SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૫ ૨૩૭ જે જે વાત કહી તે બરાબર છે. પરંતુ હું કયા કયા ભવની માતાઓ અને કયા ક્યા ભવના પિતાઓને યાદ કરું? તીર્થકર ભગવતેએ કહ્યું છે કે આ જગતમાં જેટલી નદીઓનાં પાણી અને જેટલા સમુદ્રના પાણી છે, એના કરતા પણ અધિક સંસારમાં ભ્રમણ કરતા જીવે માતાના સ્તનના દુધનું પાન કર્યું છે. તો મા, તું મને કહે, હું કઈ કઈ માતાને યાદ કરું? એક જ માતાના ઉદરથી ઉત્પન્ન થયેલા સ્નેહયુક્ત સગા ભાઈ એ પણ પોતાના સ્વાર્થની પ્રાપ્તિ નહી થવાથી ક્ષણમાત્રમાં તે દુશ્મન બની જાય છે. જ્યાં સુધી પોતાની પાસે અશ્વર્ય અને સંપત્તિ હોય છે ત્યાં સુધી જ સ્વજને સ્વ-જનો રહે છે. તેના અભાવમાં બધાયે છેડીને ચાલ્યા જાય છે. વિદ્યા, મનોહર રૂપ, અને લાવય ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પૂર્વના પુણ્યને ઉદય છે, શરીરની સુંદરતા ત્યાં સુધી જ દેખાય છે કે જ્યાં સુધી આ શરીર રોગ અને જરાથી ગ્રસ્ત થયું નથી. કામિનીઓ નદીની જેમ નીચગામિની હોય છે. તેના મન, વચન અને કાયા જુદાજુદા રૂપે હોય છે. એવી સ્ત્રીઓ ઉપર કોણ પ્રીતિ કરે? વળી ઘણાં પ્રયત્નથી ઉપાર્જન કરેલું ધન જે સ્થિર ના હોય તો એવા ધન અને સંપત્તિનું શું પ્રયોજન ? માતા, તેં જે કહ્યું કે તારી પાસે સંપૂર્ણ સંપત્તિ આદિ છે, તે તારી વાત બરાબર છે, તમારા પ્રભાવથી બધું જ મને મલ્યું છે. અને માતા, તારી કૃપાથી મેં નવે જાતના રસને અનુભવ કર્યો છે, તે રસેનું વર્ણન કરૂં તે તું સાંભળ. શૃંગાર રસ : જેના રૂપમાં યોગીઓ, દેવે અને અસુરો પણ મુગ્ધ બની જાય, એવી હરિણાક્ષી પત્નીઓ કે જેના મુખ અને શરીરમાંથી પ- સુવાસ નીરંતર મહેકી રહી છે. એવી પદ્ધિની સ્ત્રીઓની સાથે મેં પાંચ ઇન્દ્રિઓના વિષયસુખને આકંઠ અનુભવ કર્યો છે.–આ પ્રમાણે જીવનમાં શૃંગારરસને સારી રીતે અનુભવ કર્યો છે. હાસ્યરસઃ મોટું લાંબુ પેટ, વાંકી ડોક, ચપટું નાક, ટૂંકા હાથ-પગ, મોટા દાંત, પીળા કેશ, લાલ આંખો અને કાજળ જેવું શ્યામ શરીર, આવા પ્રકારનું હાસ્યાસ્પદ જિલરૂપ કરીને, ભાનુકુમારને આપેલી દુર્યોધનની રાજકન્યા- ઉદધિકુમારીનું અપહરણ કરીને તારી પાસે લાવ્યો હતો. આ રીતે હાસ્યરસને પણ જીવનમાં અનુભવ કરી લીધો. કરૂણરસ જે ભોગીપુરૂષ તાંબૂલભક્ષણ કરીને કાંતાને આલિંગન આપીને પુષ્પની શય્યામાં સુએ છે, તેવા ભેગી પુરૂષને પણ જ્યારે પાપદશા આવે છે ત્યારે રાત્રિમાં પણ સુવા માટે જમીનને એક ટુકડો પણ મળતો નથી. અરે, સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન સમૃદ્ધિશાલિની દ્વારિકા નગરી અને દેવકુમાર જેવા યાદવોને જ્યારે નાશ થશે ત્યારે કેવું કરૂણા વાતાવરણ સર્જાશે? માતા, તેની હું કલ્પના કરું છું ત્યારે મારું હૃદય કરૂણાથી ભીંજાઈ જાય છે. આ પ્રમાણે કરૂણારસને પણ અનુભવ કરી લીધો. રૌદ્રરસ માતા, જ્યારે દ્વારિકા સળગી રહી હશે ત્યારે “બચાવો, બચાવે, બચાવો” ને પિકાર
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy