SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શાબ-પ્રદ્યુમ્ન ચારિત્ર विद्यायोगात्कुतश्चिद्वा, विज्ञायैव तदाह्वयं।कृष्णदत्तैव तेनाख्या, दत्ता प्रद्युम्नसंज्ञिता ॥ ११ ॥ प्रदाय नाम संपाद्य-माने महोत्सवे सति।गूढगर्भाभवन्मे स्त्री-त्यभ्यधात्स्वजनेषु सः ।। १२ ॥ स्वजातस्येव पुत्रस्या-तुलस्तस्योत्सवः कृतः।विद्याभृत्स्वामिना काल-संवरेण प्रमोदिना ।। १३॥ पुण्यवंतो नरा यत्र, गच्छंति शैशवादपि।तौव संपदस्तेषां, सत्यीकृत्येति संस्थितः ।। १४॥ વિદ્યાધરને અધિપતિ કાલસંવરરાજા પ્રભાતમાં અગ્નિજવાલા નામના નગરથી પિતાની પટ્ટરાણી કનકમાલાની સાથે આનંદથી વાર્તાવિદ કરતા આકાશમાગે વિમાનમાં પોતાની રાજધાની તરફ જઈ રહ્યો હતો. વિમાન ત્વરાએ ચાલી રહ્યું હતું. જ્યારે બાલક ઉપર થઈને પસાર થાય છે ત્યારે વિમાન એકાએક સ્તંભી ગયું, કાલસંવર વિચારે છેઃ- અરે, પવનવેગી મારૂં વિમાન કેણે અલિત કર્યું? નીચે કઈ જિનેશ્વર ભગવાનનું મંદિર છે શું ? કે કાર્યોત્સર્ગમાં રહેલા તપસ્વી કોઈ મુનીશ્વર છે? અથવા ચરમશરીરી કોઈ સ્ત્રી પુરુષ કે બાળક સંકટમાં હશે? આવા કેઈ કારણથી મારું વિમાન ખલિત થાય. બાકી કોઈ પણ રીતે મારૂ વિમાન સ્મલિત થાય નહી તેથી વિમાનમાંથી ઉતરીને જલદી જઈને જોઉં કે આ પર્વત ઉપર શું શું છે? તીવ્ર જિજ્ઞાસા છે. તો જિજ્ઞાસાને સમાવવા માટે રાજા વિમાનમાંથી ઉતરીને ચારે બાજુ જુવે છે. ત્યાં પૃથ્વી ઉપર પડેલા રનની જેમ બાળકને આદરથી જોઈને જેમ રત્નની પ્રાપ્તિથી માણસ ખૂશ થાય તેમ રાજા અત્યંત ખૂશ થયે. પરીક્ષક (ઝવેરી) જેમ મૂલ્યવાન મણીઓના સમૂડમાંથી રત્નને મેળવી લે છે, તેમ કાલસંવરરાજા વારંવાર એકીટસે બાળકને જોઈ રહ્યો. ઓહ, કાળીકાળી ભ્રમરથી યુક્ત સ્નિગ્ધ અને સૂક્ષ્મ કોમળ કેશાવલિથી એનું મસ્તક કેવું શોભી રહ્યું છે? અષ્ટમીના ચંદ્ર જેવું નિર્મલ એનું લલાટ છે. અભિમાની કામદેવના ધનુષ્ય જેવી તે એની બે ભ્રકૂટી છે ! હિંડોળા જેવા આ બાળકના બે કાન છે. વિકસ્વર કમલ જેવા તે એના બે નેત્ર છે. તેજથી ઝગારા મારતા બે બાજુના કપિલ નિર્મલ દર્પણ જેવા શોભી રહ્યા છે ! પુષ્પ સમાન મુખ ઉપર રહેલ તલ કે શોભે છે ! આ બાળકની નાસિકા અને હોઠ તે જાણે બે સુવર્ણના કંદલ ના હોય ! મચકુંદપુષ્પને સમુહ ચંદ્ર અને સમુદ્રના તરંગો જેવી ઉજજવલ તેની દંતપતિ છે શખ જેવી ડોક તેમજ ઘડાની ઉપમા સમાન છાતીને ભાગ છે. મૃણાલ જેવા કેમલ બાહુદંડ છે, તેમજ પાંદડીઓ સમાન તેના હાથની આંગુલીએ છે, કપાટ સમાન વિશાલ છાતી છે અને આવત જેવી તે ગભીર તેની નાભિ દેખાય છે ! હાથીની સૂંઢ જેવી તેની બંને જંઘા છે અને ગૂઢ જાનુ છે. કાચબાની પીઠ સમાન તેના પગના પંજા છે. રક્તકમલ જેવા લાલ તેના હાથપગના તળિયાં શોભે છે. આ પ્રમાણે બત્રીસ લક્ષણથી લક્ષિત આ બાલકનું અદ્ભુત રૂપ જોઈ જોઈને કાલસંવરરાજા મનમાં આશ્ચર્ય
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy