SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસ્થા પ્રચલિત કરી. લગ્ન પહેલાંનું જીવન સર્વથા નિર્વિકાર રાખવાનું અનિવાર્ય જાહેર કર્યું. તેમણે આમ કરીને વાસનાજન્ય ઉન્માદને નિયંત્રિત કરી દીધો. લોકો પત્ની સિવાય અન્ય સૌ સાથે નિર્વિકાર સંબંધ રાખવાના આદતી બની ગયા. આ સિવાય બહેન સાથે લગ્ન પણ વર્જિત કરી દેવામાં આવ્યું. ભાઈબહેનનો પવિત્ર સંબંધ-જે આજે આપણે જોઈ રહ્યાં છીએ તે ભગવાન ઋષભનું પ્રદાન છે. ગ્રામવ્યવસ્થા ૠષભે સામૂહિક જીવનનો સૂત્રપાત કરતાં સૌપ્રથમ ગ્રામ વ્યવસ્થાની રૂપરેખા લોકોને સમજાવી. તેમણે કહ્યું. હવે સમય બદલાઈ ચૂક્યો છે. રહેણીકરણીમાં પરિવર્તન આણો. અત્યાર સુધી આપણે વૃક્ષોની નીચે રહેતા હતા અને ઋતુઓ અનુકૂળ રહેતી હતી. ન વધારે ઠંડી ન વધારે ગ૨મી. વરસાદ પણ વધારે નહોતો. હવે ૠતુઓ ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ બનશે. ઠંડી ગરમીનું પ્રમાણ પણ વધશે. શારીરિક સહનશક્તિ સતત ઘટતી જશે. તેથી ઘ૨ બનાવીને રહેવાનું વિશેષ સુરક્ષિત ગણાશે. ઘરની ઉપયોગિતા સમજાવવાની સાથે ઋષભે સામૂહિક જીવનની ઉપયોગિતા પણ સમજાવી. સમૂહની સાથે રહેનારા એકબીજાના સહયોગી બની શકે છે. દરેક વિપત્તિનો સામનો ભાઈચારા વડે સરળતાથી કરી શકાય છે. ગૃહસ્થની તમામ જરૂરિયાતો અલગ અલગ લોકો દ્વારા પૂર્ણ થતી હતી. એકબીજાની નજીક રહેવાથી જ એકબીજાના ઉત્પાદનનો પૂરેપૂરો લાભ મળી શકે છે. લોકોને વાત સમજાઈ ગઈ. અનેક યુગલો જંગલો છોડીને ગામમાં આવીને વસી ગયાં. સૌપ્રથમ જ્યાં વસ્તી વસી તેનું નામ વિનીતા રાખવામાં આવ્યું. ઋષભે પોતાનું નિવાસસ્થાન ત્યાં જ બનાવ્યું. ભારતની પ્રથમ રાજધાની બનવાનું ગૌરવ પણ તેણે જ પ્રાપ્ત કર્યુ. તેને જ આગળ જતાં સૌ અયોધ્યા તરીકે ઓળખવા લાગ્યાં. દંડિવિવિધ તાત્કાલિક અભાવની પરિસ્થિતિને સમાપ્ત કર્યા પછી ઋષભે યૌગલિકોમાં વધતી જતી અપરાધ વૃત્તિ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ચાલુ દંવિવિધ અસફળ થઈ ચૂકી હતી. સર્વોપરિ ‘ધિક્કાર’ દંડ પામનાર અનેક લોકો થઈ ચૂક્યા હતા. કોઈના મનમાં સંકોચ ન રહ્યો. તેમણે સૌને બોલાવીને અપરાધ ન કરવાની ચેતવણી આપી. સાથેસાથે એવી જાહેરાત પણ કરી કે જો કોઈ હવે ખોટું કામ ક૨શે તો તેને માટે ‘હાકાર', ‘મકાર' તથા ‘ધિક્કાર’ની સજાથી કામ નહીં ચાલે, તેમના માટે ચા૨ વધારાની સજાઓ જાહેર કરું છું. (૧) પરિભાષણ – અપરાધીને કઠોર શબ્દો દ્વારા પ્રતાંડિત ક૨વો. ભગવાન શ્રી ઋષભદેવ D ૨૯
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy