SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ अबीभणत्कुमारोऽपि, रे त्वं कुप्यसि किं वृथा । यदि त्वयि भवेच्छक्ति-युद्धायैहि तदा द्रुतं ॥ दग्धस्योपरि भूयिष्ट-दुःखकृत्स्फोटकोपमं । समाकर्ण्य वचस्तस्य, सोऽप्यभूत्क्रोधभीषणः ।१५। रक्ताक्षो व्यलगद्योधुं, यक्षस्तेन सह द्रुतं । अहंस्तथा कुमारस्तं, स आक्रंदं यथाकरोत् ।१६। यदा जितः कुमारण, प्रसन्नः सोऽभवत्तदा । प्रसन्नतास्वरुपस्य, दर्शनार्थं स आनयत् ।१७। निर्मलं चामरद्वंद्वं, पवित्रमातपत्रकं । नष्टारि तरवारि चा-नीय तस्मै स दत्तवान् ।१८। पुनः सुनंदकं दत्वा प्रसूनान्यंशुकानि च । तवाहं सेवकोऽस्मिति, कुमारमसुरोऽब्रवीत् ।१९। इत्युक्तेऽपि कुमारस्तं, संस्थाप्य तत्र तुष्टितः । ततोऽसुराचितांगोऽसौ, भूषितश्च विनिर्गतः ॥ अत्रापि मारितो नायं, चितयंत इतीय॑या । ते भूषितं तं समालोक्य, बभूवुर्दीनमानताः ॥२१॥ ત્યાર પછી કપટભાવથી વિદ્યાધર પુત્રો સરલ એવા પ્રદ્યુમ્નને મહાભયંકર ગુફા તરફ લઈ ગયા, અને ગુફાથી દૂર ઊભા રહીને વા મુખે પોતાના બંધુઓને કહ્યું : “બંધુઓ, સામે દેખાય છે તે ગુફામાં પ્રવેશ કરીને હું ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરીને આવું છું. ત્યાં સુધી તમે બધા અહીંયા ઊભા રહો.” માનવ સ્વભાવ છે કે જગતમાં એક વખત વિજય મળ્યો હોય તો ફરીથી લાભ માટે પ્રયત્ન કરે છે. તે પ્રમાણે પ્રદ્યુમ્ન બંધુઓને કહ્યું : “ભાઈ, તમે ના જાવ, હું જ ત્યાં જઈશ. તમે બધા અહીંયા રહે.” આ પ્રમાણે કહીને ભાઈઓના જોતા જોતામાં તો ગુફામાં જઈને ભયંકર અવાજ કર્યો. તેના અવાજથી ગુફાને અધિષ્ઠાયક યક્ષ ક્રોધથી લાલપીળા થઈને આવ્યો અને પ્રદ્યુમ્નને કહ્યું : “અરે છોકરા, શું તું અહીં મરવા માટે આવ્યો છે ? તને ખબર નથી કે આ ગુફા કેની છે? અહીં આવીને સ્વેચ્છાએ રાડો પાડે છે !” ત્યારે કુમારે કહ્યું : “અરે, એમાં શું તું આટલું બધું ક્રોધ કરે છે? તારી શક્તિ હોય તે આવ મારી સાથે લડવા માટે.” દાક્યા ઉપર ડામ જેવાં કુમારનાં વચન સાંભળીને કાતર બનેલો યક્ષ કમાર ઉપર ધસી આવ્યું. ત્યારે પ્રદ્યુમ્ન તેને એવી રીતે પછાડ્યો કે તે લોહી વમત થઈ ગયો. આ રીતે પ્રદ્યુમ્નથી પરાજિત થયેલા યક્ષે પ્રસન્ન થઈને પ્રસન્નતાના સૂચક નિર્મલ બે ચામર, સુંદર છત્ર, શત્રુને નાશ કરવાવાળી તલવાર, “સુનંદક' નામને પુષ્પગુચ્છક અને પુષ્પના વસ્ત્રો પ્રદ્યુમ્નને આપીને બોલ્યો : “આજથી હું આપને સેવક છું. આપ મારા માલિક છે. જ્યારે કામ પડે ત્યારે યાદ કરશે. સેવક હાજર થશે.” આ પ્રમાણે કહીને યક્ષ સ્વસ્થાને ગયો. અસુરથી પૂજાયેલ અને અલંકારોથી અલંકૃત પ્રદ્યુમ્નને આવતો જોઈને ઈર્ષ્યાથી તે પ૦૦ કુમારો વિચારવા લાગ્યા : “અરે, આવી ભયંકર ગુફામાં પણ આ મરાયે નહી ?” આ પ્રમાણે વજા મુખ આદિ દીન મુખવાળા બની ગયા. यतस्ततोऽप्ययं लाभ, समानयति लत्वरं । अत्रास्य जीवितस्यापि, विनाशो वै भविष्यति ।२२॥ देवा देव्यश्च वर्तते, व्यंतरा असुरा अपि । आराधिताः प्रसन्नाः स्यु-न तु नागकुमारकाः ॥ सर्वेभ्योऽपि शरोरिभ्यो, नागाः स्युः कोपकारिणः । अतोऽयं नीयते नाग-गुहायां यदि तद्वरं ।२४॥ ध्यात्वेति खेचराधीश-तनया नयजिताः। आनयन् सरलात्मानं, तं भीमा नागकदरां ।२५। तस्या दवोयसि स्थाने, स्थितो वज्रमुखोऽवदत् । यः प्रविश्यात्र निर्गच्छे-च्चितितार्थं लभेत सः ॥ युष्मानत्रैव संस्थाप्य, गच्छाम्यहं ततोऽनुजाः । तदोचे मदनो बंधो, यामि चेन्न विषीदसि ।२७।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy