SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૧૨ ૧૬૩ आनीय निजगेहे ता-वानर्च महतोऽधिकं । प्रद्युम्नोऽपि तमापृच्छया-ययौ द्वारवतीं पुरीं ॥ नामयित्वा स्नुषां मातृ-पादयोर्गेहसंस्थितः । भोगांस्तया सहाभुंक्त, रूपनिजितरंभया ॥५०॥ હવે એક વખતે રૂકિમણીએ, પ્રદ્યુમ્નના માટે પોતાના ભાઈ રૂકિમકુમારની પુત્રીની યાચના કરવા માટે કુંઠિનપુર પોતાના એક દૂતને મોકલ્યા. દૂતે જઈને રૂકિકુમારને રૂકિમણીને સંદેશ આપ્યા. સાંભળીને ક્રધાતુર બનેલા રૂકિમકુમાર રાજાએ કહ્યું- “અરે દૂત, તું શું બોલી રહ્યો છે? રુકિમણુએ શું વિચારીને મારી પુત્રીની યાચના કરી? એને શરમ ના આવી? શું હું એ પાપી ચંડાલપુત્રને મારી પુત્રી આપું ? દૂત, રુકિમણીને જઈને કહી દેજે : “તે તે એક વખત વિચારી કામ કર્યું, પરંતુ તારી જેમ હું અવિચારી પગલુ ભરું તેમ નથી.”રૂઝિમકુમારથી અપઅમાનિત થયેલા દૂતના મુખે રૂકિમકુમારની વાત સાંભળીને રૂકિમણું ખૂબ દુઃખી થઈ. બંધુએ કરેલા અપમાનથી ઉદાસીન બનેલી રૂકિમણુને જોઈને પ્રધુને પૂછયું - “માતા, ઉદાસ કેમ છે ? તને શું દુ:ખ છે ?? કિમણીએ પોતાના ભાઈ ના તિરસ્કારભર્યા વચનો પ્રદ્યુમ્નને કહ્યાં. સાંભળીને પ્રધુને કહ્યું: “માતા, તું ચિંતા ના કર. તારા ભાઈ અને મારા મામા હોવાથી તેમને મારવા તે યોગ્ય નથી, પરંતુ એણે મેને “ચંડાલપુએ કહ્યો છે, તે હવે ચાંડાલ બનીને જ તેની પુત્રીને પરણીશ.” માતાને સ્વસ્થ કરી શાંબકુમારની સાથે પ્રદ્યુમ્ન કંડિનપુર નગરમાં ગયા. ત્યાં બંનેએ મધુર અવાજે ગીત ગાતા ચંડાલનું રૂપ ધારણ કર્યું. કર્ણને આનંદ પમાડે તેવા મધુર સ્વરે ગીત ગાન કરતા બંને ચંડાલેએ આખી નગરીને મુગ્ધ બનાવી દીધી. રાજાએ પણ તેમનું શા માટે રાજસભામાં આમંત્રણ આપ્યું. તેમની મધુર સુરાવલિ સાંભળીને ખુશ થયેલા રૂકિમકુમાર રાજાએ ઘણું ધન આપીને પૂછ્યું – “આટલી સુંદર સંગીતકલામાં પારંગત એવા તમે ક્યાંથી આવે છે ?” તેઓએ કહ્યું : “રાજનું, સ્વર્ગલોકમાંથી કુતૂહલ જોવા માટે પૃથ્વી પર આવી ના હોય, એવી સ્વર્ગપુરી સમાન દ્વારિકા નગરીથી અમે આવીએ છીએ. જે દ્વારિકાને સ્વયં કુબેરભંડારીએ નારાયણને રહેવા માટે વસાવી છે. એમાં શ્રીકૃષ્ણ રાજ્ય કરે છે. પિતાના મેળામાં બેઠેલી રાજકન્યા વૈભીએ કહ્યું: “તમે વિષ્ણુના પુત્ર પ્રદ્યુમ્નને જાણો છો?” ત્યારે વિકસ્વર નેત્રે શબે કહ્યું: “ઔદાર્ય અને ચાતુર્યના ભંડાર સમા પ્રદ્યુમ્નને કણ ના જાણે ? આ જગતમાં પ્રદ્યુમ્ન સમાન રૂપવાન, ગુણવાન, વિદ્યાવાન અને પરાક્રમી કેઈ પુરૂષ નથી કે જે પ્રદ્યુમ્નની તુલનામાં આવી શકે. પ્રદ્યુમ્નની પ્રશંસા સાંભળીને રાગવિહળ બનેલી વૈદભીએ મનમાં નિશ્ચય કર્યો : “આ જીવનમાં પ્રદ્યુમ્ન જ મારે ભર્તાર થાઓ. આ પ્રમાણે રાજકન્યા પ્રદ્યુમ્નને મનથી વરી ચૂકી. એટલામાં રાજસભામાં આવીને સેવકે એ સમાચાર આપ્યા: સ્વામિન્, આપને પટ્ટહસ્તિ આલાનસ્તંભ ઉખેડીને નિરંકુશપણે તોફાન કરતા નગરમાં ઘૂમી રહ્યો છે.” સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવીઃ– “જે કઈ પટ્ટહસ્તિને વશમાં લાવશે તેને ઇચ્છિત વસ્તુ આપીશ.” પટહષણ સાંભળીને નગરવાસીઓ હાથીને વશ કરવા માટે દેડયા, પરંતુ કેઈ હાથીને વશ કરવા માટે સમર્થ થઈ શકે નહી. ત્યાર પછી ચાંડાળવેષધારી શાબપ્રદ્યુમ્ન હાથી પાસે આવીને ગીતગાન કરી ક્ષણમાત્રમાં હાથીને વશ કર્યો. તેથી આખા કુંડિનપુર નગરમાં બંને ચંડાળની બેલબાલા થઈ. રાજાએ કહ્યું- “તમને ઈષ્ટ હોય તે માંગો. ચંડાલોએ કહ્યું: “મહારાજા, આ જગતમાં કઈ ઈષ્ટ આપનાર છે જ નહીં.' રાજાએ કહ્યું – “એવું ના બેલો. “બહુરના વસુંધરા ” છે. તમને જે ઈષ્ટ હોય તે માગી લ્યો. હું આપવા તૈયાર
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy