SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર વિમેાહિત બનેલા માતાપિતાએ બંને પુત્રાને વેદાભ્યાસ, શૌચધમ અને તર્પણ, શ્રાદ્ધ, હામહવન આદિમાં તત્પર બનાવ્યા. તે ભવમાં જૈનસાધુની અવહેલના આદિ કરવાથી યારાજના પ્રકે।પથી અને મુનિની કરૂણાથી મુક્ત બનેલા તમે બંને ભાઈ એએ સત્ય સમજીને જૈનધર્મ અંગીકાર કર્યાં. તમારી સાથે તમારા માતાપિતાએ પણ જૈનધમ સ્વીકાર્યાં પરંતુ પાછળથી તેએ જૈનધમ ની વિમુખ ખની ધર્મની નિદા જુગુપ્સા કરતા મરીને પહેલી નરકમાં ગયા. જે લેાકેા કોઈની પણ નિંદા અને જુગુપ્સા કરે છે તેની અધોગતિ થાય છે. જ્યારે જૈનધમની અને જૈનમ્ભગમની નિદા જુગુપ્સા કરનારની અવશ્ય નરકગતિ થાય છે. અસ`ખ્ય કાળ સુધી નરકની ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે. આ પ્રમાણે તમારા માતાપિતા પહેલી નરકમાં પાંચ પત્યેાપમ સુધી નરકના ભયકર દુઃખ ભેગવીને અપેાધ્યા નગરીમાં તમારા પિતા આ ચડાળ થયા છે, અને તમારી માતા આ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તાબ'ને ભાઈ એ જૈનધમ નું નિરતિચારપણે પાલન કરીને, પહેલા દેવલેાકમાં ગયા. ત્યાંના દૈવી સુખા ભોગવીને તમે અયેાધ્યામાં શ્રેષ્ઠીપુત્રો તરીકે ઉત્પન્ન થયા છે. પૂર્વજન્મના સબંધથી એકબીજા પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, તીત્ર મિથ્યાત્વનું ફળ આ ભત્રમાં અથવા ભવાંતરમાં દુખનું કારણ બને છે. શુદ્ધ સમ્યક્ત્વનું ફળ આ ભવ અથા પરભવમાં સુખના કારણરૂપે અને છે.' પેાતાના તેમજ માતા પિતાના પૂર્વજન્મનું સ્વરૂપ સાંભળીને મને ભાઈ એને વૈરાગ્ય ઉત્પન્ન થયે.. ધનિષ્ઠ એવા ઉત્તમપુત્રએ પેાતાના માતા પિતાને ધમ માં સ્થિર કરવા જોઇએ. એમ વિચારી પેાતાને કૃતાથ કરવા માટે મુનિની પાસે પેાતાના માતાપિતા (ચાંડાળ અને કૂતરી)ને ધમ અપાવ્યો. પૂર્વજન્મના પુત્રા મુનિ ભગવતથી ધર્મ પામી ખૂશ થયા. આ સ`સારમાં ભ્રમ! કરતા જીવને કેવી કેવી ગતિ-જાતિ-ચેાનિમાં જન્મ લેવા પડે છે! જૈનધર્મના પ્રભાવથી પેાતાની ઉત્તમ ગતિ-જાતિને જાણી અને ભાઈએ સંસારની અનિત્યતાનું ચિ'તન કરવા લાગ્યા અને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. કૂતરી અને ચાંડાળ પણ મિથ્યાત્વના ચેગે પેાતાની અધમતિ જાણી જાતિસ્મરણ જ્ઞાન પામી અત્યંત દુઃખી થયા, અને વિચારવા લાગ્યા:–જૈનધર્મ વિના અમારે। ઉદ્ધાર નથી, ધર્મની આરાધના ખરાખર કરીશુ તે જ અમારા ઉદ્ધાર થશે.' આ પ્રશ્નણું વિચારતા બંને ભાઈઓ તેમજ કૂતરી અને ચાંડાળચારે જીવા મુનિને નમસ્કાર કરી પેાતાના સ્થાને ગયા. ક્રૂર કર્યાં હાવા છતાં ચ’ડાળ સમ્યક્ત્વમૂલ ખાર વ્રતને ભાવથી અંગીકાર કરી એક માસનુ' અનશન કરી, મરીને નંદીશ્વર દ્વીપમા પાંચ પલ્યેાપમન આયુષ્યવાળા દેવ થયા અને કૂતરી સાત દિવસનુ અનશન કરી, ધનું આરાધન કરી ત્યાંથી મરીને એ જ અયેાધ્યાનગરીના રાજાની પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. નિર'તર વધતી ચંદ્રની કલાની જેમ રાજકુમારી યુવાવસ્થાને પામી રૂપયૌવનથી યુક્ત પેાતાની પુત્રીને જોઈ ને રાજાને વરની ચિંતા થઈ –‘અરે આ પુત્રીને તેને અનુરૂષ કાણુ પતિ મલશે ? રૂપાન, કલાવાન, શીલવાન, ધીર અને વીર એવા રાજકુમારની સાથે મારી રાજકુમારીના २७०
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy