SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સગ -૬ ૧૯૫ છોડતા નજરે પડતાંની સાથે જ ભસ્મીભૂત કરી નાખે તેવા અસંખ્ય-દષ્ટિ વિષ સ વિકુવ્ય. તે દષ્ટિ વિષ સર્પોના દષ્ટિપાતથી એક ક્ષણ માત્રમાં સગરચક્રવતના સાઠ હજાર પુત્રે એકી સાથે ભસ્મીભૂત થઈ ગયા. સાઠ હજાર કુમારના મૃત્યુથી આઘાત પામેલા મંત્રીઓ, સૈનિકે અને અંતઃપુર છાતી ફાટ કલ્પાંત કરવા લાગ્યું. માથા પછાડતી, છાતીઓ ફૂટતી–“હે નાથ, હે નાથ...” આ રીતે વારંવાર વિલાપ કરતી સઘળી રાણીઓ આઘાતથી મૂછિત થઈને ભૂમિ ઉપર પડી ગઈ. મૂછ વળ્યા પછી ગળામાંથી હાર તેડતી, હાથના કંકણે ફેડતી અને જમીન પર આળોટતી કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. સૈન્યમાં રહેલા સવે લેકેનું આવું ભયંકર સ્વરૂપ જોઈ અને તે ઉપદ્રવથી ભયભીત બનેલા મંત્રીશ્વર વિચારવા લાગ્યા:- તીર્થ”. કર ભગવંતે કહેલા સામુદાયિક કર્મ વડે આ બધા કુમારો દૈવયેગે એકી સાથે મૃત્યુ પામ્યા. પરંતુ કુમારે આ મહાતીર્થની યાત્રા કરીને હર્ષિત થયેલા, તીર્થરક્ષા માટે ઉદ્યમ કરતા મરણ પામ્યા છે તે તે બધા નક્કી સ્વર્ગ લેકમાં જ ગયા હશે. ચોસઠ ઈન્દ્રો જેના ચરણકમલની સેવા કરે છે, એવા તીર્થકર ભગવંતને પણ કાળ ધર્મ (નિર્વાણ) થાય છે. ખરેખર જગતનું આ એક સનાતન સત્ય છે. ભવિતવ્યતાના યોગે જે પદાર્થનું જે ભાવિ હેય તેનું તે પ્રમાણે બન્યા જ કરે છે, ખરે, વિધાતાનો આ વિલાસ દુ:ખદાયક બનાવાય છે. હવે તે આ સઘળું સૈન્ય લઈને ચક્રવતી પાસે જઉ. સ્વામિ જેમ આજ્ઞા કરશે તેમ કરીશું” આ પ્રમાણે વિચારી મહામંત્રીએ ઉપદ્રવ કરનારા તે સ્થાનથી સૈન્ય લઈને અયોધ્યા નગરી પ્રત્યે પ્રયાણ કર્યું, અયોધ્યાની હદમાં આવ્યા ત્યારે એક મંત્રીએ મહામંત્રીને કહ્યું – “આપણે ચક્રવતી પાસે કેવી રીતે જઈ શકીશું? અષ્ટાપદની તળેટીમાં ચક્રવતીના બધા પુત્ર ભસ્મીભૂત થઈ ગયા અને આપણે જીવતા રહ્યા તો રાજા આપણને નહી કહે કે “દુષ્ટો, પાપીઓ, મારા પ્રાણ પ્રિય પુત્રે જેમ મરી ગયા તેમ તમે કેમ મરી ન ગયા ?' આ પ્રમાણે આપણને રાજા કહેશે તે આપણે જીવતા રહેવા કરતા મરણ સારૂં, આપણા સૈન્યમાં નાના બાળકો, તરૂણો, વૃદ્ધો, સ્ત્રીઓ અને કાયરો હેય તેમને પોત પોતાના ઘેર જવું હેય તે જઈ શકે છે. બાકી અમને તો જીવતા રહેવામાં શરમ આવે છે, આબરૂ સાચવવા માટે અમે તે અહીંયા જ મોટી ચિતા સળગાવીને અમારા પ્રાણની આહુતિ આપીશું. પ્રધાન પુરુષની વાત સાંભળીને લજજાળ એવા વીરપુરુષે એક અવાજે બોલી ઉઠયા :- “સારૂં, સારૂં, બરાબર ! અમે તૈયાર છીએ.” બીજા પણ કાયર પુરૂષે ભીરૂ હોવા છતાં પણ બળી મરવા માટે તૈયાર થઈ ગયા. આ રીતે સવેની મરવા માટેની સંમતિથી બધાયે મળીને એક મોટી ચિતા તૈયાર કરી. तस्मिन्नवसरे वज्री, द्विजरूपः समागतः । तेन पृष्टं कथं यूयं, व्याकुलीभूतचेतसः ॥६९॥ इत्युक्ते तेन विप्रेण, लोकाः कटकवर्तिनः । प्राहुर्जन्हुकुमारादि-मृतिस्वरूपमश्रुभिः ॥७०॥ वीराः षष्टिसहस्राश्च, सुताः सगरचक्रिणः । तीर्थरक्षां प्रकुर्वाणा, देवेन भस्मसात्कृताः ॥७१॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy