SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર પોતાની તૃપ્તિ નિર્ભર હતી. પ્રજાનાં દુઃખદર્દની વાત રાજા સુધી પહોંચે તે પહેલાં લોકો ભેગા મળીને તેનો ઉપાય કરી લેતા હતા. રાજા સુધી તો તેના સમાધાનની વાત જ મોટે ભાગે પહોંચતી હતી. રાજાને પણ પોતાના રાજ્યસંચાલન માટે સાત્વિક સંતોષ હતો. પ્રજામાં પરસ્પર એકાત્મકતાના પ્રાબલ્યથી સમગ્ર રાજ્ય પરિવાર જેવો બની રહ્યો હતો. દીક્ષા અવધિજ્ઞાન દ્વારા તેમણે પોતાનો દીક્ષાનો સમય નજીક જાણ્યો અને ઉત્તરાધિકારીને રાજ્યવ્યવસ્થા સોંપીને સ્વયં અલગ થઈ ગયા. લોકાંતિક દેવો દ્વારા ઔપચારિક પ્રતિબોધ પામીને રાજા સુપાર્શ્વ વર્ષીદાન દીધું. તેજસ્વી તેમજ શાંતસ્વભાવી સમ્રાટના દીક્ષાપ્રસંગે લોકોને વિરક્ત બનાવી દીધા. લોકો આ પ્રસંગથી પ્રેરણા પણ પામ્યા. જેઠ સુદ તેરસના દિવસે એક હજાર વ્યક્તિઓ સાથે તેઓ નગરના સહસ્રામ્ર ઉદ્યાનમાં પહોંચ્યા. દેવતા અને માણસોની ભારે ભીડ વચ્ચે તેમણે પંચમુષ્ટિ લોચ કર્યો અને સાવધ યોગોનો ત્યાગ કર્યો. દીક્ષિત થયા પછી નવ મહિના સુધી પ્રભુ છદ્મસ્થ રહ્યા. વિવિધ તપસ્યા તથા ધ્યાન દ્વારા મહાન કર્મનિર્જરા કરી તથા વિચરતા વિચરતા પુનઃ એ જ સહસ્રામ્ર ઉદ્યાનમાં પધાર્યા, મહા વદ છઠના દિવસે શુક્લ-ધ્યાનારૂઢ બનીને તેમણે ક્ષપક શ્રેણી મેળવી અને ક્રમશઃ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને સર્વજ્ઞ બની ગયા. દેવોએ કેવલમહોત્સવ ઉજવ્યો, સમવસરણની રચના કરી. પ્રભુના પ્રથમ પ્રવચનમાં હજારો હજારો સ્ત્રી પુરુષો એકત્ર થઈ ગયાં. ભગવાને દેશના આપી. ત્યાગ અને ભોગના માર્ગ ભિન્ન ભિન્ન બતાવ્યા. પ્રભુ પાસેથી તાત્ત્વિક વિવેચન સાંભળીને અનેક વ્યક્તિઓએ નિવૃત્તિ પંથ અપનાવ્યો. નિર્વાણ આર્યજનપદમાં અધ્યાત્મનો અદ્ભુત આલોક ફેલાવીને ભગવાને જ્યારે અંત સમય નજીક નિહાળ્યો ત્યારે પાંચસો મુનિઓ સહિત સમ્મેદશિખર પર ચડ્યા અને ત્યાં આજીવન અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશનમાં સઘળાં કર્મોનો ક્ષય કરીને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની ૦ મનઃ પર્યવજ્ઞાની ૦ અવધિજ્ઞાની - ૯૫ - ૧૧,૦૦૦ -૯,૧૫૦ - ૯,૦૦૦ તીર્થંકરચરિત્ર C_9
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy