SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર નહી' સાંભળવા યેાગ્ય માતાનાં વચન સાંભળીને પ્રદ્યુમ્ન હૃદયમાં વિચારવા લાગ્યા ‘વિષયાંધ બનેલી સ્ત્રી કાર્યાકા ના વિચાર કરતી નથી કે વિષયાસક્તિથી જગતમાં અપયશ ફેલાય છે, અવિવેકી ણ', નરકપ્રાપ્તિ અને ભયકર દુઃખાની યાતનાએ ભાગવવી પડે છે. વિષયાંધ બનેલી સ્ત્રીએ શું શું અકાર્ય નથી કરતી ? સૂર્યકાંતાએ જેમ રાજા-પતિને માર્યો તેમ પેાતાના પતિને પણ મારતા અચકાતી નથી. સ્ત્રીએના હાવભાવ, વાગવિલાસ અને કટાક્ષ આદિ બાહ્ય ચેષ્ટાથી ચતુર પુરૂષો પણ ઠગાઇ જાય છે. પંડિત પુરૂષાનું પાંડિત્ય, ચતુર પુરૂષોની ચતુરાઇ તેમજ ધીર પુરૂષોનું ધીરત્વ સ્ત્રીઓની આગળ ક્ષણમાત્રમાં ચાલ્યું જાય છે. લાકમાં સંભળાય છે કે ‘સ્ત્રીઓએ ચતુર્મુખ બ્રહ્માની અને વિષ્ણુની કેવી કેવી વિડંબના કરી છે ! શંકરને મરણશરણુ કર્યા, ઇન્દ્રને શાપિત કર્યા, સુર્યના કિરણાના ક્ષય કરાવ્યા, ચન્દ્રને કલંકિત બનાવ્યા અને રાવણના કુળના ક્ષય કરાવ્યા. ખરેખર, રત્રીઓને આધીન બનેલાએની કેવી કેવી દુર્દશા થઇ છે અને થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષોએ સ્ત્રીઓના વિશ્વાસ કરવા નહિ. તેમાંયે કામાસક્ત સ્ત્રીએ ક્લેશ અને સંતાપ કરાવનારી, ભાઇ ભાઇ વચ્ચે ભેદ કરાવનારી તેમજ સ`ગ્રામ અને ઉદ્વેગ કરાવનારી હોય છે. દેવદેવેન્દ્ર પૂજિત જિનેશ્વર ભગવ`તાએ શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. આ પ્રમાણે વિચારીને પ્રદ્યુમ્ને માતાને કહ્યું: ‘માતા, આ લોક અને પરલાક વિરૂદ્ધ એવું તું શું બેલે છે ? તારા જેવી નિપુણ નારીએ મનમાં પણ આવુ' ચિંતવવું ના જોઇએ. આવુ' વિરૂદ્ધ બાલવાથી આ લાકમાં ઘણી નિંદા થાય છે અને વિપરીત ચિ ંતનથી પરલોકમાં ધાર દુર્ગતિનાં દુ:ખ ભોગવવાં પડે છે. કુલીન અને ધર્મી સ્ત્રી-પુરૂષાએ જગતમાં અપવાદકારી એવું ખાલવુ' જોઇએ નહિ. માટે માતા, આવા પ્રકારનું પાપવચન બેલ નહીં અને પરલેાકમાં દુ:ખદાયી એવું ચિંતન કર નહી. જેમ અંકુશથી હાથીને વશ કરાય, જાગુલિ મત્રથી નાગને વશ કરાય અને સત્કાર્યાથી મનુષ્યને વશ કરાય તેમ તારા મનને આવી ખરાબ પ્રવૃત્તિથી પાછુ વાળ. હું મારી ગુણીયલ માતા, આમ તેમ ભટકતા મનને શુભ ધ્યાનમાં સ્થિર કર.' આ પ્રમાણે પ્રદ્યુમ્ને ઘણા દાખલા દલીલેાથી તેમજ ઉપદેશ વચનેાથી સમજાવવા છતાં તેને કંઇ જ અસર થઈ નહિ, પરંતુ પ્રદ્યુમ્નના દર્શીને તેને વધારે વિહ્વળ બનાવી. तत्स्वरूपं तथा वीक्ष्य, निषण्णो जननीगृहात् । स निर्गत्य पुरो दुरे, जगाम घनकाननं । ८६ । चित्रैर्विचित्रिते तत्र, जिनाधीशनिकेतने । ववंदे जिननाथाच (प्रतिमां), विश्वक्लेशविनाशिनीं ॥ धर्मसाराभिधः सूरि - स्तत्रास्ते मुनिपुंगवः । प्रभूतपरिवारेण युक्तः प्रौढसभास्थितः ॥८८॥ व्याख्याता द्वादशांगानां, जिनोक्तानां समस्ति सः । प्रभास्वदवधिज्ञान - ज्ञातापरस्वरुपकः ॥८९ । तं त्रिः प्रदक्षिणीकृत्य, प्रथमं प्रणिपत्य सः । विनयेन यथास्थान - ‍ ૧–મુપવિરા‰તાંનહિ: ૫૬૦૫ संजाते विजने प्राक्षी - त्कुमारः श्रमणप्रभुं । मन्माता वीक्ष्य मामेव, कथं कामातुराभवत् ।९१। मुनिनाथस्तदा प्राह शृणु वत्सास्ति कारणं । न विना पूर्वसंबंधं, रागद्वेषोद्भवो भवेत् ।९२। इतस्तृतीयजन्मन्य- भवस्त्वं मधुभूधवः । कैटभो नामधेयेन, तवाऽभवत्सहोदरः । ९३ । तदा हेनरथेशस्य, प्रमदेदुप्रभामिधा । गृहीत्वा स्वगृहेऽस्थापि, रागानुषंगतस्त्वया । ९४ । भुंजानस्य तथा सार्क, नानाभोगान् पुरस्तव । अन्यदा कश्चिदानीत-स्तरुणः पारदारिकः । ९५। त्वयादिष्टो वधस्तस्य तदवेंदुप्रभाभ्यधात् । नाथान्यललनाभोंगे, कश्चिद्दोषोऽपि वर्तते । ९६ । तद्वाक्येन प्रबुद्धेन चारित्रं जगृहे त्वया । भवता सह देव्यापि, प्रीतितो बंधनादिव । ९७|
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy