SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર पौरीणां सर्वदा स्त्रीणां, दृष्ट्वा खरूपमीदृशं । समुद्रविजयेशस्प, जगदुर्नागरा नराः ॥९७।। चेन्न प्रजापते कुप्ये--विज्ञप्तीरवधारय । प्रवदामो रहोवृत्त्या, वयं ते दुःखमात्मनां ॥९८॥ નગરવાસી સ્ત્રીઓનું હમેશનું આવું બેહુદુ વર્તન જોઈને ચિંતિત બનેલા નગરજનોએ સમુદ્રવિજય રાજા પાસે આવીને વિજ્ઞપ્તિ કરી:-સ્વામિન! આપ રોષાયમાન ના થાઓ તો અમારા દુખની વાત આપને એકાંતમાં કરીએ! પ્રજા પુત્ર અને બંધુથી પણ અધિક છે,” એમ વિચારી રાજાએ નગરજનોને કહ્યું કે જે કાંઈ કહેવું હોય તે ખૂશીથી કહી શકો છે ! (૯૭, ૯૮) प्रजास्तु निजपुत्राच्च,बंधोरप्यधिक हिता । विचिन्तयन् प्रजापाला-ऽवादीत्तानमिधीयतां ॥९९। वसुदेवस्य रूपेण, माहिता योषिताऽखिलाः । मर्यादारहिता जाताः,कार्मणेनेव संयुताः॥१००॥ येन केनाप्युपायेन, मंदिरे निष्कुटेऽथवा । नित्यं स खेलतु स्वेच्छं, स्यात्प्रजारक्षणं यथा ॥१॥ સ્વામિન! વસુદેવના રૂપથી મોહિત થએલી ગામની દરેક સ્ત્રીઓ કામણ કર્યા હોય તેમ વસુદેવની પાછળ પાછળ ઘૂમ્યા કરે છે. તે વસુદેવ મહેલમાં કે બીજે કોઈ સ્થાને સ્વેચ્છા પૂર્વક ક્રીડા કરે, જેથી પ્રજાના શીલ અને સદાચારનું રક્ષણ થઈ શકે ! युष्मदीयां करिष्यामि, वांछामाश्वास्य तां प्रजां । व्यसर्जज्जमतीजानी, राज्यप्रजाहितोद्यतः॥२॥ રાજ્ય અને પ્રજાના હિતેચ્છુ રાજાએ ‘તમારી ઈચ્છા મુજબ થશે, આ પ્રમાણે આશ્વાસન આપીને નગરજનોને વિદાય કર્યા. सोऽन्यदा विनयात्तं च, प्रणामार्थमुपागतं । संस्थाप्य बन्धुमुत्संगे, गिरा स्नेहलयाब्रवीत् ॥३॥ बंधो केलिनिमित्तेन, वहिर्निगच्छति त्वयि । शीतातपान्यदोषौघाः, कष्टयिष्यन्ति ते वपुः ॥४॥ ततोऽस्मन्मंदिरायेषु, क्रीडां कुरु यथासुखं । शस्त्रशास्त्रभवाभ्यास-गीतनृत्यविनादनैः ॥५॥ यद्वाधीतां वरां विद्या, संस्मर त्वं निरंतरं । सरला वरमित्युक्त्वा , नत्वेशंस गृहं गतः ॥६॥ स्वकीयस्य च भूपस्य, प्रसादेष्वेव सर्वदा । आरणाच्युतयोर्देवा--धिनाथ इव दिव्यति ॥७॥ એક દિવસે સમુદ્રવિજયે પ્રણામ કરવા આવેલા વિનયી વસુદેવને ખળામાં બેસાડીને પ્રેમાળ ભાષામાં કહ્યું –ભાઈ! કીડા કરવા માટે તમારે બહાર જવાની શું જરૂર ! બહાર ફરવાથી ટાઢ-તડકા વેઠવાથી તમારું સુકોમળ શરીર કરમાઈ જાય છે, માટે આવું કષ્ટ સહેવા કરતાં આપણા રાજમહેલમાં જ ગીત, નૃત્ય, હાસ્ય વિનોદ વિગેરે રમત-ગમત કરો તે સારૂં, વળી ભણેલી તમારી વિદ્યાનું પણ સ્મરણ થાય! માટે હવેથી રાજમહેલમાં
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy