SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને નિરંતર ત્યાગ કરવાનું હોય છે. તેમજ મધ, માંસ, મધ અને માખણ-આ ચાર મહાવિગઈને સદંતર ત્યાગ કરવો જોઈએ. વળી, રાત્રિભોજન, પરી ગમનો ત્યાગ અને સ્વસ્ત્રીની સાથે પણ દિવસમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું, તેમજ દિવસોની પણ મર્યાદા રાખવી. યથાશક્તિ નિર્મલ શીલનું પાલન કરવું. દીન-અનાથને માનપૂર્વક દાન આપવું. હમેશ બાર પ્રકારના તપમાંથી તેમજ દશ પચ્ચકખાણ તપમાંથી કઈ પણ પ્રકારને યથાશક્તિ તો કર. સંસારની અનિત્યતાનું નિરંતર ચિંતન કરવું, અશરણ આદિ બાર ભાવનાની હંમેશાં વિચારણા કરવી. ૧ દેવપૂજા, ૨ ગુરૂજનોની સેવા, ૩ ત૫, ૪ સ્વાસ્થય ૫ સંયમ અને ૬ દાન આ છએ કર્તવ્યનું ગૃહસ્થ હંમેશાં અવશ્ય પાલન કરવું જોઈ એ. ક્રોધ, માન, માયા, અને લાભ આ ચારે અંતરંગ શત્રુઓને દૂરથી જ ત્યાગ કરવા. પૃથવી, પાણુ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય આ પછવનિકાય (છ પ્રકારના છાને સમુહ)ના પિતાના આત્માની જેમ રક્ષા કરવી. તેમજ શત્રુઓ ઉપર પણ ઉપકાર કરવો. સંસારના સક્ષમ ભાદર આદિ જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખો. આ પ્રમાણે જિનેશ્વર ભગવંતે કમીને નાશ કરનાર, અને સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરનાર ગૃહસ્થ ધર્મની પ્રરૂપણા કરી છે. જેમ ઈધનને સમુહ અગ્નિથી ભસ્મીભૂત થાય છે, તેમ જિન ધર્મનું વિધિપૂર્વક પાલન કરવાથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ જાય છે. કિલટકર્મને નાશ કરનાર એવા ધર્મના મહાન્સને માનીને તમારે બંનેએ હંમેશા ધર્મમાં ઉદ્યમ કરવો.” મુનિના મુખે ધર્મનું મહામ્ય સાંભળીને અગ્નિભૂતિ અને વાયુભૂતિએ ભાવપૂર્વક સમ્યકત્વમૂલ બારવ્રત અંગીકાર કર્યો, આ પ્રમાણે પિતાના પુત્રોએ આહધર્મ (જૈનધર્મ)નો સ્વીકાર કર્યો જાણે તેમના માતાપિતાએ પણ દયામય એવા જૈનધર્મને સ્વીકાર કર્યો, બ્રાહ્મણ કુળમાં જૈનધર્મરૂપી મહારત્નની પ્રાપ્તિ અતિદુર્લભ હોય છે. એમ માની ધર્મની ખૂબ ખૂબ અનુમોદના કરી મુનિ પાસે ધર્મરત્નને ગ્રહણ કરી, મુનિને નમસ્કાર કરી અગ્નિભૂતિ વાયુભૂતિ માતાપિતાની સાથે સ્વસ્થાને ગયા. ઘેર જતાં રસ્તામાં કેટલાક સજજન લોકો તેઓની સ્તુતિ પ્રશંસા કરે છે તે કેટલાક નિંદા કરે છે. આ રીતે નિંદા અને પ્રશંસા સાંભળતું બ્રાહ્મણ કુટુંબ પોતાના ઘેર પહોચ્યું. पूजयंतौ जिनेंद्रार्चा, ददतौ दानमर्थिषु । कुर्वाणौ तौ कृपां जंतौ, गमयामासतुदिनान् ॥१॥ यथायथा वयोवृद्धि-स्तयोद्वयोरजायत । तथा तथाहते धर्म-कर्मणि बुद्धिरैधत ॥२॥ यथा यथा वयः क्षीणं, तत्पित्रोः समभूत्तमा । तथा तथा भवत्क्षीणा, धीस्तयोजिनधर्मणि ॥३॥ क्षीयमाणपरिणामौ, तत्पितरौ निरंतरं । पुनर्मिथ्यात्वमापन्नौ, तिष्ठेनिःस्वे हि नो मणिः ॥४॥ कियत्यपि गते घस्ने, मिथ्यात्वशल्ययोगतः । कथयामासतुः सूनू , पितरावस्थिराशयौ ॥५॥ रे नंदनौ तदास्माभिः, कारणे धर्म आहेतः । स्वीकृतोऽभूदथ त्याज्यः, स हि वेदपराङ्मुखः।।६॥ वेदोक्तविधिना धर्मः, कर्तव्यो ब्राह्मणैः सदा । वेदमार्गविलोपे हि, विप्राणां स्यादधोगतिः ॥७॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy