SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર एवं वचनमाकर्ण्य, शक्तिवान् ब्राह्मणोऽब्रवीत् । कथितं यत्त्वया नाथ ! मेषस्तत्प्रविधास्यति । एतैस्तव जनस्तहि अवज्ञाकरणात् क्षणात् । मेषेणापि सहाहं तु, मार्यो निशितमार्गणैः ॥४८॥ पूजनीयो जनरेतैः, सांप्रतं त्वं प्रवर्तसे । त्वामेव यदि मेषोऽयं, पातयेद्वसुधातले ।४९। क्रुद्धय ति यादवाः किं न, तदा ते बलगविताः। ततोऽमुं न विमोक्ष्यामि, सर्वथोद्यत्पराक्रमं॥ सर्वेऽपि यादवाःप्रोचुः स्वस्वामिभक्तितस्तदा । इदृशाः खेलिताः प्राज्या दुष्टोऽयं किं करिष्यति। तदोचे वसुदेवोऽपि, शोकं त्वं हृदि मा कृथाः । पातयिष्यति मेषो मां, चेन्न तत्तव दुषणं ।५२। द्विजोऽवक् साक्षिणो यूयं, भवतेत्यभिधाय च । मुमोच कृष्णतातस्प, जानें प्रति तमेडकं ५३। विधाय जानुना साक-मास्फालनं पराकमात् । मेषोऽयं वसुदेवस्या-करोद् भूरिव्यथां हृदि । तेनाथ वसुदेवोऽपि, मूर्छा प्राप्यापतद् भूवि । धावंतो यादवाः सर्वे, तस्य पार्वे समाययुः ।५५। सर्वे समुदितोभूय, हाहारवं निजाननात् । कुर्वाणा उपचारांस्ते, विविधांश्चक्रुरुद्यमैः ।५६। उपायैर्बहुभिर्याव-द्यादवैरुपचर्यते । मानहीनं हरेस्तातं कृत्वा तावत्स निर्ययौ ।५७। આગળ ચાલતા બ્રાહ્મણરૂપે પ્રદ્યુમ્ન ઉંચા રાજમહેલની, મદમત્ત હાથીઓના ગંડસ્થલમાંથી ઝરતા મદનલથી કાદવ રૂ૫ બની ગયેલી જમીન જોઈને વિદ્યાને પૂછ્યું: “અનેક જાતની શોભાથી સશોભિત એ આ મહેલ કોને છે !” વિદ્યાએ કહ્યું : “તારા પિતામહ (દાદા) વસુદેવનો આ મહેલ છે” ફરીથી વિદ્યાને પૂછયું : “દાદાને અતિ પ્રિય શું ચીજ છે ?” વિદ્યાએ કહ્યું : “દાદા વસુદેવને ઘેટાઓનું યુદ્ધ અતિ પ્રિય છે. વિદ્યાનું કથન સાંભળીને વિદ્યાશક્તિથી સુંદર હૃષ્ટપુષ્ટ ઘેટાને વિવી, ઘેટાના કંઠમાં સુવર્ણની ઘુઘરીઓવાળી પાંચ કંઠીઓ પહેરાવી. સુશોભિત એવા ઘેટાને સેનાની સાંકળથી બાંધીને, સુવર્ણના તોરણોથી સુશોભિત અનેક ધજા-પતાકા વડે આશ્ચર્યકારી, બંદીજનોના માંગલિક સૂરોથી આનંદદાયક, તેમજ સજીવન અને ચિત્રિત હસ્તિ, અ, ગાયે, સિંહ, વાઘ... આદિ પશુઓથી સુશોભિત રાજમહેલના આંગણામાં પ્રવેશ કર્યો. દ્વારપાલની આજ્ઞા મેળવીને રાજમહેલની મધ્યમાં ગયો. ત્યાં મેરૂના શિખર પર રહેલા સૂર્યની જેમ રમણીય એવા સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, અનેક રાજપુત્રોથી સેવાતા, દેવેન્દ્ર સમાન સુંદર રૂપવાન પુણ્યશાળી પિતામહને જોઈને પ્રણામ કર્યા. સુવર્ણની શંખલાથી બાંધેલા મનોહર ઘેટાને જોઈને સ્વયં વસુદેવે પૂછ્યું : “અહો બ્રાહ્મણ, આ શ્રેષ્ઠ ઘેટો કેને છે? શા માટે અહીં લાવ્યો છે ?” તેણે કહ્યું : “રાજન, આ ઘેટો મારો છે. હું આપને બતાવવા માટે લાવ્યો છું. આની સાથે બીજા ઘેટાઓએ અનેક વખત સંગ્રામ કર્યા છતાં આ ઘેટો સર્વ કરતાં બલવાન હોવાથી, બધાને પરાજિત કર્યા છે. આપે કલાવાનું અને બલવાન એવા મોટા મોટા ઘેટાનાં યુદ્ધો જોયા હશે. આ૫ તે ઘેટાયુદ્ધમાં કુશલ છે. તે એક વખત મારા આ ઘેટાનું યુદ્ધ જુઓ. વસુદેવે કહ્યું: “જો તારે ઘેટે દુર્જયો હોય તે મારા જાનુની સાથે યુદ્ધ કરાવ. જે મારા જાનુ (ઢીંચણ) ને આ ઘેટે મસળી નાખે તે હું જાણું કે તારે ઘેટે બધાથી અધિક બલવાન છે.” વસુદેવનું કથન સાંભળીને શક્તિશાળી બ્રાહ્મણે (પ્રદ્યુમ્ન) કહ્યું : “નાથ, આપે કહ્યું તે બરાબર છે. મારા ઘેટાનું યુદ્ધ કરાવું પરંતુ આ૫ આ બધા માણસોને પૂજનીય છે. અતિવલ્લભ છો. તો ઘેટાને આપની પાસે ખેલવા માટે છૂટ મૂકીશ અને તે આપને જમીન ઉપર પછાડી દેશે તે આપના આ બધા સ્વજનો મને અને મારા ઘેટાને તીક્ષણ બાણના પ્રહારથી મારી નાખશે.” બ્રાહ્મણના આવા ગર્વિષ્ઠ વચન
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy