SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Oા ૩૫ સર્ગ-૩ વિદ્યાની હું નીરંતર પૂજા કરું છું. તેથી વિદ્યાએ મને કહ્યું કે “દશમો દેશાહે વસુદેવ તારો ભાવિ પતિ થશે. મે પૂછ્યું કે તે કેવી રીતે જાણ્યું.”! ત્યારે વિદ્યાએ કહ્યું –“સ્વયંવરમંડપમાં વામનરૂપધારી હેલી હશે તે જ વસુદેવ જાણ.” આ પ્રમાણે વિદ્યાના કહેવાથી સર્વે રાજાઓને છોડીને આપનાં કંઠમાં વરમાળા આપી હતી. समुद्रविजयाधीशे–वासीनेष्वेकदा सभां । आशिषं वसुदेवस्य, काप्यर्धजरती ददौ ॥१९॥ सवित्री बालचंद्राया, वर्त्तऽहं वसुदेव भोः । त्वद्वियोगाग्निसंतप्त—देहा स्नेहाकुला त्वयि ॥२०॥ એક દિવસે સમુદ્રવિજય રાજાથી અધિષ્ઠિત રાજ્યસભામાં એક પ્રૌઢા સ્ત્રી આવીને વસુદેવને આશીર્વાદ આપીને બોલી:–“વસુદેવ ! હું બાલચંદ્રાની ધાવમાતા છું. તમારા વિરહરૂપી અગ્નિથી દાઝી રહેલી મારી પુત્રીને આપના આગમનરૂપી મેઘધારાથી સિંચીને નવપલ્લવિત બનાવે !” वरं त्वदागमाभ्रेण, स्नेहिवदर्शनोदकं । वर्षय त्वत्प्रसंगाब्दं, वायुनेव मयेरितः ॥ २१ ॥ आगृहीते तयेत्युच्चैः, समुद्रविजयाननं । ददर्श वसुदेवोऽपि, यथाकथनकारकः ॥२२॥ समुद्रविजयोऽवादीद्भातर्ब्रज परं त्वया । सर्वेषां वल्लभत्वेन, स्थेयं न पूर्ववबहु ॥२३॥ આ પ્રમાણે તેણીના વારંવારના કથનથી વસુદેવે સમુદ્રવિજય સામે જોયું. સમુદ્રવિજયે કહ્યું : તમારે જવું જોઈએ ! ભાઈ તમે તે બધાને પ્રિય છે, પરંતુ હવે વધારે સમય રકાશે નહીં. समुद्रविजयादीशा-नथानुज्ञाप्य बांधवान् । प्रचचाल तया साक-मातंकपरिवर्जितः ॥२४॥ तया कृप्तविमाने स, संस्थिता व्योमवर्त्मना । प्रचलन प्राप्तवान् दंग, नाम्ना गगनवल्लभं ॥२५॥ સમુદ્રવિજય આદિ બંધુવર્ગની અનુમતિ મેળવીને પ્રસન્નચિત્ત વસુદેવે પ્રૌઢા સાથે પ્રયાણ કર્યું. તેણીએ બનાવેલા વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતા વસુદેવ અનુક્રમે વૈતાઢય પર્વત ઉપર રહેલા ગગનવલ્લભ નામના નગરમાં પહોંચ્યા. समुद्रविजयोऽपीश मुक्त्त्वा कंससमन्वितः । वसुदेवागमोत्कंठां, धरन् शौर्यपुरं ययौ ॥२६॥ કેસની સાથે સમુદ્રવિજય પણ વસુદેવના આગમનની રાહ જોતા શૌર્યપુર ગયા वप्ना कांचनदंष्ट्रेण, विद्याभृद्विभुनार्पितां । बालचंद्रामुपायंस्त, वसुदेवो महोत्सवैः ॥२७॥ यस्मिन् यस्मिन् स्थानके पूर्वमूढा-स्तस्मात्तस्मात्स्वाः समादाय कांताः । विद्याभृद्भिः सेव्यमानो गरिष्टः, शौरिः शौर्य पत्तनं चाससाद ॥२८॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy