SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી પાસેથી નહિ.” ભરતે કહ્યું, “બાબાએ તો બોલવાનું જ બંધ કરી દીધું છે, એ તમને શું આપશે?” બંનેએ કહ્યું, “જુઓ, અમે જઈએ છીએ. ક્યારેક તો તેઓ મૌન તોડશે, અમે તેમની પાસેથી કંઈક તો મેળવીને જ પાછા આવીશું.” બંને ભાઈઓ બાબા પાસે પહોંચ્યા અને મીઠા ઠપકા સાથે કંઈક આપવાની પ્રાર્થના કરી. પ્રભુ મૌન હતા. બંને ભાઈઓ તેમની સાથે જ રહેવા લાગ્યા અને સવાર, સાંજ, મધ્યાહ્ન વખતે જોરશોરથી બોલીને પોતાની માંગણી કરતા રહ્યા. ઘણા દિવસ બાદ સુરપતિ ઈદ્ર ભગવાનનાં દર્શન કરવા માટે આવ્યા. આ બંને ભાઈઓની હઠપૂર્વકની માંગ તેમણે સાંભળી. તેઓ વિચારવા લાગ્યા, પ્રભુ તો નિવૃત્ત થઈ ચૂક્યા છે. આ બંને કશુંક મેળવવાની આશાથી તેમની પાછળ ફરી રહ્યા છે. ઈદ્રએ તેમને સમજાવતાં કહ્યું, “ભાઈ, બાબા સંયમી બની ચૂક્યા છે. હવે કશું જ નહિ આપે.” આથી બંને ગળગળા થઈને બોલ્યા, “અમે તો ઘરબાર વગરના જ રહી ગયા છીએ.” ઈદ્રએ કહ્યું, “ચાલો, હું તમને એવું રાજ્ય આપું છું, જે કોઈને આપેલું નથી. વૈતાઢ્યગિરિ પર્વત ઉપર જાઓ. બંને ભાઈઓ ત્યાં જઈને દક્ષિણ અને ઉત્તર બંને બાજુ નગરો વસાવો.” બંનેએ નિવેદન કર્યું, “એટલી બધી ઊંચાઈ ઉપર ચડવાનું અશક્ય છે. કદાચ અમે ચઢી પણ જઈએ તોય ત્યાં નગર કેવી રીતે વસાવી શકાશે ? ત્યાં લોકો આવશે કઈ રીતે ?” ઈદ્રએ કહ્યું, “ચિંતા શા માટે કરો છો ? જાઓ હું તમને અડતાળીશ હજાર વિદ્યાઓ આપું છું, જેના દ્વારા તમે પક્ષીની જેમ આકાશમાં ઊડી શકશો. તે સિવાય દિવસને રાત અને રાતને દિવસ પણ બનાવી શકશો. નાગરિક જીવનની તમામ ભૌતિક સુવિધાઓ આ વિદ્યાઓ વડે તમે પ્રાપ્ત કરી શકશો.” બંને ભાઈ તે વિદ્યાઓ સિદ્ધ કરીને વૈતાઢ્ય પર્વત ઉપર ગયા. તેમણે દક્ષિણ તરફ સાઠ નગર અને ઉત્તર તરફ પચાસ નગર વસાવ્યાં. વિદ્યા-બળ અને ઈદ્ર-સહયોગ દ્વારા સામાન્ય જીવનની તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી. અત્યધિક સુવિધાઓ જોઈને અનેક લોકો ત્યાં વસવા માટે આતુર બન્યાં. થોડાક જ સમયમાં જ ઘણાં લોકો ત્યાં આવીને વસ્યાં. તેમનાં સંતાનો આગળ જતાં વિદ્યાધર કહેવાયાં. સર્વજ્ઞતા-પ્રાપ્તિ એક હજાર વર્ષ સુધી ઋષિ ઋષભે છદ્મસ્થ અવસ્થામાં સાધના કરી. અનુકૂળ-પ્રતિકૂળ પરીષહો સહન કરતાં કરતાં તેઓ દૂર દૂર સુધી આર્ય જનપદોમાં વિચરતા રહ્યા. વિચરતા વિચરતા તેઓ પુરિમતાલપુર પધાર્યા. ભગવાન શ્રી ઋષભદેવ ૩૯
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy