SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભને કેવળજ્ઞાન પ્રાપ્તિની હતી. આ ત્રણે વધામણીઓ એકસાથે પ્રાપ્ત થઈ હતી. સમ્રાટ ભરત વિચારવા લાગ્યા કે હું પહેલાં ક્યો મહોત્સવ કરું ? ક્ષણભરમાં તેઓ એવા નિર્ણય ઉપર પહોંચ્યા કે પિતાજીએ જે લક્ષ સહિત અભિનિષ્ક્રમણ કર્યું હતું, મૌનવ્રત સ્વીકાર્યું હતું, તે તેમને પ્રાપ્ત થઈ ચુક્યું છે, તેથી મારે સર્વપ્રથમ પિતાજીની સફળતાની અભ્યર્થના કરવી જોઈએ. એમાં જ મારો વિનય છે. ભરતે તત્કાળ ઘોષણા કરી કે પ્રથમ કેવલ-મહોત્સવ ઉજવાશે, ચક્રરત્ન અને પુત્રરત્નના મહોત્સવો ત્યાર પછી ઉજવાશે. આવી ઘોષણા સાથે સમ્રાટ ભરત રાજકીય સવારીમાં ભગવાનના કેવલ-મહોત્સવમાં ઉપસ્થિત થવા માટે નીકળી પડ્યા. તેમની રાજકીય સવારીમાં ભરતનાં દાદી મરુદેવા માતા પણ હતાં. પુરિમતાલપુર વિનીતાની નજીકનું જ નગર હતું. મરુદેવા સિદ્ધા | ઋષભ હવે બોલશે, લોકોને મળશે, શિક્ષણ આપશે, આવું બધું જ્યારથી મરુદેવાએ સાંભળ્યું હતું, ત્યારથી તેઓ પુલકિત થઈ રહ્યાં હતાં. હું ઋષભને મળીશ, સુખદુ:ખની વાત પૂછીશ એવા ઉમંગથી ન્હાવરા થઈને હાથીની સવારી સાથે તેઓ નીકળી પડ્યાં. ઉપવનની નજીક પહોંચતાં જ તેમને ભગવાન ઋષભદેવ દષ્ટિગત થયા. સમવસરણમાં દેવો તથા માણસોની ભારે ભીડથી ઘેરાયેલા ઋષભને જોઈને મરુદેવા વિસ્મિત થઈને વિચારવા લાગ્યાં, ઓહ ! ઋષભની પાસે તો ભારે ભીડ છે ! હું તો એવી ચિંતા કરતી હતી કે ઋષભ એકલો છે, તેને ભોજન-પાણી કઈ રીતે મળતાં હશે ? તેની દેખભાળ કોણ કરતું હશે ? પરંતુ હું વ્યર્થ ચિંતાતુર હતી, અહીં તો માત્ર આનંદ જ આનંદ છે ! ઋષભ દુઃખી નથી, અત્યંત સુખી છે. ઋષભ સઘળું છોડીને સુખી થઈ ગયો છે. એમ લાગે છે કે સુખ આ બધું છોડવામાં જ છે. આવા ઉહાપોહમાં તેમનું ચિંતન ત્યાગની દિશામાં વળી ગયું. ધર્મ-ધ્યાનમાં આગળ વધતાં મરુદેવામાતાએ ભાવથી ચારિત્ર મેળવી લીધું અને તરત ક્ષપક-શ્રેણી ઉપર પહોંચી ગયાં. હાથી ઉપર બેઠાં બેઠાં જ તેઓ તેરમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બની ગયાં. આયુષ્ય અત્યંત અલ્પ હોવાથી હાથી ઉપરથી નીચે ઊતરવાનો અવકાશ પણ તેમને મળ્યો નહિ. ત્યાં જ યોગ-નિરોધ થઈને શૈલેશી બની ગયાં અને ચૌદમા ગુણસ્થાનકમાં રહેલાં અઘાતી કર્મોનો પણ ક્ષય કરીને તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. ભરત ભગવાનની નજીક પહોંચીને વંદના કરવા લાગ્યા. ભગવાને ત્યારે કહ્યું, “મરુદેવા સિદ્ધા.” ભરતે તત્કાળ પાછળ વળીને જોયું તો હાથી ઉપર પરમશ્રદ્ધયા દાદીમાનું શરીર ભદ્રાસનમાં ઢળી પડ્યું હતું. ભારતને અત્યંત અચરજ થયું. ભગવાને કહ્યું, આ અવસર્પિણીમાં સૌપ્રથમ મોક્ષમાં જનાર માતા મરુદેવા જ છે. તીર્થકરચરિત્ર | ૪૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy