SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૩ ૧૯૧ ગભરાઈ જવાનું છે? તારા બાહુબલથી ગર્વિત થયેલે તું, આવી જા મારી સામે, જોઉં તારું બળ કેટલું છે?” એમ કહીને અભિચન્દ્ર હિરણ્યનાભની સાથે યુદ્ધમાં ઉતર્યો. હિરણ્યનાભે બાણ ના વરસાદથી અભિચન્દ્રને આચ્છાદિત કરી નાખ્યા. પરંતુ અર્જુને પોતાના બાણથી વચમાં જ તેના બાણોને છેદી નાખ્યાં. (ખરેખર, માણસોની અવદશા હોય ત્યારે તેનું સઘળું બળ પણ ક્ષય પામે છે.) ત્યારે હિરણ્યનાભે અર્જુનનો વધ કરવા માટે તેના તરફ તીણ બાણે છોડયાં. તેને વચમાંથી ભીમે ગદાથી ચૂર્ણ કરી નાખ્યા. બલવાન એવો હિરણ્યનાભ સેનાપતિ ભીમને મારવા માટે જે જે બાણ ફેંકતો હતો. તે બધાને ભીમ ગદાથી ચૂર્ણ કરી નાખતા હતા. બલગવિત યાદવોની મોટી સેના હોવા છતાં, હિરણ્યનાભની બાણવષં આગળ રથિકે, ઘેડેસ્વારે, મહાવતો કે કોઈ સૈનિકો ટકી શક્યા નહી. ત્યારે જયસેન હિરણ્યને પકડવાની ઈચ્છાથી ધનુષ્ય ખેંચીને તેની સામે આવ્યો. “બાલકની જેમ શું મારું મોઢું જોઈ રહ્યો છે?” એમ બેલતા હિરણ્યનાભે જયસેનના સારથિને મારી નાખ્યો. જયસેને પણ હિરણ્યનાભરાજાના ધનુષ્યને, રથને અને સારથીને હણી નાખ્યાં. ત્યારે રોષે ભરાયેલા હિરણ્યનાભે એકીસાથે ભયંકર દશ બાણને મૂકીને જયસેનનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે પોતાના ભાઈના વધથી કેધે ભરાયેલ મહજય હાથમાં કૃપાણ (તલવાર) ઉગામીને હિરણ્યનાભને મારવા માટે દોડ. પરંતુ હિરણ્યનાભે દોડતા મહીજયની છાતીમાં તીકણ બાણ માર્યું અને ત્વરાથી મહીજયના પ્રાણની સાથે છાતીમાંથી બાણને ખેંચી કાઢ્યું. બંને ભાઈ એના મરણથી કે ધાતુર બનેલે અનાધૃષ્ણિ, હિરણ્યનાભને મારવા માટે તલવાર આદિ શસ્ત્રો લઈને દોડો. જરાસંધના બીજા રાજાઓએ પણ અર્જુન આદિ પાંડવો સાથે અને યાદવની સાથે ભયંકર યુદ્ધ આરંવ્યું. કામરૂપ દેશને અધિપતિ ભગદત્ત હાથી ઉપર આરૂઢ થઈને મહાનેમિ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો અને બોલ્યો - “અરે, હું તારા ભાઈને સાળો રૂઝિમરાજ નથી. તેથી નારકની જેમ તારા શરીરના ટુકડે ટુકડા કરી નાખીશ.” આ પ્રમાણે બાલાન પિતાના હાથીને મહાનેમિની સન્મુખ લાવ્યો. ત્યારે મહાનેમિએ પિતાના રથને હાથીની આસપાસ ભમાવીને બાણોથી હાથીના પગ છેદી નાખ્યા ભગદત્ત જમીન પર પટકાયો. ‘તું રૂકિમ નથી.” એમ હતી તેના ધનુષ્યબાણને છેદી નિઃશસ્ત્ર કરીને છોડી મૂકો. “ખેર, ઉત્તમપુરૂષે નીતિને અનુસરનાર હોય છે” રિશ્રવા અને સત્યકિનું ભયંકર યુદ્ધ થયું, તેમાં સત્યકિએ ભુરિશ્નવાને બંદીવાન બનાવ્યો. ધનુષ્યની પણછ ખેંચી. તેની ડોક મરડીને ભુરિશ્રવાને વધ કર્યો. આ બાજુ બંધુઓના વધથી હિરણ્યનાભનો જીવ લેવા માટે ઉત્સુક થયેલા અનાવૃષ્ણુિએ, પિતાના બાણોથી હિરણ્યનાભના ધનુષ્યને છેદી નાખ્યું. પરાક્રમી એવા હિરણ્યનાભે પણ અનાધૃષ્ણિના બાણને વચમાંથી જ છેદી નાખ્યાં. ચારેબાજુ ભયંકર જ્વાલાઓને વર્ષાવતા હિરણ્યનાભને જોઈને અનાઘ બ્સિ પગે ચાલીને તેની સામે દોડયા. પિતાનું પરાક્રમ દેખાડવા માટે દોડતા આવતા અનાધ ષ્ણિને જોઈને હિરણ્યનાભ ભયથી ધ્રુજી ઉઠયો. એ તકનો લાભ લઈ અનાધષ્ણુિએ તલવારથી હિરણ્યનાભના અંગને નિજીવ બનાવી દીધું. અર્થાત્ તેને શિરછેદ કર્યો. હિરણ્યનાભ સેનાપતિ હણાવવાથી તેના સૈન્યમાં રહેલા રાજાઓએ જરાસંધનું શરણ સ્વીકાર્યું. હિરણ્યનાભ રાજાના મૃત્યુથી જાણે દુ:ખી થયો હોય તેમ સુર્ય પણ અસ્ત પામી ગયા. મૃતસ્નાન કરવા માટે જાણે પશ્ચિમસમુદ્રમાં ગયે ના હોય! વિજય પ્રાપ્ત કરીને આવેલા અનાવૃષ્ણિને પાંડેએ સત્કાર્યા. તેમજ વિષ્ણુ પાસે લઈ ગયા. ત્યાં કૃષ્ણ આદિ યાદવ રાજાઓએ પણ અનાવૃષ્ણિને ખૂબ શાબાશી આપી.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy