SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ઈન્દ્રિયના અનુકૂળ વિષ, (૨) ક્ષેત્ર, મકાન, સુવર્ણ આદિ ધનધાન્યથી ભરપુર, પશુ, નોકરચાકરથી યુક્ત, (૩) પુત્રપૌત્રાદિ અનુકૂળ પરિવાર, (૪) સારા મિત્રે, સુંદર શરીર (૫) ઉચ્ચ ગોત્ર, શ્રેષ્ઠ જાતિ, (૬) નિરોગીપણું (૭) પ્રજ્ઞા, (૮) સદ્દબુદ્ધિ, (૯) યશકીર્તિ અને (૧૦) શ્રેષ્ઠ બળ આ પ્રમાણે દસે પ્રકારનું સુખ, મહાન, પુણ્યશાળી પુરુષોને મળે છે. પુણ્યની તરતમતામાં કેઈને એક પ્રકારની તે કોઈને બે થી નવ પ્રકારની પુણ્યસામગ્રી મળે છે. તેથી હિતેચ્છુ મનુષ્યએ આલોક અને પરલોકના પાથેય રૂપ પુણ્યને સંગ્રહ કરે જઈએ. મારા કહ્યા મુજબ આ બંને ભાઈઓના પૂર્વજન્મની વાતને વિશ્વાસ ના પાડતે હોય તે તમારા બધાની સમક્ષ તેની પ્રતીતિ કરાવું છું. પૂર્વે મેં કહેલ ખેતરને માલિક પ્રવર બ્રાહ્મણ વરસાદ બંધ થયા પછી પોતાના ખેતરની તપાસ કરવા માટે ખેડૂતોની સાથે ખેતરમાં ગમે ત્યાં પવનથી જ્યાં ત્યાં પડેલા હળ વિગેરે જોયા. અધીર ખાધેલી ચામડાની દેરી જોઈ અને તેની પાસે પડેલા શિયાળના બચ્ચાઓનાં બે મૃતક જોઈને ગુસ્સે થયેલા પ્રવરે તે શિયાબીયાનાં શરીરની બે ધમણ બનાવીને પિતાના ઘરના મેડા ઉપર મૂકી. હજુપણ તેના ઘરમાં ધમણ પડી છે તે પ્રારને પુત્ર મુગે છે. તમારે પ્રતીતિ કરવી હોય તે તે મુંગાના ઘેર જઈને જુએ. આ પ્રમાણે મુનિના વચન સાંભળીને તે બંને ભાઈઓ એ પૂછયું- હે સાધુ, તે બ્રાહ્મણને પુત્ર મુ ગે કેમ છે ? મુનિએ કહ્યું તે પ્રવર બ્રાહ્મણ યજ્ઞ-યાગાદિ કરી મેહ વશથી મરીને તેની પુત્રવધૂની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન થયે, પૂર્ણ માસે તેને જન્મ થયે. જન્મ થતાની સાથે પોતાનું પૂર્વભવનું ઘર પુત્ર વિગેરે જઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણથી પિતાનું સ્વરૂપ જાણ્યું -“અરે, આ મારૂ ઘર, ખા મારે પુત્ર, આ તેની વહુ. હવે તે પુત્ર, પુત્રવધૂને માતાપિતા કહીને મારાથી કેમ બેલાવાય ?' આ પ્રમાણે મનમાં વિચારીને એણે જન્મથી જ મૌન ધારણ કર્યું છે. આ પ્રમાણે કહીને શત્રુમિત્ર પ્રત્યે સમાન દષ્ટિ રાખનારા મુનિવરે બધા માગોને જેતા મૌની બ્રાહ્મ મુને બેલા “શ્રેષ્ઠઅંતઃકરણવાળા હે પ્રવર તું અહીંયા આવ ! તુરછતાને દૂર કરી તારા માતાપિતાની સાથે મૌનવ્રતને ત્યાગ કર. મૌનને છોડીને માતાપિતાને નમસ્કાર કર. તેઓને આશ્વાસન આપીને સમજાવ. ૦૧વહારભાષામાં મહાપુરૂષને કઈ દેષ લાગતું નથી, આ વર્તમાન ભવમાં પણ કોઈ કર્મના ગથી અનેક સંબંધો કરવા પડે છે. તે ભવાંતની તો શું વાત કરવી ? દેવ પશુ બને છે, ચક્રવતી નારક બને છે, વાસુદેવ પણ નરકમાં જાય છે, બલદેવ દેવ બને છે. રાજા સેવક અને સેવક રાજા થાય છે. સંયોગ વિયેગમાં પરી ા છે કે પુત્રવાન તો કોઈ અપુત્રીઓ બને છે. કોઇને ઘણી સ્ત્રીઓ હોય છે તે કોઈને એક પણ સ્ત્રી હેપી નથી. કોઈ એકાકી કોઈને ઘણે પરિવાર હોય છે. દુઃખી સુખી થાય છે, અને સુખી તે દુઃખી થઈ જાય છેનિરોગી રેગી અને રોગી તે નિરોગી બને છે. માતા પ્રિયા અને પ્રિમા તે માતા બને છે. પુત્ર પિતા અને પિતા તે પુત્ર બને છે. તે જ માતા પુત્રવધૂ અને પુત્રવધૂ માતા
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy