SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર આવતી હતી, રસ્તામાં બે ત્રણ દિવસ થઈ ગયા. અમે સંધ્યા સમયે આ વનમાં આવ્યાં. રાત્રિમાં વિશ્રામ માટે છાવણી નાખીને અમે રહ્યાં. રાત્રિમાં સાથે રહેલા બધા માણસે થાક્યા પાક્યા ઊંઘી ગયા. ત્યારે હું શત્રિમાં એકાએક જાગી ગઈ. મામાની યાદ આવતાં હું ખૂબ જોર જોરથી રડવા લાગી. મામાના વિયાગથી હું ખુબ દુઃખી થઈને રડતી રહી. મારા પિતાએ ઘણું આશ્વાસન આપ્યું, છતાં કેમે કરીને મારૂ રૂદન શાંત થયું નહી. તેથી મારા પિતા કંટાળીને મને એકલી મૂકીને રાત્રિના છેલે પ્રહરે અહીંથી ચાલ્યા ગયા. હવે હું શું કરું? હે માતા, હું ક્યાં જાઉં?” કન્યાના વિષાદપૂર્ણ વચન સાંભળીને સત્યભામાએ કહ્યું –“ભદ્રે, તું મનમાં જરાયે ખેદ કરીશ નહી. તારે વિવાહ મારા પુત્ર સુભાનુ સાથે કરાવીશ. જે તું મારી વાત માનીને મારા પુત્રની સાથે પાણિગ્રહણ કરીશ, તે તારા રૂપ-લાવણ્ય સફલ થશે. તને ઘેર લઈ જઈને હું પણ તારી બધી કાળજી કરીશ. સિવાય આપણાં બીજા દાસદાસીઓ પણ તારી સેવા કરશે.” સત્યભામાના વચન સાંભળીને કૃત્રિમ પ્રેમ બતાવતી શાંબ કન્યા બેલી:- “મુરારિ (કૃષ્ણ) જેવા રાજા મારા સસરા હોય, અને પટ્ટરાણી એવા તમારા જેવી મારે સારું હોય, તે મારા ઘણું ધન્યભાગ્ય કહેવાય.” કન્યાના પ્રેમપૂર્ણ વચન સાંભળીને તેને સાથે લઈને છાની રીતે પોતાના રાજમહેલમાં આવી. કુમારીકાને સુંદર વસ્ત્રો અને આભૂષણે આપ્યાં. કન્યારૂપે શાંબ સત્યભામાના ત્યાં આનંદથી રહ્યો. તેવામાં વસંતતુ આવી. જે વસંતઋતુ વૃક્ષેને નવપલ્લવિત કરનાર હોય છે. ભ્રમરે, કામી સ્ત્રી પુરૂષ અને પથિકોને વૃક્ષો છાયા આપતા હોવાથી દરેકને પ્રિય લાગે છે. એવી વસંતઋતુમાં બંને પ્રકારના તાપને શમાવવા માટે નગરવાસી સ્ત્રી પુરૂષે તેમજ રાજાએ પોતાની રાણીઓ સાથે વનમાં કીડા કરવા માટે આવ્યા. તેમાં કેઈક સ્ત્રીઓ નૃત્ય કરીને, તે કઈ રીઓ મધુર સ્વરે ગીત ગાન કરી પોતાના પતિએના મનને પ્રસન્ન કરી રહી હતી. સુભાનુકુમાર પણ પોતાના મિત્રોની સાથે વસંતકીડા કરવા માટે વનમાં આવ્યો. ત્યાં સ્ત્રીઓના મધુર ગીતગાન નૃત્યનાં ઝંકાર વિગેરે સાંભળીને કામ–વિહલ બની ગયો. કામદેવના પ્રચંડ બાણેથી હણાયેલે સુભાનુકુમાર મૂર્શિત થઈને ભૂમિ પર પડી ગયો. મિત્રે શીતલ પાણી અને પવન વડે તેને સચેતન કરી ઘેર લાવ્યા. છતાં તેને કયાંય ચેન પડતુ નહી. સત્યભામાએ પિતાના પુત્રને કામાતુર જાણીને “હવે આ વિવાહ માટે યોગ્ય છે.” એમ વિચારી પોતાના મંત્રીઓને બોલાવીને કહીં“જાવ, કેઈ સુંદર કન્યા મલે તે શોધી લાવ. તમે કન્યા જોવા માટે જાય છે, તેવી કેઈ ને પણ જાણ થવી ના જોઈએ. જાવ આપણા વનમાં જ તપાસ કરે.” મંત્રીઓને એ પ્રમાણે કહીને ને (શાંખકુમારીને) છૂપી રીતે વનમાં એકલી દીધી. પોતાની સ્વામિનીના આદેશથી મંત્રીઓ કન્યાની શોધ માટે ગયા, ત્યાં શોધતાં વનમાં રહેલી સુંદર કન્યાને જોઈને, પોતાની સ્વામિની સત્યભામાને નિવેદન કર્યું - “સ્વામિની, આપણું જ વનમાં કેઈ સુંદર રાજકન્યા આવેલી છે. તે સુભાનુકુમાર માટે યોગ્ય છે.” સાંભળીને તરત જ સત્યભામા વાજતે ગાજતે કન્યાને લેવા માટે વનમાં ગઈ અને પ્રદ્યુમ્નના ભયથી સર્વલોક સમક્ષ કન્યાને પિતાના મેળામાં બેસાડી, હાથીની અંબાડીમાં સ્થાપના કરી. મહત્સવ પૂર્વક પિતાના રાજમહેલમાં લાવી, પંખણા કરી કન્યાને વધાવી. લગ્નમંડપમાં વર તેારણે આવ્યો. સૌભાગ્યવતીઓએ માંગલિક વિધિ કરી વરને વધાવ્યા. ચોરીમાં સુવાનુકુમાર અને શબકુમારીના હસ્તમેળાપ સમયે, કન્યા ભયંકર વ્યાવ્રરૂપે બની ગઈ અને ચપેટાથી સુભાનુકુમારને મારીને જમીન ઉપર પછાડ. તેમજ ભાનુકુમાર, સત્યભામા અને તેના પરિવારને ચપેટા મારતો પોતાનું મૂલથરૂપ ધારણ કરીને હસતે હસતે શાંબ વિષ્ણુની રાજસભામાં જઈ પિતાને નમસ્કાર કરીને બેઠે.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy