SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ ૧૭ આદેશથી મંત્રીશ્વરે પત્ર લઈ તેને ફેડીને વાંચે. વિનયપૂર્વક રાજસંભામાં રહેલાં શ્રીકૃષ્ણને આપ્યાઃ કૃષ્ણ મહારાજે પણ ત્વરાએ પત્ર લઈને વાંચ્યું, “શુભ સમાચાર જાણવા માટે કેણ ઉસુક ના થાય ” કૃષ્ણ પત્ર વાંચીને ફરીથી મંત્રીશ્વરને આપે. ખરેખર આનંદદાયક સમાચાર બીજા માણસોને જલ્દી પહોંચાડાય છે. પિતાના સ્વામિના ચિત્તને જાણનાર મંત્રીએ સભાસદોને સંભળાવવા માટે મોટેથી પત્ર વાંચે...... “કલ્યાણ અને બાહાઅત્યંતર લક્ષ્મીના સ્થાનરૂપ, સત્પરૂષમાં કલ્યાણના કલશરૂપ, નિર્મલ કેવલજ્ઞાનના પ્રકાશ વડે ચરાચર જગતને હાથમાં રહેલા આંબળાની જેમ જોનારા, તેમજ તત્વ તત્વ પદાર્થોને કહેનારા એવા શ્રી જિનેશ્વરભગવંતને નમસ્કાર કરીને હસ્તિનાગપુર નામના નગરથી આપને સેવક દુર્યોધન, શ્રી દ્વારિકામાં બિરાજમાન શ્રી કૃષ્ણમહારાજ ને હર્ષ સહિત પ્રણામ કરીને, ઘણા પ્રેમપૂર્વક પ્રીતિને જોડનારી પત્રિકા લખી રહ્યો છું. આપની કૃપાથી અહીંયા બધાને કુશળ છે. ત્યાં પણ સહુ કેઈને કુશલ હશે. આપના કુશલક્ષેમના સમાચાર વિશેષથી જણાવવા કૃપા કરશેજી. અહીયાં રહેલે હું આપને અદને સેવક છું આપ મારા પરમ પ્રિય બાંધવ છે. તેથી આપણા બંનેને સંબંધ દઢ કરવા માટે એક વિજ્ઞપ્તિ કરૂં છું. આપ મહાપુરૂષ મારા વચનને જરૂર સ્વીકારશે. પ્રાય સંબંધ કરવાની ઈચ્છાવાળા અભિમાની પુરુષનું પણ વાય નમ અને કમલ હોય છે. એ સર્વજન વિદિત છે. એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જે આપણે બંનેને ભાવિ સંતાન થાય તો તે બંનેને પરસ્પર વિવાહ કરે. જેથી આપણી મૈત્રી દઢ બને. જગતમાં પરસ્પરના સંબંધે ઘણું હોય છે, પરંતુ પુત્રપુત્રીના આદાન-પ્રદાન સિવાય તે સંબંધ ટકી શક્તા નથી. માટે જે આપને ત્યાં પુત્ર જન્મ અને મારે ત્યાં પુત્રી થાય તે આપના પુત્રની સાથે મારી પુત્રીને પરણાવવી. કદાચ દૈવયોગે આપને ત્યાં પુત્રી જન્મે ને મારે ત્યાં પુત્ર જન્મ તે આપની પુત્રીને મારા પુત્ર સાથે વિવાહ કરે. જેથી આપણે બંનેને પ્રેમ સંબંધ દિનપ્રતિદિન વૃદ્ધિ પામે, દર રહેલા સૂર્ય અને કમલિનીની પ્રીતિ જેવી પ્રીતિ દૂર રહેલા એવા આપણુ બંનેની દઢતમ બની રહેશે.” लेखमध्ये समालोक्य लिखितं चैवमच्युतः। मुमुदे हृदि संबंध-निर्मितौ को न मोदते ॥ ४८ ।। सभायामपि गोविंदा, जगादामंदसंमदः । एवमप्युभयोर्योग्ये, संबंधे हानिरस्ति का ॥४९॥ श्रावयित्वेति पार्षद्या-न्निखिलानपि सादरं । वस्त्राभरणदानेन, दूतः संतोषितो भृशं ॥५०॥ दुर्योधनोक्तविज्ञप्ति-स्वीकारसूचनाय च । संतोष्योच्चै निर्दते-स्तं विससर्ज माधवः ॥५१॥ हरिणा प्रेषितैः , समं निश्चयसूचकैः। सोऽपि दुर्योधनोपांते, गत्वा निश्चयमब्रवीत् ।। ५२॥ केशवप्रेषितैर्वृतः, सममालाप्य तुष्टितः । दुर्योधनोऽपि संबंध, निश्चिकाय स्वचेतसि ॥ ५३॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy