SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂ૫ ત્રિપદી આપીને, નેમિનાથ ભગવાને અઢાર ગણધરોની સ્થાપના કરી. બુદ્ધિશાલિની યક્ષિણી” નામની રાજકન્યાએ ઘણી રાજકન્યાઓની સાથે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. તેમાં વરદત્તરાજાને પ્રથમ ગણધર અને યક્ષિણી રાજકુમારીને પ્રથમ સાધી (પ્રવર્તિની રૂપે) સ્થાપના કરી. નંદ, ઉગ્રસેન, નારાયણ આદિ રાજાઓ તેમજ પ્રદ્યુમ્ન આદિ રાજકુમારોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. શ્રી મહાસુત્રતા, દેવકી, રોહિણું અને શિવાદેવી આદિ શ્રાવિકા બની. આ પ્રમાણે પ્રથમ સમવસરણમાં ભગવાન નેમિનાથે ચતુર્વિધસંઘની સ્થાપના કરી. પ્રથમ પ્રહારમાં ભગવાને દેશના આપી. બીજા પ્રહરમાં વરદત્ત ગણધરે દેશના આપી. ત્યાર પછી નેમિનાથ ભગવંતને નમસ્કાર કરીને ઈન્દ્ર આદિ દેવો અને કૃષ્ણ વાસુદેવ આદિ રાજાએ પોત પોતાના સ્થાને ગયા. ભગવંત પણ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને સંઘસહિત રેવતાચલ પર્વત ઉપરથી પૃથ્વીતલ ઉપર વિહાર કરી ગયા. નેમિનાથ ભગવાનનું કમલ સમાન શ્યામ શરીર હોવા છતાં, સમસ્ત જીવરાશિને આનંદદાયક હતું. ક૯૫વૃક્ષની સુગથી માળા કરતાં અધિક સુગંધીદાર ભગવંતના શરીર ઉપર દેવાંગનાના નેત્રે ભ્રમરરૂપે પડતાં હતાં. અર્થાત્ અનિમેષ નયને દેવાંગનાએ ભગવંતના દર્શનરૂપી સુધાપાન કરતી હતી. आजन्मतः सुधास्वाद-करणेनैव विग्रहः । प्रजायतेऽर्हतः स्वेदमलाभ्यां परिवजितः ॥४॥ पयोजकणिकागंधो, मुखश्वासो जगत्पतेः । अवित्र चारुगोक्षोर-धाराभं रुधिरामिषं ॥५॥ विभोराहारनोहार-विधानं चर्मचक्षुषां । न गोचरे समायाति, वायुरूपमिवानिशं ॥६॥ आबाल्यादप्यमी जाता-श्चत्वारोऽपि सहोत्थिताः । जिनस्यातिशयाः पूर्व-जन्मपुण्यानुभावतः । क्षेत्रे योजनमात्रेऽपि धर्मोपदेशके सुराः । तिर्यङ नराश्च संमांति, कोटिशः सपरिच्छदाः ।। तेषामपि समस्तानां, स्वस्वभाषातिभाषकं । वाक्यमेकमपीशस्य, भवेद्योजनगामि च ॥९॥ द्वादशानां गभस्तीनां, तेजोभ्योऽष्यधिकं महः । विभ्रभामंडलं मौलि-पष्टे विराजते विभोः । यत्र यत्र जिनाधीशो, विचरेत्तत्र तत्र तु । न स्युः साग्रेऽपि गब्यूति-शतद्वये गदापदः ॥१२॥ ईतयो मूषकादीनां, निजान्यचक्र भीतयः । दुभिक्षं मारिवैराण्य-तिवृष्टयस्त्ववृष्टयः ॥१३॥ भवेयुः कर्मघातेनै-कादशातिशया इमे । सुसेवक इव व्योम्नि, धर्मचक्र पुरो व्रजेत् ।१४। पादपीठयते सिंहासने स्थितो जिनोऽमरैः । वोजितश्चामरैः श्वेत-श्च द्राच्छकिरणोज्ज्वलैः॥ सहस्रयोजनं वज्रिध्वजं जिनपदे पदे । स्थापयंति सुराः स्वर्ण-नवपंकेरुहाणि च ॥१६॥ ज्ञानदर्शनचारित्र-रक्षार्थमिव विस्तृतं । सालत्रयं सुराः कुर्यु-रूप्यस्वर्णमणीमयं ॥१७॥ स्थिततिर्यग्नदेवानां, चतसृष्वपि दिक्षु च । वक्तुं धर्म चतुर्धार्हन, कामं भाति चतुर्मुखैः ।१८। चैत्यवृक्षमधोवक्रान्, विधाय कंटकान् सुराः । दुंदुभि वादयंतश्च, नामयंति महीरुहान् ।१९। शंभोर्वायुरश्योऽप्य-नुकल इव जायते । प्रदक्षिणां स्वभावेन, ददते विहगा अपि ॥२०॥ गंधोदकं लसत्पंच-वर्णानि कुसुमानि च । देवा वर्षति नैधते, शिरःश्मश्रुकचा नखाः ॥२१॥ जधन्यात्कोटिसंख्याका, निषेवंते जिनं सुराः । ऋतूनामपि षण्णां च, भवेद्भोगानुकूलता ॥२२॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy