SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૩ બીજા બીજા દેશોથી આવેલા લોકો દ્વારિકાની શોભા જોઈને જુદી જુદી કલપનાઓ કરતા-” “આ તો શું અલકાપુરી છે કે ઈદ્રની અમરાવતી છે? અથવા કૈલાસનગરી છે? ના ના એ બધી શાશ્વતી હોવા છતાં દ્વારિકાની તુલનામાં આવી શકે તેમ નથી. સમુદ્રના કાંઠે સુખદુઃખની વિષમા વિનાની આ તે કોઈ અગોચર દુનિયામાંથી આવેલી, કોઈ સ્વર્ગીય નગરી હોવી જોઈએ. કેમકે કુબેરે સુવર્ણ, રત્ન અને માણેકથી શણગારેલી એવી આ નગરી નવોઢા (નવપરણિન) સ્ત્રીની જેમ પોતાની શોભાથી તે બધી નગરીઓ (અલકાપુરી, અમરાવતી, કલાસપુરી) ને તિરસ્કાર કરીને દૂરદૂર હડસેલી મૂકી છે ! તે દેવેની નગરીઓમાં રહેલા દેવ પિતાની સંપત્તિમાંથી માગવા આવેલા યાચકોને કંઈપણ આપતા નથી. અર્થાત્ ત્યાં દાનધર્મ નથી. પહેલાના દેવોએ ભોગવેલી દેવીઓને બીજા દે પણ ભોગવે છે, તેથી નીરંતર વિધ્યાસક્ત હોવાથી શીલમ પણ પાળી શકતા નથી. અહીંથી ઘણે તપ કરીને ગયેલા ભૂખ્યા થયેલા દેવે એક “પારસી માત્રને પણ તપ કરી શકતા નથી. અર્થાત્ ત્યાં તપધર્મ પણ નથી. ત્યાં ઘણા ઐશ્વર્યના સ્વામી હોવાથી અને નીતર એક સરખી શરીરસ્થિતિ હોવાના કારણે જરા અને વ્યાધિને અભાવ હોવાથી કોઈ ભાવના પણ ભાવી શકતા નથી. અર્થાત્ ત્યાં ભાવધર્મ પણ હોતો નથી. જયારે આ દ્વારિકાપુરીમાં તે દીન અનાથ વાચકોને તેમજ સાતે ક્ષેત્રમાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, જિનબિંબ, જિન ચૈત્ય) કોઈપણ જાતના ભેદભાવ વિના પિતાના બાહુબળથી મેળવેલી સંપત્તિનું દાન કરે છે, તેથી અહીંયા દાનધર્મ છે પરોપકાર કરવામાં રસિક દ્વારિકાવાસી છે પિતાની સંતતિ માટે ભેગી હોવા છતાં પણ સ્વસ્ત્રીમાં સંતોષ માનનાર હોવાથી શીલધર્મનું પણ પાલન કરે છે. તપથી કટ નાશ પામે છે, તપથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તપથી દરેક જાતના રોગોને ક્ષય થાય છે, એમ માનીને આ નગરીમાં લેક તપધર્મનું પણું પાલન કરતા હતા. સંસારમાં રહેલા છે જન્મે છે અને મરે છે તેમાં કેઈસુખી, કેઈ દુઃખી. એ બધી કમની વિટંબનાઓ છે', આ પ્રકારની ભાવના પણ ભાવતા હતા અર્થાત્ દ્વારિકામાં લોકો ભાવધર્મનું પણ પાલન કરનારા હતા. “માતા, પિતા, બંધુ, પુત્રો અને સ્ત્રીઓ આ સંસારમાં સ્વાર્થ વિનાના કેઈ હોતા નથી.” એમ માનીને ગુરૂ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરનારા પણ હતા. ચારિત્ર ધર્મ લેવામાં અશક્ત એવા લેકે કમનો નાશ કરવા માટે શ્રાવકના બારવ્રતને પણ ગ્રહણ કરતા હતા. આ દ્વારિકા, બાવાવસ્થાથી જ કામદેવના અભિમાનને ધરાશાયી કર્યો છે એવા શ્રી નેમિનાથ ભગવાનના ચરણ રજથી પવિત્ર થયેલી છે. દ્વારિકામાં નવમા બલદેવ યુવરાજની જેમ શોભે છે જે બલદેવ વિમાતા (સાવકી માતા) નો પુત્ર હોવા છતાં કૃષ્ણ ઉપર હંમેશાં અધિકને અધિક સનેહ રાખે છે. વળી, આ નગરીમાં પોતાના કૃષ્ણવર્ણની અત્યંત કાંતિ વડે સુશોભિત દેહવાલા કૃષ્ણ નામના નવમાં વાસુદેવ રાજ કરે છે. તેથી આ દ્વારિકાપુરી ઘણા આભૂષણની શોભામાં ભલે ઈન્દ્રપુરી સમાન હોય પરંતુ ઉપર જણાવ્યાં મુજબની આ નવી
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy