SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૩ ૧૮૩ એ અગીયાર વસુદેવપુત્રો એક લાખ રથની સાથે રહ્યા. તેઓની પાછળ ઉગ્રસેનરાજા એક કરોડ રથની સાથે રહ્યા. તેમની પાછળ તેમના ચાર પુત્રો સૈન્ય સાથે રહ્યા. ગરૂડની અને ભુજના સ્થાને રણ, સારણ, ચંદ, દુર્ધર અને સત્યક નામના રાજાએ પોતાના પુત્રો સહિત રહ્યા. દક્ષિણ બાજુ સમુદ્રવિજય પિતાના બંધુઓ તેમજ પુત્રો સાથે રહ્યા. મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, રથનેમિ, અરિષ્ટનેમિ, મેઘ, મહીજય, જય, જયસેન, તેજસેન અને વજસેન આદિ સમુદ્રવિજયના પુત્રો, સમુદ્રવિજયની નજીકમાં રહ્યા. તેમજ સમુદ્રવિજયની બે બાજુ પચીસ લાખ રથની સાથે બીજા રાજાઓ પણ સેવકની જેમ ઊભા રહ્યા. ગરૂડની ડાબી પાંખમાં બલભદ્રના પુત્રે, યુધિષ્ઠિર આદિ પાંડવો, તેમજ બલદેવના પુત્રો નિષધ, ઉન્મુક, શમનુ, દમન, સત્યકિ, પ્રકૃતિ, શ્રીધ્વજ, દેવાનંદ, શાંતનુ, આનંદ, શત્તધન, દશરથ, વિપ્રથ, વિશ્વ પૃથુ, મહાધન, દ્રઢધનુ, અતિવીર્ય અને દેવોનો આનંદદાયક દેવાનંદ આદિ પચ્ચીસ લાખ રથની સાથે રહ્યા. પાંડવોની રક્ષા માટે પાછળ ચંદ્રયશા, સિંહલ, બમ્બર, કાંબોજ, કેરલ, શત્રુઓને વિદારણ કરનાર દ્રવિડરાજા, અને દરિદ્રભિત આદિ રાજાઓ સાઈઠ હજાર રથની સાથે રહ્યા. તેની પડખે મહસેન પિત નામના રાજા રહ્યા. તેના પક્ષની રક્ષા માટે ભાન, સુભાન, ભામર, સંજય, અમિતભાનુ. કપિ, વિષ્ણુ, ગૌતમ, શત્રુંજય, મહસેન, ગભીરક, બૃહદધ્વજ, વસુધર્મ, ઉદય, કૃતવર્મક, પ્રસેનજિત, દ્રઢધર્મ, વિક્રાંત, અને ચિત્રવત્મક આ પ્રમાણે ગરૂડના ચિન્હવાલી ધ્વજાથી યુક્ત સૈનિકના ગરૂડવ્યુહની રચના કરી. મહાપુરૂષોને પણ દૃષ્ટિરાગ દુત્યજય (અર્થાત્ દાક્ષિણ્યતાને ત્યાગ કરતા નથી. ) હોય છે. તેમ ભગવાન શ્રી નેમિનાથ પોતે વિરાગી હોવા છતાં, વિષ્ણુની દાક્ષિણ્યતાથી યુદ્ધ કરવા માટે રણસંગ્રામમાં આવ્યા. આ જાણીને ઈન્દ્ર ભગવાનને માટે તેમના સારથિની સાથે અજેય એવા શસ્ત્રોથી પરિપૂર્ણ રથ મેકલ્યો. આવા પ્રકારની અદ્દભૂત ગરૂડવ્યુહની રચનાથી “જીવોને ઘાત ના થાઓ.” એમ માનીને જીવહિંસાના ભયથી જ જાણે સૂર્ય અસ્તાચલ પ્રત્યે ગયો ના હોય! “મારા રથની પહેલા સૂર્યનું આગમન ના થવું જોઈએ.” એમ માનીને જાણે માતલિસારથિએ સૂર્યોદય પહેલાં જ રથને લઈને ભગવાન નેમિનાથની આગળ આવી નમસ્કાર કરી રથનું ભેટશું કર્યું. ઈન્દ્ર મોકલેલા રથ ઉપર આરૂઢ થઈને નેમિનાથ પણ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. સમુદ્રવિજયે કૃષ્ણના મોટાભાઈ મહાપરાક્રમી એવા અનાવૃષ્ણુિની સેનાપતિ તરીકે નિમણુંક કરી. समस्तेऽपि हरेः सैन्ये, बभूवाथ जयारवः । कटके मगधेशस्य, बभूव क्षोभना घना ॥५६॥ व्यूहयोरुभयोरग्र-सुभटाश्चक्रिरे रणं । कुर्वतस्तांडवं नृत्य-कारका इव रंगतः ॥५७॥ पेतुविविधशस्राणि, समादाय द्वयोरपि । सुभटा वर्षयामासुः, कल्पांतजलदा इव ॥५८॥ उभयोरपि वाहिन्यो-~हौ द्वावपि भेदतां । न चापतुर्मदोत्कटय, दधानौ ताकिकाविव ।। जरासंधस्य सैन्याधि-पतिहक्कारिता भटाः । अग्रगान भंजयामासु-मुकुंदसैन्यसंस्थितान् ।। सुभटान् गरुडव्यूह-संस्थिन् गरुडध्वजः । पताकोच्छालनाच्चक्रे, सर्वान् धैर्यसमन्वितान् । तदा शौर्यान्महानेमि-पाथों पक्षस्थितावपि । मध्यस्थितोऽप्यनाधृष्णि-र्योध्धुं त्रयोऽपि निर्गताः। शंखोऽधमत् महानेमिः सिंहनादं महद्भूतं । अर्जुनदेवदत्ताख्यमनाधृष्णिर्बलाहकं ॥६३॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy