SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ उभौ युद्धं प्रकुर्व तौ,, जनता वीक्ष्य सादरं । रावणलक्ष्मणाख्यौ किं, समेतावित्यशंकत ॥४१॥ अथ सारथितां त्यक्त्वा, परिघेण गरियसा । कंसः सिंहरथं भूपं, वभञ्ज बलभाजनं ॥४२॥ असिं सिंहस्थोऽकर्ष-द्यावत्कंसवधाय च । क्रुद्धः स्वकाशतस्ताव-द्वसुदेवस्तमग्रहीत् ॥४३॥ तं गृहीत्वा क्षुरप्रेण, दीप्रेण तीक्ष्णधारया । मुंडतातच्छिरः केशा, वेगात्तेन बलीयसा ॥४४॥ ततः सिंहरथं बध्ध्वा, भुजंगपाशबंधनैः । चिक्षेप वसुदेवस्य, रथे कंसः सकैतवः ॥४५॥ श्वापदेषु समस्तेषु, यद्यपि केसरी बली । तथापि वसुदेवस्य, पुरः सिंहस्य किं बलं ॥४६॥ ततः सिहरथं लात्वा, नाशयित्वा च तच्चमूं । विजयी वसुदेवाख्यो, निजं पुरं क्रमादगात् ॥४७॥ समुद्रविजयो राजा, बांधवं जितकासिनं । आगच्छंतं समाकर्ण्य, सन्मुखं समुपेयिवान् ॥४८॥ मनस्तुष्टिं प्रपन्नासु, समस्तासु प्रजासु च । भूपः प्रवेशयामास, पुरांतस्तं महामहैः ॥४९॥ નાટયમંડપમાં જેમ નાચનારાઓ નૃત્ય કરે તેમ રણભૂમિમાં રણવાજિંત્રોના અવાજથી રોમાંચિત બનેલા સૈનિકે નૃત્ય કરતા હોય તેમ દેખાતા હતા. પરસ્પરના યુદ્ધમાં પિતાની સેના ક્ષુબ્ધ બનેલી જોઈ સારથી બનેલા કંસની સાથે વસુદેવ યુદ્ધભૂમિમાં આવ્યા. ત્યારે સિંહસમાન પરાક્રમી સિંહાથે વસુદેવને કહ્યું:-“હજી તારા મુખમાં માનું દૂધ છે અર્થાત તું બાળક છે, યુદ્ધને માટે લાયક નથી” આમ વસુદેવને ઉશ્કેરી પોતે વસુદેવ સામે લડવા માટે દેડ. સિંહરથ અને વસુદેવના યુદ્ધને જોઈને સૈનિકે વિચારે છે કેઃ “શું આ રાવણ અને લક્ષમણ છે?” આ પ્રકારનું ભયંકર યુદ્ધ જોઈને કંસ રથને છોડીને નીચે ઉતર્યો અને તેણે મુગરથી સિહરથના સૈન્યને છિન્ન ભિન્ન કરી નાખ્યું. ભયંકર ક્રોધી બનેલો સિહરથ મ્યાનમાંથી તલવાર ખેંચીને જે કંસને મારવા જાય છે તેટલામાં વસુદેવે તીણ અસ્ત્રાથી તેના દાઢી મૂછ અને માથાના વાળ ઉખેડી નાખી તેને પકડે અને કંસે નાગપાશથી સિંહરથને બાંધીને વસુદેવના રથમાં નાખ્યો. જે કે શિકારી પશુઓમાં સિંહ બળવાન પ્રાણી કહેવાય છે. પરંતુ કેશરી સિંહ સમાન વસુદેવ આગળ આ સિંહનું શું ગજું ?' સિંહરથને લઈને અને તેની સેનાને ભગાડીને વિજયી બનેલા વસુદેવે પોતાના નગર ભણી પ્રયાણ કર્યું. | વિજયપતાકા ફરકાવીને આવતા પિતાના ભાઈની વાત સાંભળીને સમુદ્રવિજયરાજા ભાઈના સામે ગયા. અને પ્રસન્નચિત્ત થએલા પ્રજાજને સહિત રાજાએ મહત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યા. GT
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy