SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર રાજાઓ દુર્બલ કાનના હોય છે,” વૈદ્યોની વાત સાચી માનીને તરત જ સેવકને રાખ લેવા માટે ચારેબાજુ દેડાવ્યા. રાજાના હુકમથી લોકોના સઘળા ઘરોમાં તપાસ કરી પરંતુ તેવા પ્રકારનું એક પણ ઘર જોવામાં ના આવ્યું કે જેમાં કોઈની માતા, કોઈના પિતા કે કેઈન બંધુ, બેને ના મરી હોય. ઉલટું સેવકે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મરેલાં પોતાના સ્વજનોને યાદ કરી રૂદન કરવા લાગ્યા. સર્વે નગરનું આવું કરૂણ સ્વરૂપ જોઈને સેવકોએ ચક્રવતી પાસે આવી હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું -સ્વામિન્ સમસ્ત નગરમાં એવું કે ઘર નથી કે જ્યાં કઈ બાલ, વૃદ્ધ કે યુવાન કોઈ મર્યું ના હેય. આપની આજ્ઞાથી અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પૂર્વે મરણ પામેલા પિતાના સ્વજનેને યાદ કરી કરી રેકકળ કરી મૂકી. કઈ એવું ગામ, નગર, પુર કે પત્તન નથી કે જ્યાં સાત પેઢીમાં પણ કોઈનું મરણ ના થયું હોય. એવા ઘરની રાખ આપણને ક્યાંથી મલી શકે? વૈદ્ય કહ્યા મુજબ કયાંય પણે અમૃત ઘરની રાખ મલશે નહી. તે બ્રાહ્મણપુત્રને જીવાડવા માટે બીજે કઈ ઉપાય વિચારવાનો રહ્યો.” સેવકેની વાત સાંભળીને રાજાએ ભૂદેવને કહ્યું –જે જન્મે છે તેનું મરણ અવશ્ય થાય છે જ, તેમાં આપણે શું કરી શકીએ? સંસારની પરિસ્થિતિ જ એવી છે જન્મ- પાછળ મરણ રહેલું જ છે, માટે ભૂદેવ, પુત્રના મરણને શોક હવે મૂકી ઘો.” | ‘ચક્રવતીના વચન સાંભળીને બ્રાહ્મણ દુઃખી થઈને બે - “પ્રભો ! જે સુખી હેોય તે દુખીયાના દુઃખની વાત જાણતા નથી. રાજન, સ્કંધનો ભાર વહન કરનારા ધુરંધર એવા તમારા સાઠ હજાર પુત્રોનું શું કાલરાજાથી તમે રક્ષણ ના કરી શકે ?” રાજા કહે “મહાભાગ, ! આ જગતમાં એ કઈ સમર્થ નથી કે જે યમરાજથી કેઈનું પણ રક્ષણ કરી શકે, તે દેવકુમાર સમા મારા પુત્રનું કાલરાજાથી રક્ષા કરવાની મારી શું શું જાય છે ? તારે બ્રાહ્મણે કહ્યું – એમ જ છે તે તમારા સાઠ હજાર પુત્ર સામુદાયિક કર્મના ઉદયથી એકી સાથે મરણને શરણ થયા છે.” આવું આકસ્મિક અને અસંભાવ્ય બ્રાહ્મણનું વચન સાંભળીને રાજા પૂછે છે-“શું મારા પુત્ર મરણ પામ્યા ?” એવામાં ઈન્દ્રના સંકેતથી મંત્રીઓ, રાજાઓ, સ્ત્રીઓ આદિ બીજા બધા માણસો કરૂણ આક્રંદ કરતા ત્યાં આવ્યા અને રાજમહેલમાં રહેલ સ્ત્રી-પુરુષ બધાય ગાઢસ્વરે વિલાપ કરવા લાગ્યા. સગર ચક્રવતી આવી દુઃખદ ઘટના જેઈને હાહા-પુત્ર ! એમ બેલતા વાના ઘાથી હણાયા હોય તેમ મૂછ પામીને ભૂમિ ઉપર પડી ગયા સેવકોના શીતપચારથી કંઈક સ્વસ્થ થયેલા રાજાને બ્રાહ્મણે કહ્યું:-મહારાજા, આ જગતમાં માણસો પર પશે જ પંડિત હોય છે. જ્યારે પિતાના ઉપર દુઃખ આવી પડે છે ત્યારે તે સહન કરી શકતા નથી. માટે આ સંસારનું અસાર સ્વરૂપ જાણી, મનમાં ધૈર્યનું અવલંબન કરી કલ્યાણકારી એવા ધર્મને અનુસરે. આ સંસારમાં એક જીવને અનેક વખત માતા, પિતા, બંધુ, પુત્ર, ભાઈઓ, બેને, પત્ની, સ્વજને વિગેરેને સંબ ધ થયો છે. તે તેના જન્મમાં હર્ષ કરે અને તેના મરણમાં ખેદ કરો ? જાતસ્ય ધ્રુવ
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy