SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર वराष्टमांगं चरितं च नेमे-माहात्म्यमुद्विमलाचलस्य । दिगंबराणां चरितं विलोक्य, प्रद्युम्नसंज्ञं विदधे चरित्रं ॥२४॥ पठिष्यति श्रोष्यति वाचयिष्य-त्यदश्चरित्रं शुभभावतो यः ।। तस्यहिकामुष्मिकमंगलानि, प्रादुर्भविष्यंत्यतुलानि नित्यं ॥२५॥ અનેક પ્રકારની તપશ્ચર્યા કરતા શાબમુનિ અને પ્રદ્યુમ્ન મુનિએ સોળ વર્ષને દીક્ષા પર્યાય નિરતિચારપણે પાલન કર્યો. - ઘેર ભયંકર પાપને કરનારા એવા પણ સ્ત્રી-પુરૂષે જે પર્વત ઉપર સિદ્ધિપદને પામ્યા છે, તે આ જગતમાં “સિદ્ધાદ્રિ” અથવા “સિદ્ધાચલ” તરીકે પ્રસિદ્ધ છે. જે પર્વત પર રહીને પુરૂએ બાહ્ય અને અત્યંતર શત્રુ ઉપર વિજય મેળવ્યો છે, તેથી પંડિત તેને “શત્રુંજય” તીર્થ પણ કહે છે. તારે તે તીથ કહેવાય. સંસારસમુદ્રથી પાર ઉતારે તે ભાવતીથ. તે જગમ અને સ્થાવર-એમ બે પ્રકારે છે : જગમતીર્થ સાધુ-સાવી-સંધ, પ્રથમ ગણધર વિગેરે છે. રથાવર તીર્થ– શત્રુંજય, ગીરનાર, સમેતશિખર, અષ્ટાપદ આદિ તીર્થો છે. આવા તીર્થોમાં ઉત્તમ તીર્થ અને પર્વતેમાં ઉત્તમ પર્વત તરીકે સિદ્ધાચલતીર્થ પ્રસિદ્ધ છે. કલિકાલમાં પણ તે સિદ્ધગિરીને મહિમા અપરંપાર છે. આવા સિદ્ધક્ષેત્રને #રકમને કરનારા પણ મનુષ્ય કે તિર્યંચે ભાવપૂર્વક સ્પર્શે છે તે તેમના નિકાચિત કર્મો શિથિલ થઈ જાય છે અને તેઓ મુક્તિપદને પ્રાપ્ત કરે છે. શત્રુંજય તીર્થની સ્પર્શના કર્યા વિના મનુષ્યોના નિકાચિત કર્મોની પ્રાયઃ શુદ્ધિ થતી નથી. આ મહાન તીર્થનું ધ્યાન, યાત્રા, પૂજા, ઉપાસના અને નામસ્મરણ કરવાથી પણ મનુષ્યના અનંત પાપ નાશ પામે છે. આવા પવિત્ર શત્રુંજય તીર્થના એકને આઠ શિખર છે. તેમાં તીર્થંકર આદિ મુખ્ય એકવીશ શિખરે છે. શાબમુનિ અને પ્રદ્યુમ્ન આદિ મુનિવર શત્રુંજય પર્વતના સર્વે શિખરની સ્પર્શના કરીને, જિનેશ્વરમાં નાયકપ્રથમ તીર્થંકર ભગવાન આદિદેવને નમસ્કાર કરીને, જેમાં ભગવાન નેમિનાથનાં ત્રણ કલ્યા કે થયા છે, એવા સિદ્ધગિરીને પાંચમા શિખર “ઉયંત” ઉપર પ્રદ્યુમ્ન મુનિ ગયા. ભગવાન નેમિનાથની દીક્ષા કલ્યાણક ભૂમિ “સહસ્ત્રાવન” માં જઈ તે પવિત્ર ભૂમિને નમસ્કાર કર્યો. તે પછી પ્રદ્યુમ્ન મહામુનિ એક શિખર ઉપર ચઢી ધર્મધ્યાનમાં આરૂઢ થયા. શુભ ધ્યાનમાંથી ક્ષપક શ્રેણી માંડી. પ્રથમ ચાર અનંતાનુબંધી કષાયોને ક્ષય કર્યો, ત્યારબાદ મિથ્યાત્વમેહનીય મિશ્રમેહનીય, સમ્યફવમોહનીય, મનુષ્ય આયુ, તિર્યંચાયુ, દેવાયુ, એકેદ્રિય, વિકસેંદ્રિય જાતિ, નિદ્રા-નિદ્રા, ચલા-પ્રચલા, રત્યાદ્ધિ (એમ નિદ્રાત્રિક], ઉદ્યોત નામકર્મ, તિર્યંચગતિ, નરક ગતિ, સ્થાવર, સૂકમ, સાધારણ આત૫ પ્રત્યાખ્યાનીય ચાર કષાય, અપ્રત્યાખ્યાનીય ચાર કષાય, નપુંસકવેદ ત્રિવેદ, હાસ્યાદિ છ પરિષદ, સંજવલન, ક્રોધ આદિ ચાર કષાય, નિદ્રા, પ્રચલા, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, અને પાંચ અંતરાય કર્મ- આ પ્રમાણે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિને અનુક્રમે મૂલમાંથી ક્ષય કરી, અંતકૃત કેવલી [ આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહે ને કેવલજ્ઞાન થાય, તેને “આંતકૃત કેવલિ' કહેવાય છે] થઈને પ્રદ્યુમ્નમહામુનિ સિદ્ધિગતિને પામ્યા. અનંતાનંત શાશ્વત્ સુખના ભેતા બન્યા. શાંબ મુનિ પણ સિદ્ધગિરીને બીજા શિખર ઉપર જઈ ધ્યાનારૂઢ બની ક્ષપકશ્રેણી માંડીને સર્વ કર્મોને ક્ષય કરી અંતકૃત કેવલિ થઈને તે જ દિવસે સિદ્ધિગતિને પામ્યા. જે શિખર ઉપર શાંબ, પ્રદ્યુમ્ન આદિ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy