SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર तयेत्युक्ते नृपः प्राह, नैतावदपि वेत्सि किं । परस्त्रीसेवया पापं, घोरं स्याद् दुर्गतिप्रदं ॥३०॥ संसृतावै कतः सर्वा—ण्यपि पापानि पापिनां । परस्त्रीभजनोद्भूत-मेकतस्तन्निगद्यते ॥३१॥ अन्यस्त्रीसेवनादेव-द्रव्यभक्षणतः पुमान् । सप्तवारं जघन्येन, सप्तमं नरकं व्रजेत् ॥३२॥ परस्त्रीसंगमाद्दुःख, भवेच्च नरकोद्भवः । शास्त्रेऽपीति त्वया देवि!, श्रुतमद्यापि नास्ति किं॥३३॥ परस्त्रीभजनाद्भमा-वयशोऽपि नृणां भवेत् । अन्यत्रीश्रयणाद्भूयो, वैरं मित्रजनेष्वपि ॥३४॥ तदेंदुप्रया प्रोचे, स्वामिन् जानासि चेदिति । तर्हि त्वयान्यकांतापि, रक्षिताहं गृहे कथं ? ॥३५॥ या चित्वा पितृपार्श्वेऽहं, परिणीता त्वया न च । मनसापि पुरा वांछा, न मया विहिता तव ॥३६॥ प्रस्तावोचितमाकर्ण्य, तद्वचो रागमोचनं । बिभ्यन्नरकदुःखेभ्यो, वैराग्यं प्राप पार्थिवः ॥३७॥ પ્રેમરસમાં મગ્ન બનેલા મધુરાજા ઈંદુપ્રભાના ગળામાં બે હાથ ભરાવીને અગાસીમાં બેઠા અને નગરીની શોભા જોઈ કહ્યા છે. તેવામાં અંડકમાં નામને કોટવાળ મજબૂત બેડીઓથી બાંધેલા કેઈ યુવાન પુરૂષને લઈને આવ્યું. રાજાને પ્રણામ કરીને વિનયપૂર્વક બોલ્યો - મહારાજા, આ પુરૂષે યુવાનીમાં ભાન ભૂલીને પાસ્ત્રીની સાથે સંગ કર્યો છે, તેથી તેને શું શિક્ષા કરવી તે આપ ફરમાવે. આપના આદેશ મુજબ તેને તાત્કાલિક દંડ કરૂં.” રાજાએ કહ્યું ઃ- “અરે ચંડકર્મન, તું શું નથી જાણતા કે મને પૂછે છે? આપણું રાજ્યમાં કાયદો છે કે જે પરદ્રવ્યનું હરણ અને પરસ્ત્રીગમન કરે તેને શૈલીએ ચઢાવ. જેથી બીજા માણસો આવી ભૂલો કરે નહી. તેથી પરસ્ત્રીગમન કરનારા આ દુરાત્માને કઈ પણ જાતને વિચાર કર્યા વિના શુલી ઉપર ચઢાવી દ્યો !” રાજાનું વચન સાંભળીને કંઈક હસીને ઈદુપ્રમાએ કહ્યું -“સ્વામિન, પરસ્ત્રી સેવનમાં શું કંઈ છેષ છે? જેથી આવા રૂપ-લાવણ્યયુક્ત સુંદર પુરૂષને ઘાત કરવાની આજ્ઞા આપી ?” રાજાએ કહ્યું -દેવી! શું તું એટલું પણ નથી જાણતી કે પરસ્ત્રીસેવન એ ભયંકરમાં ભયંકર પાપ કહેવાય છે, અને તે દુર્ગતિને આપનારું બને છે. સંસારમાં એક બાજુ બધાં પાપો અને એક બાજુ પરસ્ત્રીગમન એ મહાપાપ કહેવાય છે. પરસ્ત્રીનું ગમન અને દેવદ્રવ્યનું ભક્ષણ-આ બે મોટા પાપથી પુરૂષને ઓછામાં ઓછું સાત વખત નરકમાં જવું પડે છે અને નરકની ઘોર યાતનાઓ ભેગવવી પડે છે. દેવિ, આ સિદ્ધાંતને શું તે હજુ સુધી જાણ્યું નથી? વળી આ લોકમાં પણ પરસ્ત્રીગમનથી અપયશ ફેલાય છે અને મિત્રજનો પણ શત્રુ બની જાય છે.” ઈદુપ્રભાએ કહ્યું “સ્વામિન, જે આ૫ આ બધી શાસ્ત્રની વાત જાણે છે તો ૫ સ્ત્રી એવી મને આપે કેમ ઘરમાં બેસાડી છે? મારા પિતા પાસે માગણી કરીને મને પરણ્યા નથી અને મેં મનથી પણ તમારી ઈચ્છા કરી નથી. રાગથી મુક્ત કરનારૂં અવસરચિત વચન સાંભળી નરકના દુઃખથી ભયપામેલા મધુરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. यत्कर्म जनितं राग-वशेन सहसाधमं । राजावैराग्यपूरेणा-निंदत्तच्चेतसा सह ॥३८॥ हा हा दुरात्मना दुष्टं, किं मया कर्म निर्मित।अवगणय्य निःशेषान , वृद्धान प्रधानपूरुषान् ॥३९॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy