारर्धनुषां पुनः वरीतुं जयलक्ष्मी च, सैन्यं रणांगणेऽचलत् ।७२। કનકમાલાની માયાજાળમાં ફસાયેલા કાલસંવર રાજા તેની વાત સાંભળીને અને તેના સ્વરૂપને જોઈને કોધથી ધુંઆકુઆ થઈ ગયા. રાજાએ પોતાના પાંચ પુત્રોને બોલાવ્યા. પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને પુત્રોને કહ્યું : “પુત્ર, તમે જે મારૂં કહ્યું માનતા હો તો પ્રદ્યુમ્નને મારી નાખો એ દુષ્ટને વનમાંથી હું લાવ્યો. દયાભાવથી તેનું લાલનપાલન કર્યું, રાજકુમારની જેમ રાખે, તમારી સૌની અવજ્ઞા કરીને એ દુષ્ટને મેં યુવરાજ બનાવ્યો, પરંતુ અંત એ એની જાત ઉપર ગયે. જ્યારે તમે સૌ પર્યટન કરીને આવતા હતા ત્યારે પોતે સૌના માલિકની જેમ આરામથી રથમાં બેસીને આવે અને તમે સૌ પગે ચાલીને આવતા હતા, ત્યારે જ મને થયું કે આ કેઈ નીચ જાતિનો છે જોઈએ. ગમે તે પણ જે ઉચ્ચ કુળને હોય તો એનામાં સ્વાભાવિક જ વિનય ગુણ હોય. ત્યારે જ મને નકકી થયું કે “નકકી તે કુલીન નથી.” તેથી તે મારા મનથી ઉતરી ગયો છે. તો હવે શીઘ્રતાથી એ કાંટાને દૂર કરવો જોઈએ. હા, પણ કઈ જાણે નહિ તેમ તેને વધ કરજે. કેઈને પણ ખ્યાલ આવો જોઈએ નહિ.” કુબુદ્ધિ પુત્રોને પિતાનું વચન “ઇષ્ટવૈદ્યોપદિષ્ટ” (પતાને ઈષ્ટ હતું તે વૈધે ખાવાનું કહ્યું) જેવું લાગ્યું. પહેલાં પણ પ્રદ્યુમ્નને મારવાની ઈચ્છાવાળા તો હતા જ, તેમાં પિતાની આજ્ઞા મળી ગઈ, તેથી તેઓ ખૂબ ખુશખુશાલ થયા. પ્રદ્યુમ્નના છિદ્રને શોધે છે; પરંતુ કઈ છિદ્ર મળતું નથી, તેથી તેઓએ કપટ એવે પ્રદ્યુમ્નને ત્યાં જઈને કહ્યું : “કુમાર, આપણે ફરવા ગયે ઘણો સમય થઈ ગયો છે. તો અમારી સૌની ઈચ્છા છે કે તું આવે તો કીડા કરવા માટે આપણે સહુ જઈએ. તારા સિવાય મજા ના આવે. આટલા દિવસમાં તને છેડીને અમે ક્યાંય ગયા નથી. માટે જે તે તૈયાર હોય તો હમણાં જ આપણે જઈએ.” આ પ્રમાણે પટી બંધુઓની મીઠી વાણીને સાચી માનતો સરલ સ્વભાવી પ્રદ્યુમ્ન, તે બધાની સાથે રાજમહેલમાંથી નીકળ્યો. કપટી એવા તે ૫૦૦ કુમારો ભયંકર જંગલમાં એક મોટી વાવ હતી ત્યાં ગયા. વાવમાં કાંઠા ઉપરથી ગીલી નાખવાની અને એકેક જણ વાવમાં જઈને ગીલ્લી બહાર લઈ આવે. દંભીઓએ આ રીતની રમત ગોઠવી. એકેક પછી એકેક ગીલ્લી નાખતા જાય છે અને વાવમાં પડીને ગીલ્લી બહાર લાવતા જાય છે. તેમાં છેલે પ્રદ્યુમ્નનો વારો આવ્યો. સરલ એ પ્રદ્યુમ્ન જેવો વાવમાં પડવા જાય છે, તે પહેલાં જ તેના પુણ્યથી વિદ્યાએ તેના કાનમાં કહ્યું “પ્રદ્યુમ્ન, તું વાવમાં પડીશ નહીં. આ દંભીઓ તને વાવમાં જ ખતમ કરવા માગે છે. તે પાપીઓએ તને મારવા માટે જ આવું ષડયંત્ર ગોઠવ્યું છે. માટે સાવધાન થઈ જા.” વિદ્યાના
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy