SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ सम्यक्चरणमाराध्य, तपस्तप्त्वा च दुर्धरं । महाशुक्राभिधे स्वर्गे, त्रयोऽप्यायुःक्षयेऽगमन् ।९८॥ सप्तदशातरोद्भूत-मानमायुः प्रपूर्य च। तत इंदुप्रभा च्युत्वा, जाता विद्याधरान्वये ।९९। वैताढ्ये मेघकूटाख्य-पुरेशः कालसंवरः । नाम्ना कनकमालेति, तस्य प्राणप्रियाभवत् ।४००। द्वारिकायां महापुर्यां, गोविंदो राज्यपालकः । तस्य रूपेण देवीव, देवी समस्ति रुक्मिणी ।। बांधवेन समं तत्र, भुक्त्वा सौख्यमनुत्तरं । तस्याः कुक्षौ समुत्पन्नो-ऽनन्यरूपस्त्वमेव ।२। दैत्येन जातमात्रस्त्वं, वैरेण पूर्वजन्मनः । हत्वा टंकशिलामध्ये, विमुक्तो मारणेच्छया ।३। प्राग्जन्मोत्थेन मोहेन, वीक्ष्य त्वां स्नेहविह्वला। राज्ञी कनकमालापि, संजाता स्मरपीडिता ॥ गुरुणामपि पुंस्त्रीणां, द्वेषरागौ यतो दृढौ। पुराजननसंभूतो, दुस्त्यजौ दुःखदायको ।५। विद्याद्वयस्य दानेच्छा, तस्याः प्रवर्ततेऽनघा । गृहीतव्या त्वया येन, तेनोपायेन तद्रतं ।६। તેણીનું વિપરીત સ્વરૂપ જોઈને ખેદ પામેલો પ્રદ્યુમ્ન માતાના ઘેરથી નીકળીને દૂર દૂર જંગલમાં ગયો. ત્યાં સુંદર ચિત્રોથી અલંકૃત જિનમંદિર જોયું. અંદર જઈને જગતના કલેશને નાશ કરનારી ભગવંતની મૂર્તિ જોઈ. આનંદવિભોર બની જિનપ્રતિમાનું પૂજન-વંદન કરી, મંદિરમાંથી બહાર આવ્યો. નજીકમાં આવેલા ઉદ્યાનમાં સાધુઓના પરિવારથી પરિવરેલા “ધર્મસાર” નામના આચાર્ય ભગવંતને જોયા. જિનેશ્વર ભગવંત શ્રીમુખે કહેલી દ્વાદશાંગીના જ્ઞાતા અને અવધિજ્ઞાની એવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરી, ત્રણ પ્રદક્ષિણ દઈને હાથ જોડીને યથાસ્થાને બેઠો. ધર્મદેશના સાંભળીને બધા ચાલ્યા ગયા ત્યારે એકાંતમાં પ્રદ્યુમ્ન આચાર્ય ભગવંતને પૂછ્યું: “ભગવંત, મારી માતા મને જોઈને કેમ કામાતુર બની? આચાર્ય મહારાજે કહ્યું: “વત્સ, સાંભળ, એમાં કારણ છે. પૂર્વભવના સંબંધ વિના એકબીજા પ્રત્યે રાગદ્વેષ પ્રગટ થતા નથી. અહીંથી ત્રીજા ભવમાં તું મધુ નામનો રાજા હતા. કૈટભ” નામનો તારો પરમપ્રિય બંધુ હતું. ત્યારે હેમરથ રાજાની પ્રિયા ઇદપ્રભાને તે રાગવશાત તારી રાણી કરીને રાખી. તમે બંને પ્રેમપૂર્વક અનેક પ્રકારનાં ભેગસુખ ભોગવી રહ્યાં હતાં. એવામાં કેટવાળ પરસ્ત્રીસેવન કરનાર કેઈ એક સુંદર પુરૂષને બાંધીને તારી પાસે લાવ્યું, ત્યારે તે તેને મૃત્યુદંડની શિક્ષા ફરમાવી. ત્યારે ઈદુપ્રભાએ કહ્યું: “સ્વામિન, પરસ્ત્રી સેવનથી કંઈ દોષ લાગે ખરો?” વિગેરે વિગેરે. ઈન્દુપ્રભાના ઉપદેશથી તે પ્રતિબંધ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. તારા પ્રત્યેના રાગથી ઈન્દુપ્રભાએ અને તારા ભાઈ કૈટભે પણ તારી સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. સમ્યગ્દકારે ચારિત્રની આરાધના કરી દુષ્કર તપને તપી તમે ત્રણે જીવો “મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દિવ્ય સુખ અનુભવી સત્તર સાગરેપમ (અસંખ્યાત વર્ષો)નું આયુષ્ય પૂર્ણ કરી ઈદુપ્રભાનો જીવ વિદ્યાધર વંશમાં પુત્રી પણે ઉત્પન્ન થઈ. કાલક્રમે તે વૈતાઢય પર્વતના મેઘકૂટ નામના નગરમાં કાલસંવર રાજાની કનકમાલા નામની પ્રાણપ્રિયા થઈ. દ્વારિકા નામની મહાનગરીમાં કૃષ્ણ નામના મહારાજાની રુકિમણી નામની પટ્ટરાણી છે. દેવલેકમાં પ્રિય બંધુ કૈટભદેવની સાથે અનુત્તર એવાં દિવ્ય સુખને અનુભવી અદ્દભુત રૂપવાન એવો તું રુકિમણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન થયો. હેમરથ રાજા પોતાની પ્રાણપ્રિયા ઈન્દ્રપ્રભાના વિરહથી પાગલ બની જ્યાં ત્યાં ભટકી અનેક કષ્ટ સહન કરી ત્યાંથી મરી આર્તધ્યાનથી અનેક યોનીઓમાં ભટકી ભવિતવ્યતાના પવિપાકથી મનુષ્ય થયો. ત્યાં તાપસી દીક્ષા ગ્રહણ કરી અજ્ઞાન કષ્ટ સહન કરી તપ તપીને તે અસરમાર નિકાયમાં ધુમકેત નામનો દેવ થયો. ધુમકેતએ એક વખ આકાશમાર્ગે જતાં દ્વારિકા નગરીમાં રુકિમણીની પાસે તને જોયો. જોતાંની સાથે જ પૂર્વ જન્મના
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy