SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નશાસ્ત્રીઓની વાત સાંભળીને રાજમહેલ સહિત સમગ્ર સમુદાયમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. ગર્ભકાળ સમાપ્ત થતાં મહારાણી સેનાદેવીએ માગસર સુદ ચૌદસની મધ્યરાત્રે બાળકને જન્મ આપ્યો. સર્વપ્રથમ ઇન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. ત્યાર પછી રાજા જિતારિ અને સાવત્થીના ભાવુક લોકોએ જન્મોત્સવ ઉજવ્યો. અગિયાર દિવસનો રાજકીય ઉત્સવ ચાલ્યો. નામકરણ પુત્રના નામકરણના ઉત્સવમાં પરિવાર તેમજ રાજ્યના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત થયા. તેમણે બાળકને આશીર્વાદ આપ્યા. નામ વિષે સમ્રાટ જિતારિએ જણાવ્યું કે આ વખતે રાજ્યની આવક અભૂતપૂર્વ વધી છે. આ વર્ષની ફસલ રાજ્યના ઇતિહાસમાં સર્વાધિક રહી છે. હું વિચારું છું કે આવી ફસલ આ બાળકના આવવાથી જ સંભવ બની છે તેથી પુત્રનું નામ સંભવનાથ રાખવું યોગ્ય ગણાશે. આ નામ સૌકોઈને ઉચિત લાગ્યું અને કોઈપણ પ્રકારના વિકલ્પ વગર સૌએ બાળકને સંભવકુમાર નામ આપ્યું. વિવાહ અને રાજ્ય ઉંમરની સાથે સંભવકુમારે યૌવનમાં પ્રવેશ કર્યો, ત્યારે રાજા જિતારિએ સુયોગ્ય કન્યાઓ સાથે તેમનો વિવાહ કર્યો. થોડાક સમય પછી આગ્રહપૂર્વક સંભવકુમારને સિહાસનારૂઢ કરીને સ્વયં નિવૃત્ત થઈ ગયા. સંભવકુમારનું મન યુવાવસ્થામાં પણ રાજ્યસત્તા તેમજ અપાર વૈભવ પામીને અનાસક્ત જ રહ્યું. તેઓ માત્ર કર્તવ્યભાવથી રાજ્યનું સંચાલન કરતા રહ્યા. તેમના શાસનકાળમાં રાજ્યમાં અદ્દભુત શાંતિ જળવાઈ. ચારે તરફ સમૃદ્ધિનું વાતાવરણ છવાઈ ગયું. તેઓ ૫૧ લાખ પૂર્વ સુધી ઘરમાં રહ્યા. દીક્ષા ભોગાવલિકર્મોની પરિસમાપ્તિ નજીક સમજીને ભગવાને વર્ષીદાન કર્યું. ભગવાનના અભિનિષ્ક્રમણની વાત સાંભળીને અનેક રાજા તથા રાજકુમાર વિરક્ત બનીને રાજ સંભવની સાથે ઘર છોડવા તૈયાર થઈ ગયા. નિશ્ચિત તિથિ માગસર સુદ પૂનમના દિવસે એક હજાર રાજા અને રાજકુમારો સાથે રાજા સંભવ સહસ્રા» વનમાં પહોંચ્યા. પંચમુષ્ટિ લોચ કર્યો. હજારો લોકોની ઉપસ્થિતિમાં જીવનભર માટે સાવદ્ય યોગોનું પ્રત્યાખ્યાન કર્યું. ચારિત્રની સાથે જ તેમણે સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યો. તેમને ચોથા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રત્યેક તીર્થકરને દીક્ષાની સાથે જ ચોથા મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ ભગવાન શ્રી સંભવનાથ ૫૭
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy