SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૬ ૨૭૫ મુનિવરે મેક્ષગતિને પામ્યા, તે શિખરનાં નામ- થાવરચંદ્રદિવાકરી પ્રસિદ્ધ બની ગયાં. આજ સુધી પણ ભવ્યજી શાંબ–પ્રદ્યુમ્ન શિખરની સ્પર્શના કરી, પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. [ કહેવાય છે કે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે સિદ્ધગિરીના ભાંડવાના ડુંગર ઉપર શાંબ-પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિવરોની સાથે મુક્તિપદને વર્યા હતા તેથી તેને મહિમા આજે પણ જોવામાં આવે છે. ફાગણ સુદ તેરસે ગામેગામ અને દેશદેશથી લોકો આવીને સિદ્ધગિરીની છ ગાઉની સ્પર્શના કરી, છેલે ભાંડવાના શિખરની સ્પર્શના કરી, જીવનને ધન્ય બનાવે છે. ખાસ તે છ ગાઉની યાત્રાને મુખ્ય આશય ભાંડવા શિખરની યાત્રાને છે.] વિવાહ કાર્યમાં લોકો અનેક પ્રકારને મહત્સવ કરે છે, મંગલગીત ગાય છે, નૃત્ય કરે છે અને અનેક પ્રકારના વાજિંત્રો વગડાવે છે, તેમ શાંબ-પ્રદ્યુમ્ન મહામુનિઓને અતિદુર્લભ એવી શિવલયમી નામની નારી સાથે વિવાહ થવાથી, કરોડો દેએ રાજી થઈને અનેક પ્રકારને મહોત્સવ કર્યો. કેટલાક દે મધુર સ્વરે મહામુનિના ગુણોની પ્રશંસા કરતા ગીતો ગાતા, કેટલાક નૃત્ય કરતા અને કેટલાંક દે પ્રદ્યુમ્ન મુનિની જન્મભૂમિની અને તેમના માતા-પિતાની સ્તુતિ કરતા. ત્યાર પછી દેવોએ પ્રદ્યુમ્નમુનિના અચેતન દેહ ઉપર સુગંધી જલની વૃષ્ટિ કરીને તેના પર પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી. જીવંત એવા દેવાની પણ આવી અંગપૂજા થતી નથી. પ્રદ્યુમ્ન મુનિના ક્ષગમન પછી પણ, તેમના શરીરની કરડે કે પૂજા કરી રહ્યા હતા. ધન્ય છે એ મહામુનિના દેહને! ત્યારપછી ગેશીષચંદનથી મુનિના દેહને અગ્નિસંસ્કાર કરી, તેની ભસ્મને સાથે લઈને ભક્તિપૂર્વક પ્રદ્યુમ્ન મુનિના ગુણેની પ્રશંસા કરતા દે પોતપોતાના સ્થાને ગયા. જેમણે ધર્મદેશના વડે પ્રતિબોધ કરીને પ્રદ્યુમ્નને પોતાને શિષ્ય બનાવ્યો, અને પોતાના જ શાસનમાં પ્રદ્યુમ્નને મુક્તિસુખ આપ્યું. તે ભગવાન નેમિનાથ જયવંતા વર્તો. વ્યાકરણ, અલંકાર કે છંદશાસ્ત્રમાં મારો પરિશ્રમ નથી, છતાં અલ્પબુદ્ધિવાળા એવા મેં, ઘોર પાપોને નાશ કરવામાં સમર્થ એવા આ પ્રદ્યુમ્નના ચરિત્રની રચના કરી છે. તેમાં અનાનતાથી, અલ્પબુદ્ધિથી, પ્રમાદથી અને વ્યગ્રતાથી આ ચરિત્રમાં કંઈ પણ અશુદ્ધ લખાઈ ગયું હોય તે સાક્ષરવર્યો (પંડિતપુરૂષ) મારી ભૂલને ક્ષમા કરશે. શાસ્ત્રોના જાણકાર હોવા છતાં ઈર્ષાળુ અને તે દ્વેષી પુરૂષો હોય છે કે જે માત્સર્ય. ભાવથી બીજાના દેશે જ જોતા હોય છે, તેવા દુર્જનપુરૂના વચનની કંઈપણ કિંમત હોતી નથી. પરંતુ પરોપકારી સજ્જન પુરૂષો કે જેઓ માત્સર્યાદિ દોષથી રહિત હોય છે. તેવા પ્રજ્ઞાવંત સંતપુરૂષો સૂકમબુદ્ધિથી આ ચરિત્રમાં રહેલી ક્ષતિઓને દૂર કરી મારા જેવા અલ્પબુદ્ધિવાળાના બંધ માટે સૂચન કરો. અગીયાર અંગ પૈકી “ અંતકૃતદશાંગ’ નામના આઠમા અંગમાં વર્ણવેલ પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર, શત્રુંજયમાહામ્યમાં નેમિનાથના વર્ણનમાં આવેલું ચરિત્ર, તેમજ દિગબરશાસ્ત્રમાં આવેલું પ્રદ્યુમ્નચરિત્ર, તે ત્રણે ચરિત્રનું અવલોકન કરીને, આ શાંબ-પ્રદ્યુમ્નચરિત્રની રચના કરવામાં આવી છે.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy