SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શાંબ–પ્રદ્યુમ્ન ચત્રિ સ્તનાનું મર્દન કરાવતી અને ખેલતીઃ- દેવર, તમને લજ્જા નથી આવતી ? અમારી સાથે આવી હાંસી કરી છે ?” આ પ્રમાણે હસતી હસતી ગોપીએ નેમિકુમારની આગળ હાવભાવ અને કટાક્ષ કરવા લાગી. આ બધુ માહનુ નાટક જાણીને નૈમિકુમારને કંઇક હસવુ આવ્યું. હસતા હસતા નેમિકુમાર વાવડીમાં સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરીને વાવડીમાંથી નીક્ળીને જા'બવતીને કહ્યું:– ‘ આ મારૂં વસ્ત્ર પાણીથી ભીંજાઇ ગયુ છે, તા એને સાફ કરીને સૂકવી દે.' ત્યારે કપાળમાં ભ્રકૃતિ ચઢાવીને જા'બવતીએ કહ્યું:- ‘ અરે મૂઢ, આવું કામ કરવાનું મને કહેા છે ? તમારા કપડા ધાવડાવવાની ઇચ્છા હોય તેા કાઇ સ્ત્રીને શેાધી લાવા. તેની સાથે પાણિગ્રહણ કરીને પેાતાની પત્ની પાસે વસ્ત્ર ધાવડાવા. જો એકાકી એવા તમને કાઇ કન્યા ના મળતી હાય તા જાવ મારા પતિની પાસે અને કન્યાની માગણી કરો. તમારા ભાઈ તા ખીજાના નિર્વાહ કરે છે. તમારા તા વિશેષ પ્રકારે નિર્વાહ કરશે. મારા નાથ તે ત્રણે લેાકના ઉદ્ધાર કરવામાં સમર્થ છે. અતિભારે એવા સુદર્શનચક્રને તર્જની આંગળીથી સ્હેજે ભમાવી શકે છે. શાંગ જેવા ભારે ધનુષ્યને મૃણાલ (કમલની નાલ) ની જેમ વાળી શકવાની તાકાત ધરાવે છે. અને નાગશય્યામાં આરૂઢ થઈને પચજન્ય શ`ખ પૂરે છે. આટલા ખલવાન તમારા ભાઈ એ મને ક્યારે પણ આવુ... કામ કરવા માટે આપ્યુ... નથી. તેમ છતાં કપડા ધાવાનું કામ તા પોતાની પત્ની જ કરે! માટે કાઈ કન્યાની સાથે પાણિગ્રહણ કરા,’ જાંબવતીના આવા તમતમતા વચન સાંભળીને મિકુમારને ગુસ્સા આવ્યા. તેમના મુખ પરના ભાવાનુ` પરિવર્તીન જોઇને રૂકિમણીએ જાંબવતીને ઠપકા આપતા કહ્યું ઃ– અરે મૂઢ બુદ્ધિવાળી, ભૂખી, તું શું ખાલી રહી છે? તું કાને નિ`ળ કહે છે ? શું તું નેમિકુમારના બળને જાણતી નથી ?' આ પ્રમાણે જાંબવતીને ધમકાવીને રૂકિમણીએ મીઠા શબ્દોથી નૈમિકુમારને કહ્યું : ‘દેવરજી, લાવા. આપનું વસ્ત્ર હું ધેાઈ આપુ. અભિમાની એવી જા'બવતીના ખેલને મનમાં લાવશેા નહીં.’ એમ નૈમિકુમારને શાંત કરીને રૂકિમણીએ તેઓના વસ્ત્રને સાફ કરી આપ્યું, પરંતુ નેમિકુમારને મનમાં વિષાદ રહ્યોઃ-‘ અભિમાનથી આ સ્ત્રીએ મારૂ વચન માન્યુ નહીં, તા હવે એને મારૂ ખળ ખતાવું.' આ પ્રમાણે વિચારી નેમિકુમાર કૃષ્ણની આયુધશાલામાં ગયા. આયુધશાળામાં પ્રવેશીને સુદર્શનચક્ર અને ધનુષ્યને હાથમાં લઈને, નાગશય્યામાં સૂઈને, ધનુના ટંકારવ કર્યા. ચક્રને ભમાયુ' અને જોરથી પાઁચજ-ય શ'ખ ફૂંકા. મિકુમારે શંખને પૂરવાથી અશ્વશાલામાંથી ઘેાડાએ નાશભાગ કરવા લાગ્યા. હસ્તિશાલામાંથી હાથીએ આલાનસ્તંભને ઉખેડીને ભાગવા લાગ્યા અને આખું જગત બધિર (મ્હેરૂ) ખની ગયુ. શ`ખના અવાજથી વ્યાકુળ બનેલા કૃષ્ણ દોડતા આયુધશાળામાં આવ્યા. ત્યાં નૈમિકુમારને જોઇને વિસ્મિત બની ગયા ! નૈમિકુમારનો વિષાદપૂર્ણ ચહેરા જોઈને કૃષ્ણ બધી વાત સમજી ગયા. નૈમિકુમારને શાંત કરવા માટે મધુર સ્વરે કૃષ્ણે કહ્યું – ‘ અરે બંધુ, ક્ષેાભ કેમ કરી છે ? ભાઇ ઉઠા ઉઠા. કપને મૂકી મારી સાથે ચાલા. આપણે ઘેર જઇને સાથે ભાજન કરીએ.' આ પ્રમાણે અમૃતસમાન મધુર વાણીથી નૈમિકુમારને સ તાષીને ત્યાંથી ઉઠાડી પેાતાની સાથે ઘેર લઇ ગયા. બહુ આદર અને પ્રેમપૂર્વક ભાજન કરાવીને વિષાદ–મુક્ત ર્યાં. ત્યાર પછી શિવાદેવીના ઘેર જઇ પ્રણામ કરીને કૃષ્ણે કહ્યું:– ‘માતાજી, નૈમિકુમાર યુવાવસ્થામાં આવ્યા છતાં હજી સુધી આપે વિવાહ કરવાનું કેમ વિચાર્યું નથી ?' શિવાદેવીએ હ્યુંઃ ‘ વત્સ, આપણા મૂળમાં તું માટે છે. તે મને શું પૂછે છે? એ બધુ તા તારે જ કરવાનું હોય ને !' શિવાદેવીના વચનથી ખલભદ્રની સાથે વિચારણા
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy