SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર काचिज्जागाद धन्योऽयं, यस्य कष्टेऽपि संपदः । बभूवुः सकलाभीष्टा-श्चमत्कारविधायिकाः। काचिद् बभाण भो भद्रे, किं जल्पसि पुनः पुनः । पुंसां पुण्यवतां कि किं, न स्यात्पुण्यप्रभावतः । एतेन भगवत्पूजा कृतामुत्र भविष्यति । दत्तं दानं सुपात्रेषु, चारित्रं पालित शुभं ॥६८॥ शीलमाचरितं नूनं, तपस्तप्तं च दुस्सहं । षण्णां जीवनिकायानां, रक्षा कृता भविष्यति ।६९। समृद्धिरीदृशी तेन, संप्राप्ता तेन धीमता । कुरुष्व त्वं तदा पुण्यं, यदि वांच्छा सुखे भवेत् ॥७०॥ स्वयशोवादसंभूतां, नानोक्तिमिति नागरीं । शृण्वानश्चामरैर्वीज्य-मानश्छत्रस्फुरच्छिराः ७१। मिथो वाद प्रकुर्वदि भ-रिव वादिनिःस्वनैः। सहेंद्रेणेव कृष्णेन, जयंत इव सोऽस्फुरत् ॥७२॥ शोभायै स्वजनानां च, श्रृंगारितस्य सद्मनः। स्वः स्पर्धयेव तुल्यत्वं, द्रष्टुं तत्र समागतः ॥७३।। तयापि भूरिनारीभिः, सुवासिनीभिरादरात् । निष्पादितैर्गातगान- र्याचारो विनिर्मितः । तनूजमिलनेनैव, रुक्मिण्युदयसंभवे । सत्यभामां विना भा, सर्वेऽपि तुतुषुर्जनाः ॥५॥ बलभद्रो मुकुंदश्चापरे सर्वेऽपि पार्थिवाः। हर्षेण भोजनं चक्रुः, रुक्मिण्या विनिमंत्रिताः ॥७६॥ तस्थिवांसो महीपाला-स्तत्रैव कियतो दिनान् । अन्यदा सचिवाः प्रोचु- विष्णुं मुदा समन्वित। કેઈ મંદબુદ્ધિવાળાને પ્રદ્યુમ્નનું દર્શન કરવા જેવું લાગે છે, તે કેઈકને તેની વિદ્યાના ચમત્કાર સાંભળવા ગમે છે. કેઈક સ્ત્રી મન્મથ (પ્રદ્યુમ્નના રૂપને જોઈને મારા પતિમાં આમાંનું કંઈ પણ નથી.” આ પ્રમાણે વિચારી પોતાના પતિની નિષ્ફળતાને વિચાર કરે છે. કેઈક સ્ત્રી વિચારે છે - “પતિ જે લકુટા જેવો હોય તે એ સ્ત્રીને અવતાર ખરેખર નિરર્થક છે. પતિ તો પ્રદ્યુમ્ન જેવો જ જોઈએ,આ રીતે અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ કરતી સ્ત્રીઓ અનિમેષ નયને પ્રદ્યુમ્નને જઈ રહી હતી. કેઈ પ્રૌઢ સ્ત્રી બેલી કે “એની માતા રુકિમણીને ધન્ય છે કે જેણે પોતાની કુક્ષીમાં આ પુત્રને નવમાસ ધારણ કર્યો અને એને જન્મ આપ્યો. કેઈ કહે છે – “કૃષ્ણને ધન્ય છે, જેને આ વિદ્યાસંપન્ન કુલવાન પુત્ર છે. ગમે તેવા સંકટમાંથી પસાર થઈને પણ પિતાને આવી મળ્યો.” કઈ કહે છે - એ વિદ્યાધરી કનમાલાન ધન્ય છે, જેણે પોતાના ઉલ્લંગમાં (ાળામાં) રમાડી તેનું લાલનપાલન કરી માટે કર્યો. કોઈ કહે છે - “ધન્ય છે કાલસંવર વિદ્યાઘરને, કે જેણે શિલા ઉપરથી રત્નની જેમ ગ્રહણ કરી પુત્રવત્ વૃદ્ધિ પમાડયા. ત્યારે કેઈક સ્ત્રી કહે છે: “ધન્ય છે પ્રદ્યુમ્નને કે જેણે કષ્ટમાં પણ ચમત્કાર કરનારી ઈષ્ટ સંપત્તિઓને પ્રાપ્ત કરી.” કેઈ વૃદ્ધા સ્ત્રી કહે છે – “ભદ્ર, એમાં શું બોલવા જેવું છે? આ બધુ પુણ્યના પ્રભાવથી જ મળે છે. પુણ્યશાળી પુરૂષોને પગલે પગલે નિધાન હોય છે, અને પૂર્વભવમાં ભગવંતની પુજાભક્તિ કરી હશે, સુપાત્રમાં દાન દીધાં હશે, શુદ્ધ ચારિત્રનું આરાધન કર્યું હશે, સદ્દગુરૂના વચનથી નિર્મલ બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું હશે, દુષ્કર તપશ્ચર્યા કરી હશે, છ જવનિકાયની રક્ષા કરી હશે, તે જ આવા પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. માટે તમારે પણ જે સુખની ઈચ્છા હોય તે પુણ્ય કાર્ય કરો. આ પ્રકારે નગરવાસી સ્ત્રી પુરૂષોના મુખથી યશવાદને સાંભળતા, ચામરથી વિંઝાતા, જેમના મસ્તક પર છત્ર રહેલું છે, વિવિધ પ્રકારના વાજિંત્રના અવાજથી ઉલ્લસિત બનેલા વાતાવરણમાં ઈન્દ્રની સાથે તેને પુત્ર જયંત શોભે તેમ કૃષ્ણ પાસે પ્રદ્યુમ્ન શોભી રહ્યો છે. દ્વારિક્રવાસી નગરજનેએ પિતાના ઘરના આંગણે નવનવી પ્રકારની સ્વસ્તિક-રચનાઓ કરી.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy