SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર કંપવા લાગ્યા. અશ્વોના હેવારવ, મોન્મત હાથીઓની ગર્જના, રથના ચિત્કાર અને બંદીજનની બિરૂદાવલીથી રણભૂમિ ગાજી ઉઠી, ધનુષ્યબાણ, તલવાર, મુદુગર આદિ શસ્ત્રોથી સજજ વિરપુરૂષ સમુદ્રના માછલાની જેમ રણભૂમિમાં આમથી તેમ ભમવા લાગ્યા. અને “મારો... મારે..” બેલતા એકબીજા સાથે અથડાવા લાગ્યા. પરસ્પરના ઘાતથી શરીરમાંથી નીકળેલું રૂધિર પાણીની જેમ ચારે બાજુ ફેલાઈ ગયું. યુદ્ધ કરતાં વીરપુરૂષના ઘડાઓ ઉછળવા લાગ્યા. ભેદાયેલા હાથીઓના ગંડસ્થલમાંથી નીકળતા શુદ્ધ મોતીઓથી રણભૂમિ ભરાઈ ગઈ એકબીજાના શસ્ત્રોના સંઘર્ષ થી ઉત્પન્ન થયેલે અગ્નિ વડવાગ્નિની જેમ ચારે બાજુ પ્રસરી ગયે. આ પ્રકારે ભયંકર સંગ્રામ ભૂમિ રૂપી સમુદ્રમાં અશ્વિઆદિ વાહનરૂપી નવો વડે વિરપુરૂષ તરવા લાગ્યા. અને કાયર પુરૂષો ડૂબવા લાગ્યા. જે પુરૂષ સમુદ્રમાંથી ઉત્તીર્ણ થયા નહી, તે ત્યાં ને ત્યાં ડૂબી ગયા અને જે વીરપુરૂષ ઉત્તીર્ણ થઈ ગયા તે જયશ્રીને મેળવી ગયા. જેના પક્ષમાં પુણ્ય હોય છે તેને જ જયશ્રી વરે છે. આ પ્રમાણે પુણ્યપ્રભાવથી મધુર જાને વિજય થયો. જય લક્ષ્મીને વરેલા મધુરાજાના સૈનિકે એ ભીમરાજાને જીવતે પકડી લીધે, અને મધુરાજાએ ભીમને પિતાને સેવક બનાવી તેના દેશમાંથી દૂર કરી, બીજી કઈ જગ્યાએ તેની નિમણુંક કરી. અને ભીમરાજાની નગરીમાં પોતાના માણસોને રાખી પિતાના કેઈ સ્વજનને રાજ્ય આપી ભીમની જગ્યાએ રાજા તરીકે સ્થાપન કર્યો. ભયંકરમાં પણ ભયંકર એવા ભીમરાજાને જેણે જીતી લીધે તે અમારા જેવાનું શું ગજુ? એમ માનીને બીજા રાજાએ મધુરાજાના ખંડિયા તરીકે આવી પ્રણામ કરીને હાથી, ઘોડા, રથ, પાયદળ, સુવર્ણ આભૂષણે, હીરા, માણેક, મેતી તેમજ રૂપવતી કન્યાઓનું ભેટાણું કરીને ઉભા રહ્યા. મધુરાજાએ પણ તેઓના ભૂટણ સ્વીકારી કોઈને ગામ, નગર, દેશ, પટ્ટન આદિ સૌને ઉચિત દાન આપી સંતુષ્ટ કર્યા. આ પ્રમાણે રાજ્યની વ્યવસ્થા કરીને હવે પિતાના નગર જવા માટેની તૈયારી કરી. अथ गंतापि भूमीशः, स्वकीय नगरं प्रति । मनोमध्ये स्थितामिंदु-प्रभां न व्यस्मरन्मनाक।।५१॥ ततोऽवोचत्स यद्यप्या-वयोर्यानं निजे पुरे । तथापि स्ववचो मंत्रिन् , संस्मर त्वं पुरोदितं ॥५२॥ जित्वारिं वलमानोऽहं, वटद्रंग समेत्य च । अवश्यं प्रकरिष्यामि, तावकीनं समीहितं ॥५३॥ इति स्मृत्वा पुरा प्रोक्तं वचनं सचिवोत्तम ! । चतुबुद्धिनिधानत्वात, कुरु कार्य ममेप्सितं ॥५४॥ भूपालवाक्यमाका -चिंतयद्धीसखो हृदि।किं कुर्वेऽथास्य साद्यापि, विस्मृता न परांगना ॥५५॥ अभव्यं वा वचो भव्यं, प्रमाणीकार्यमैश्वरं । अवोचत्सचिवः स्वामिन् , स्मारितं तद्वरं कृतं ॥५६॥ संतोष्य वचसा भूपं, विरुद्धं तद्वचो बिदन् । सेनाग्रयायिनं मंत्री, दीर्घदर्शी रहस्यवक ॥५७॥ अहो तथा त्वया सेना, चालनीयाग्रतो द्रुतं । यथा वटपुर मार्गे, नैत्ययोध्यैव लभ्यते ॥५८॥ इत्यमात्यस्य वाक्येन, सेनापतिरतथा निशि । सेनां चालितमान दुर-वयंभूत्तत्पुरं यथा ॥५९॥ गच्छतो मधुभूपस्य, परिवारेण भूयसा । अथायोध्या नगर्येवा-भवत्समीपवर्तिनीं ॥६०॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy