SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે અયોધ્યાનરેશ બ્રહ્મદત્તને ત્યાં પ્રથમ પારણું થયું. દીક્ષિત થયા પછી ભગવાને બાર વર્ષ સુધી કઠોર તપસ્યા તથા ઉત્કૃષ્ટ સાધના કરી. ગ્રામાનુગ્રામ ફરતા ફરતા પ્રભુ પુનઃ અયોધ્યા પધાર્યા પોષ સુદ અગિયારસના દિવસે પ્રભુ ધ્યાનાવસ્થામાં ક્ષપક શ્રેણી ચડ્યા, ઘાતિક કર્મનો ક્ષય કરીને તેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ ઉત્સવ કર્યો, પ્રભુએ તીર્થસ્થાપના કરી. પ્રથમ દેશનામાં જ મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ બની ગયાં. સગરને વૈરાગ્ય ભગવાન દીર્ઘકાળ સુધી ધર્મચક્રનું પ્રવર્તન કરતા રહ્યા. લાખો લોકો અધ્યાત્મના આલોકથી આલોકિત બન્યા. તેમના શાસનકાળમાં તેમના ભાઈ સગર ચક્રવર્તી બન્યા અને એક નિમિત્ત મળતાં જ સઘળું છોડીને તેઓ આત્મસ્થ બન્યા. ચક્રવર્તી સગરને સાઠ હજાર પુત્ર હતા. પોતાના પિતાના તેઓ પરમ ભક્ત હતા. એક વખત તેમણે વિચાર્યું કે પૂજ્ય પિતાશ્રીને દ૨૨ોજ નવો કૂવો ખોદીને પાણી પીવરાવવું જોઈએ. બીજા દિવસથી એ પ્રમાણે કરવામાં આવ્યું. ચક્રવર્તીના મુશલરત્નનો આ કાર્યમાં પ્રયોગ કરવામાં આવ્યો. મુશલરત્ન વડે કૂવો તત્કાળ ખોદી શકાતો હતો. તે કૂવાનું પાણી પોતાના પિતાશ્રીને પીવા માટે મોકલવામાં આવતું હતું. એક દિવસ તેઓ અજાણતાં કોઈ નાગકુમાર દેવતાના સ્થાન ઉપ૨ કૂવો ખોદવા લાગ્યા. નાગદેવે તેમનો વિરોધ કર્યો, પરંતુ સત્તાના ઉન્માદમાં કોઈએ ધ્યાન આપ્યું નહીં. ઉલટાની તેની મશ્કરી કરવા લાગ્યા. ક્ષુબ્ધ નાગદેવે પોતાના અધિકારી દેવ પાસે જઈને તેમની ફરિયાદ કરી. અધિકારી દેવે તેમને ચેતાવણી આપી, છતાં તેઓ માન્યા નહિ, અધિકારીદેવે ક્રુદ્ધ થઈને એ કૂવામાંથી એટલા પ્રબળ વેગથી પાણી કાઢ્યું કે સૌ એકસાથે પાણીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામ્યા. સમ્રાટ સગરની કુળદેવી પણ આ ભવિતવ્યતાને ટાળી શકી નહિ. તે સગરને સમજાવવાની દૃષ્ટિએ વૃદ્ધાનું રૂપ ધારણ કરીને સમ્રાટ જ્યાં ફરવા ગયા હતા, ત્યાં બૂમો પાડી પાડીને પુત્ર-શોકમાં રડવા લાગી. સમ્રાટે તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો. વૃદ્ધાએ વ્યથિત સ્વરમાં કહ્યું, એ તો જેના ઉપર વીતે તેને જ ખબર પડે. સમ્રાટે કહ્યું, એ તો ઠીક છે, પરંતુ મારા ઉપર જો કોઈ આવી આપત્તિ આવે તો હું ધીરજ રાખીશ. વૃદ્ધાએ તરત જ પૂછ્યું, શું તમે ખરું કહો છો ? ના જ સમ્રાટે કહ્યું, મારી વાણી કાયમ થ દેવીના રૂપમાં પ્રગટ થઈને પેલો દુ તીર્થંકર ત્ર 4
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy