SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના દીક્ષા મહોત્સવ ઉપર આર્યજનપદોના નાગરિકોની સાથે મોટી સંખ્યામાં દેવતાઓ તેમજ ચોસઠ ઈદ્ર એકત્રિત થયા હતા. ભગવાન સુખપાલિકામાં બેસીને ઉદ્યાનમાં પહોંચ્યા. આભૂષણ ઉતાર્યા, પંચમુષ્ટિ લોચ કર્યો. એકહજાર વ્યક્તિઓ સાથે તેમણે શ્રમણ ધર્મનો સ્વીકાર કર્યો. દીક્ષાના દિવસે પ્રભુને ચૌવિહાર છઠનું તપ હતું. બીજા દિવસે બ્રહ્મસ્થળના સમ્રાટ સોમદેવને ત્યાં તેમણે પારણાં કર્યા. દેવોએ તત્કાળ પંચદ્રવ્ય વરસાવીને દાનના મહિમાની પ્રશંસા કરી. દીક્ષા પછી મન, વચન અને શરીરથી સર્વથા એકાગ્ર થઈને તેઓ ધ્યાન અને તપસ્યામાં ઓતપ્રોત બન્યા. છ મહિનામાં જ તેમણે કર્મ-પ્રકૃતિઓનો ક્ષય કરીને ક્ષપક શ્રેણી મેળવી અને યથાખ્યાત ચારિત્ર પામીને ઘાતી કર્મોનો ક્ષય કર્યો તથા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ મળીને ઉત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. ભગવાને અધ્યાત્મનો આલોક પ્રસારિત કર્યો. અનેક ભવ્ય લોકો તેનાથી આલોકિત થયા. તેમણે આગાર અને અણગાર ધર્મ ગ્રહણ કર્યા. ભગવાનના પ્રથમ પ્રવચનમાં જ ચારેય તીર્થ સ્થપાઈ ગયાં. નિર્વાણ ભગવાન આર્યજનપદમાં વિચરતા રહ્યા. લાખો-લાખો ભવ્ય લોકો તેમની અમૃત વાણીથી પ્રતિબોધ પામતા રહ્યા અને અંતે પોતાના આયુષ્યનો અંત નિકટ જોઈને સમ્મદ શિખર પર તેમણે એકસો ત્રણ મુનિઓ સહિત એક માસના અનશનમાં યોગોનો વિરોધ કરી, ચાર અઘાતિ-કર્મો (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર)નો ક્ષય કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર૦ગણધર - ૧૦૭ o કેવલજ્ઞાની - ૧૨,૦૦૦ ૦ મન:પર્યવ જ્ઞાની - ૧૦, ૩૦૦ ૦અવધિજ્ઞાની - ૧૦,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી - ૧૬,૮૦૦ ૦ ચતુર્દશ પૂર્વી - ૨૩૦૦ ૦ચર્ચાવાદી - ૯૦૦ ૦ સાધુ - ૩,૩૦,૦૦૦ ૦ સાધ્વી - ૪, ૨૦,૦૦૦ શ્રાવક - ૨,૭૬,૦૦૦ તીર્થકરચરિત્ર [ ૭૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy